SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૦ વાયાઈ વાસ્તવિક નથી એ મત वा ? सत्तया सामत्यमशेषपदार्थराशेरस्तीति न नियतः कश्चन वाक्यर्थोऽवधार्यते । प्रतीत्या तु सामस्त्यमघटमानमयुगपद्भावित्वेन ज्ञानानामेकपदार्थप्रतीतिसमये पदार्थान्तरप्रतीत्यसम्भवात् । पदार्थप्रतीत्युपायाश्च वर्णाः, तेऽपि न युगपद्भाविनः । कुतः प्रतीतिकृतं सामस्त्यम् ? 162. અહીં કેટલાક કહે છે-વાક્યોથે પારમાર્થિક નથી, વાસ્તવિક નથી, બાહ્ય જગતમાં અસ્તિત્વ જ ધરાવતો નથી. માની લે કે તે બાહ્ય જગતમાં અસ્તિત્વ ધરાવે છે ]; તે પ્રશ્ન ઉઠે કે તે પદાર્થોથી ભિન્ન છે કે અભિન્ન ? તે પદાર્થોથી ભિન્ન નથી કારણ કે તે પદાર્થોથી ભિન્ન દેખ તે નથી. “શુકલ ગાયને લાવો’ એવા આ પલ્સમૂહમાં વનતિ, ક્રિયા વગેરે પદાર્થોથી જદે કયે વાકયા છે ? તેને દેખાડ શક્ય નથી. તે પદાર્થોથી અભિન્ન હોય તે પદાર્થો જ વાક્યાથ બને અહીં પ્રશ્ન ઊઠે છે કે સમસ્ત (સાથે ભેગા મળેલા) પદાર્થો વાકવાથ છે કે પ્રત્યેક પદાર્થ વાકયા છે ? પ્રત્યેક પદાર્થ વાક્યર્થ નથી કારણ કે આપણને એવી પ્રતીતિ નથી. ગાય એ પદનો અર્થ વાકયાથ નથી. [ સમસ્ત પદાર્થો વાકયાથ નથી કારણ કે ] પદાર્થોનું સામર્સ્ટ ( = સાથે હોવું ) શક્ય નથી. શું તેઓ સત્તાના માધ્યમથી સાથે મળેલા છે કે જ્ઞાનના માધ્યમથી ? [ સત્તા વ્યાપક છે અને પદાર્થોમાં અનુસ્મૃત છે એટલે તેના માધ્યમથી પદાર્થોનું સામત્ય ઘટે છે એમ તમે કહે તે એ બરાબર નથી, કારણ કે સત્તા તો અશેષ અન ત પદાર્થોમાં અનુસ્મૃત છે એટલે ] સત્તાના માધ્યમથી અશેષ અનત પદાર્થોનું સામય બનશે અને એને પરિણામે કોઈ નિયત વાકયાથને નિર્ણય નહિ થાય જ્ઞાનના માધ્યમથી પણ તેમનું સામસ્ય ધટતુ નથી, કારણ કે જ્ઞાન ક્રમભાવી હોવાથી એક પદાથના જ્ઞાન વખતે બીજા પદાર્થનું જ્ઞાન સંભવતું નથી. વળી, એક પદાથના જ્ઞાનના ઉપાયે વણે છે. તે વણે પોતે યુગપદ્ ઉત્પન્ન થતા નથી, તો પછી જ્ઞાનના ભાગ્યમથી પદાર્થોનું સામસ્ય કયાંથી ઘટે ? 163. अपि च पदार्थसमुदायः किंमितरेतरसंसृष्टो वाक्यार्थः अन्यथा वा ? न तावदन्यथा 'गौरश्वः पुरुषो हस्ती' इत्येवमादावदर्शनात् । संसर्गस्तु दुरुपपादः । स ह्यपेक्षागर्भो भवति । न चार्थोऽर्थान्तरमाकाङ्क्षति, अचेतनत्वात् । बुद्धीनामपि क्षणिकत्वादन्योन्यं नाकाङ्क्षा न च तत्कृतः सम्बन्धः । अत एव न संसर्गों वाक्यार्थः । न ह्यसावर्थानां ज्ञानानां वा यथोक्तनीत्याऽवकल्पते । 163. વળી, જેમાં પદાર્થો એકબીજા સાથે સંસર્ગસંબંધ ધરાવતા હોય એવો પદાર્થોને સમદાય વાયા છે કે જેમાં પદાર્થો એકબીજા સાથે સંસગ ન ધરાવતા હોય એ પદાર્થોનો સમુદાય વાક્યોથ છે કે જેમાં પદાર્થો એકબીજા સાથે સંસર્ગ ન ધરાવતા હોય એ પદાર્થોને સમુદાય વાક્યર્થ ન ધટે, “ગાય અશ્વ પુરુષ હાથી' આવા પદાર્થ સમુદાયમાં વાક્યાથ દેખાતે નથી, જેમાં પદાર્થો એકબીજા સાથે સંસગ ધરાવતા હોય એ પદાર્થને સમુદાય વાકયાથ” છે એ પક્ષ પણ ઘટતે નથી કારણ કે પદાર્થોની પરસ્પરની ] અપેક્ષા દ્વારા સંસગ પ્રાપ્ત 16. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy