SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અનાદિતા સિદ્ધ કરવા મીમાંસકે આપેલ “અસ્મર્યમાણકક' હેતુની સમીક્ષા 6. જેમ વેદમાં તે તે સ્થાને પ્રજાપતિની પ્રશંસા કરવામાં આવી છે, તેમ મહાભારતમાં પણ તે તે સ્થાને વ્યાસની પ્રશંસા કરવામાં આવી છે. [જે વેદગત પ્રશંસાવચનોને આધારે પ્રજાપતિને વેદના કર્તા તરીકે ન સ્વીકારાય તો મહાભારતગત પ્રશંસાવચનોને આધારે વ્યાસને પણ મહાભારતને કર્તા તરીકે ન સ્વીકારાય.] મીમાંસક– વેદના પ્રણેતાને કેઈએ કદી દેખે નથી એટલે પ્રજાપતિ વેદના પ્રણેતા નથી.] નૈયાયિક –શું આપના બાપદાદા યા વડદાદાઓએ વ્યાસને જોયા છે ? મીમાંસક––ના, પરંતુ બધાંની અબાધિત સ્મૃતિ સત્યવતીપુત્ર વ્યાસની બાબતમાં છે. તૈયાયિક–લોકમાં સર્વત્ર પ્રજાપતિને પણ વેિદના સ્ત્રષ્ટા કહેવામાં આવે છે. 7. आः किमिति सदसद्विवेकविकलशाकटिकादिग्रवादविप्रलब्ध एवं भ्राम्यसि ? किल स्वल्पमपि कर्म पित्रा मात्रा वोपदिश्यमानं तद्वचनप्रत्ययादनुष्ठीयते । तदयमियाननेकक्लेशवित्तव्ययादिनिर्वयों वैदिकः कर्मकलाप एवमेव तदुपदेशिनमाप्तमस्मृत्वैव क्रियते इति महान् प्रमादः । एवं च सति उच्चावचकविरचितजरत्पुस्तकलिखितकाव्यवत् अस्मर्यमाणकर्तकेण वेदेन व्यवहारानुपपत्तेरवश्यस्मरणीयस्तत्र कर्ता स्यात् । न च कदाचन वेदेषु व्यवहारविच्छेदः संभाव्यते येन तत्कृतं जरत्कूपारामादिष्विव तेषु कर्चस्मरणं स्यात् । तस्मादवश्यं स्मर्यंत कर्ता । 1. મીમાંસક-–સાચા ખોટાને વિવેક ન ધરાવતા, ગાડું હાંકનાર વગેરે જેવા, પામર માણમાં પ્રચલિત માન્યતાથી આપ છેતરાયેલા છે એવા કેમ ભમો છો ? તૈયાયિક- માબાપે ચીંધેલું નાનું પણ કામ તેમનાં વચનમાં વિશ્વાસ હોવાથી બાળકો કરે છે. તે પછી ઘણુ બધા ક્લેશ અને ધનવ્યયથી પાર પડતાં અટલાં મોટાં વૈદિક યજ્ઞકર્મો, તેમને ઉપદેશ આપનાર આપ્તનું( વિશ્વસનીય વ્યકિતનું) સ્મરણ ક્યા વિના એમ જ, આપણે કરીએ તો મોટા પ્રમાદ (=ભૂલ) આપણે કર્યો કહેવાય. આમ હોઈ, નાનામોટા કવિઓએ રચેલાં, જૂનાં પુસ્તકમાં લખેલાં કાવ્યોની જેમ જેના કર્તાનું સ્મરણ કરાતું ના હોય એવા વેદ વડે કર્મવ્યવહાર ઘટતો ન હોવાથી ત્યાં (વેદની બાબતમાં તેના] કતાનું સ્મરણ અવશ્ય કરવું જ જોઈએ એવું ફલિત થાય છે. વેદની બાબતમાં વેદો પદિષ્ટ કર્મના વ્યવહારને વિચછેદ કદી સંભવતો નથી જેથી જૂના કૂવા, બાગ, વગેરેની જેમ વેદોની બાબતમાં વ્યહારછેદને પરિણમે કર્તાનું અસ્મરણ થાય. તેથી વેદના કર્તાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. 8. न च संस्मर्यते स्मर्तुं शक्यते वा । स्मृतिर्हि भवन्ती तदनुभवमूला भवति । न च मूलेऽपि कनुभवः कस्यचिज्जातः सर्गादेरभावात् । भावे वा कर्तुरशरीरत्वेन दर्शनयोग्यत्वाभावात् । सशरीरत्वपक्षे वा पुरुषः कोऽपि तादृशः । . .. तदानीं दृश्यमानोऽपि वेदं कुर्यन्न दृश्यते ॥.... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy