SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળધાન્યવાદ વચ્ચે વિવાદ ૨૨૯ न स्वर्ग इति व्यपदिश्यते । सैवाङ्गना विरतायां सुरततृषि न स्वर्ग इत्युच्यते । तदेवमेष स्वर्गशब्दः प्रीतिं न व्यभिचरति, द्रव्यं तु व्यभिचरति । एवमद्रव्यत्वात् स्वर्गस्य न क्रियाङ्गत्वम् । अथाऽपि निरतिशयसुखप्रतीत्यन्यथानुपपत्तितः परिकल्पितः कनकगिरिशिखरादिर्देशः स्वर्गः । सुतरां तस्य न क्रियासाधनत्वमवकल्पते, दध्यादिवदुपादातुमशक्यत्वात् । 180 ફળપ્રાધાન્યવાદી–આ જે તમે કહ્યું તે તુચ્છ છે, કારણ કે “સ્વપદ દ્રવ્યવાચક નથી. “સ્વ”પદ પ્રીતિનું ( = સુખનું ) વાચક છે, દ્રવ્યનું વાચક નથી. તે જ ચંદનને ઠંડીથી પીડાતે કે ગ્રીષ્મથી પીડિત ન થયેલે “સ્વ” એવું નામ આપતા નથી. સુરતની તૃગણ વિરત થતાં તે જ અંગના “સ્વગ” કહેવાતી નથી. આ રીતે “સ્વગ' શબ્દ દ્રવ્યને વાચક ન હોય એવા પ્રસંગે તે અનેક છે જ્યારે “સ્વર્ગ શબ્દ પ્રીતિનો વાચક ન હોય એવા એક પણ પ્રસંગ નથી. આમ સ્વર્ગ એ દ્રવ્ય ન હેઈ, તે ક્રિયાનું અંગ નથી ક્રિયાપ્રાધાન્યવાદી – નિરતિશય સુખની પ્રતીતિ અન્યથા ઘટતી ન હેઈ, મેરુપર્વતના શિખર આદિ દેશને સ્વર્ગ કયું છે. અર્થાત નિરતિશય સુખ સ્વર્ગ નથી પરંતુ મેરુશિખર આદિ દેશ સ્વગ છે, અને મેરુશિખર આદિ દેશ તે દ્રવ્ય છે જ, અને દ્રવ્ય એ યોગક્રિયાનું અંગ છે. આમ સ્વર્ગ એ યોગક્રિયાનું સાધન છે. ] ફળપ્રાધાન્યવાદી – મેરુશિખર આદિ દેશનું તે ક્રિયાના સાધન તરીકે ઘટવું વધુ દુષ્કર છે, કારણ કે દહીં વગેરેની જેમ તેને લાવવું અશક્ય છે. 181. अथाप्यदृष्टेनैव द्वारेण समुद्रं मनसा ध्यायेत' इतिवत् स्वर्गकामना तत्रोपकारिणीति तदपि क्लिष्टकल्पनामात्रम् । प्रीतिर्हि निरतिशया वर्गः । प्रीतेश्च नान्यार्थत्वं युक्तम् । प्रीत्यर्थमन्यत्, नान्यार्थी प्रीतिः । तस्मान्न यागाय स्वर्गोऽपि तु स्वर्गाय यागः । इत्थं च क्रियासाधनानुपदेशान्न कर्तृसमर्पणेन वर्गकामपदं समन्वेति । 18J. ક્રિયાપ્રાધાન્યવાદી - જેમ[ રથન્તર પ્રસ્તાવમાં ] સમુદ્રનું મન દ્વારા કરાતું ધ્યાન અદૃષ્ટ ઉપકાર કરે છે તેમ મેરુશિખર રૂપ સ્વર્ગની ઇચ્છા ત્યાં (= યોગકર્મમાં) અદષ્ટ ઉપકાર કરે છે. [અર્થાત મેરુશિખરને યાગર્મમાં દહીંની જેમ લાવવાની જરૂર નથી.] ફળપ્રાધાન્યવાદી – તે પણ કેવળ કિલષ્ટ કલ્પના છે. નિરતિશય પ્રીતિ ( = સુખ ) જ સ્વર્ગ છે. પ્રીતિ કઈ બીજા માટે હોય તે યોગ્ય નથી. બીજુ પ્રીતિ માટે હોય છે, પ્રીતિ બીજા માટે હોતી નથી. તેથી ભાગક્રિયા માટે સ્વર્ગ નથી, પરંતુ સ્વગમાટે યોગક્રિયા છે. આ રીતે ‘સ્વર્ગકામ’પદ કિયા સાધનને જણાવતું ન હોઈ તે પદ કર્તાને રજૂ કરવા દ્વારા ક્રિયા સાથે અન્વય પામતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy