SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યકિત વાર્થ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન ૨૦૧ વ્યકિતવાચ્યાર્થવાદી વ્યકિતને જાણવા માટે બીજો કોઈ રસ્તો ન હોવાને કારણે શબ્દ ઉપર આટલે ભાર લાદીએ છીએ. | મીમાંસક.અમે નથી તો વ્યક્તિના થતા જ્ઞાનને પ્રતિષેધ કરતા, કે નથી તે જાતિના થતા જ્ઞાનને પ્રતિષેધ કરતા, કારણ કે બંનેનું જ્ઞાન પ્રત્યેકને અનુભવમાં આવે છે. પરંતુ વ્યકિત અને જાતિ બંનેમાં શબ્દની અભિધાનશકિત માનતાં તે શકિત પર વધુ પડતે બેજ પડે છે; તે બોજ માન્યા વિના ચાલી શકે છે, કારણ કે એકના જ્ઞાન ઉપરથી બીજાનું જ્ઞાન સિદ્ધ થઈ શકે છે. આ બાબતે શું જાતિમાં પ્રયુકત શબ્દ વ્યકિતનો આક્ષેપ કરે છે કે વ્યકિતમાં પ્રયુત શબ્દ જાતિને આક્ષેપ કરે છે એ વિચારણુમાં જાતિ વિશેષણ હોઈ તેનું જ પહેલું જ્ઞાન થાય, એટલે જાતિ જ શબ્દને વાર્થી બનવા છે. શબ્દથી જાતિનું જ્ઞાન થતાં તે જાતિજ્ઞાનમાંથી જ વ્યકિતનું જ્ઞાન સિદ્ધ થશે તેથી બનેમાં શબ્દનો અભિધાવ્યાપાર નથી. 121. શિવ વિરપ ચ નાä વિશેડ્યાં જ વ્યક્તિ નોરાब्दादेव प्रतिपत्स्यामहे, कोऽस्यातिभारः ? विषमोऽयं दृष्टान्तः । तत्र हि प्रकृतिप्रत्ययविभागेन द्वयप्रतीतिरवकल्पते । दण्डशब्दः प्रकृतिर्विशेपणमभिवदति, मत्वर्थीयप्रत्ययश्च विशेष्यमिति । गोशब्दे तु नैष न्यायः सम्भवति । तत्र न विशेषणे दण्डिशब्दो वर्तते, न च विशेष्ये दण्डशब्दः । इह तु गोशब्द एक एव विशेषणे विशेष्ये वा वर्तते । विशेष्ये वर्तमानो विशेषणे प्रमाणान्तरमपेक्षते । विशेषणे तु वर्तमानस्तदवगमय्य विशेष्यमप्याक्षिपतीति न कश्चिद्दोषः । 127. વ્યકિતવાર્થવાદી- જેમ દંડી' શબ્દથી દંડ વિશેષણ અને પુરુષ વિશેષ્ય બંનેનું જ્ઞાન આપણે કરીએ છીએ તેમ શબદથી જ વિશેષણ ગત્વજાતિ અને વિશેષ્ય ગોવ્યકિત બંનેનું જ્ઞાન અમે કરીશું. એમાં એને કયો વધુ પડતો બોજ પડવાને ? | મીમાંસક - આ દૃષ્ટાન્ત વિષમ છે કારણ કે 'દંડી' શબ્દની બાબતમાં પ્રકૃતિ (‘દડ') અને પ્રત્યય (ઈન ) એવા વિભાગ દ્વારા બેની પ્રતીતિ ઘટે છે. “દંડ' શબ્દ પ્રકૃતિ છે, તે વિશેષણને જણાવે છે. મત્વથીય પ્રત્યય ઇન વિશેષ્યને જણાવે છે. ગોશબ્દમાં આ ન્યાય સંભવત નથી ત્યાં (૧૬ડી” શબ્દની બાબતમાં) દંડી શબ્દ વિશેષણમાં પ્રવર્તતો નથી અને દડ શબ્દ વિશેષ્યમાં પ્રવર્તત નથી, જ્યારે અહીં ( ગે’ શબ્દની બાબતમાં) એક જ ગોશબ્દ વિશેષણમાં કે વિશેષ્યમાં પ્રવર્તે છે, જ્યારે વિશેષમાં પ્રવર્તે છે (અર્થાત વિશેષ્યનું અભિધાન કરે છે, ત્યારે વિશેષણનું જ્ઞાન કરાવવા તે પ્રમાણાન્તરની અપેક્ષા રાખે છે; પરંતુ જ્યારે વિશેષણમાં પ્રવર્તે છે ત્યારે તે વિશેષણનું અભિધાન કરી, વિશેષ્યને પણ તે આક્ષેપ કરે છે, એટલે કેઈ દોષ નથી આવતું. 128. તઢિમામાક્ષ છત્વે ૩રિતે વિખ્યત્તે તિ | સ ફ્રિ રાદાત્ત નાિિત વિવેવા ન પ્રત્યક્ષઃ | ત યુવાડવાસે | સૂવા૨૬- ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy