SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અનાદિતા સિદ્ધ કરવા મીમાંસકે આપેલ ગુરુઅધ્યયનપૂર્વક હેતુની પરીક્ષા કે જ થયેલ છે. [અથાત્ ગુરુશિષ્ય પરંપરાથી અનાદિ છે] કારણ કે તે “વેદાધ્યયનશખવાચ્ય છે, અત્યારના વેદાધ્યયનની જેમ”. [. વા વાક્યાધિ, ૩૬૬] નૈયાયિક—આ વાત યોગ્ય નથી, કારણ કે આવાં અનુમાન અયોજક છે. “વેદાધ્યયન શgવાચવને કારણે અનાદિવ ઘટતું નથી. વળી, આ હેતુ અનૈકાતિક છે, કારણ કે મહાભારતની બાબતમાં આમ જ કહેવું શક્ય છે. “બધું મહાભારતનું અધ્યયન પણ ગુરુ પાસે અધ્યયન કરવાથી જ થાય છે, કારણ કે તે “મહાભારતધ્યયન શદવા છે, અત્યારે થતા મહાભારતના અધ્યયનની જેમ”. 5. ननु भारते कर्तस्मृतिरविगीता विद्यते । यद्येवं वेदेऽपि प्रजापतिः कर्ता स्मर्यते एव । अथ वैदिकमन्त्रार्थवादमूलेयं प्रजापतिकर्तृत्वस्मृतिः, 'प्रजापतिना चत्वारो वेदा असृज्यन्त चत्वारो वर्णाश्चत्वार आश्रमाः' इति तत्र पाठादिति । उच्यते, हन्त तर्हि भारतेऽपि तत्रत्यवचनमूलैव पाराशर्यस्मृतिरिति शक्यते वक्तुम् । 5. મીમાંસક–મહાભારતની બાબતમાં તેના કર્તાની સ્મૃતિ વિવાદરહિત છે. તૈયાયિક–જો એમ હોય તે વેદની બાબતમાં પણ તેના કર્તા પ્રજાપતિ છે એવી સ્મૃતિ મીમાંસક-આ પ્રજાપતિના કતૃત્વની સ્મૃતિ તો વૈદિક મન્વાર્થવાદમૂલક છે, કારણ કે પ્રજાપતિએ ચાર વેદોનું સર્જન કર્યું', ચાર વર્ણોનું સર્જન કર્યું, ચાર આશ્રમનું સર્જન કયું' એવો વેદમાં પાઠ છે. [અથાત્ પ્રજાપતિના વેદક વની સ્મૃતિને જે વૈદિક વાક્ય આધાર છે તે તો કેવળ પ્રશંસાવાક્ય છે. એટલે એ સ્મૃતિ પ્રજાપતિનું વેદકતૃત્વ સિદ્ધ ન કરી શકે.] તૈયાયિક–અરે ! તે તે મહાભારતની બાબતમાં પણ મહાભારતવચનામૂલા જ પારાશર્યની સ્મૃતિ છે એમ કહી શકાય. [અથાત મહાભારતમાં વ્યાસને મહાભારતના કર્તા જણાવ્યા છે તે પણ પ્રશંસાવચનો જ ઠરે. એટલે પારાશર્યની સ્મૃતિ તે પ્રશંસાવચનોને આધારે વ્યાસને મહાભારતના કર્તા ગણે તે એગ્ય ન કહેવાય. અને આમ વ્યાસ મહાભારતના કર્તા ન ઠરે. પરંતુ આવું તારણ તે તમને મીમાંસકને પણ સ્વીકાર્ય નથી.] 6. यथा प्रजापतिर्वेदे तत्र तत्र प्रशस्यते । . भारतेऽपि तथा व्यासस्तत्र तत्र प्रशस्यते ॥ अथ प्रणेता वेदस्य न दृष्टः केनचित् कचित् । द्वैपायनोऽपि किं दृष्टो भवपितृपितामहैः ॥ सर्वेषामविगीता चेत् स्मृतिः सत्यवतीसुते । प्रजापतिरपि स्रष्टा लोके सर्वत्र गीयते ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy