SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યભિજ્ઞાન વિષય સામાન્ય છે ૧૭૭ વાસી પુરુષને એકાએક પ્રથમવારે ઊંટોની હાર દેખતાં અનુગત રૂપનું દર્શન થાય છે, તેમ વાચક શબ્દ અજ્ઞાત હોય ત્યારે પણું અનુગત રૂપનું આપણને દર્શન થાય છે. [દક્ષિણ ભારતવાસીએ પૂ* કદી ફટ દેખ્યા નથી, તે પ્રથમવાર જ ઊંટ દેખે છે, તેને જ્ઞાન નથી કે આ પશુને “ઊંટ' નામ અપાય છે, એટલે તેને જે જ્ઞાન થાય છે તેમાં ‘ઊંટ’ શબ્દ વિષય તરીકે નથી]. જેને શબ્દાર્થસંબંધનું જ્ઞાન નથી તે, અભિનવ અનેક પદાર્થોનું સન્નિધાન હોતાં, તે પદાર્થોનું અનુગત રૂપ અને વ્યાવૃત્ત રૂપ બંને દેખે છે જ. વળી, પહેલી નજર પડતાં જ દર્શનનો વિષય બનતી ચાર આંગળીઓ અન્ય ગામી (=અનુગત) રૂપ સહિત દેખાય છે. તો પછી ચાક્ષુષ નિવિક પ્રત્યક્ષ કેવળ વિશેષવિષયક કેવી રીતે ? 79. अपि च पुराणशाबलेयपिण्डमवलोकयतः कालान्तरे बाहुलेयं पिण्डं पश्यतः पूर्वदृष्टशाबलेयपिण्डविषयं स्मरणमुत्पद्यमानं संवेद्यते । तस्मात् सामान्यानवगमो नोपपद्यते । अन्यस्मिन्नसाधारंणे स्वलक्षणे दृष्टेऽन्यस्मरणस्य किं वर्तते ? अस्ति च तत् । तेन मन्यामहे दृष्टमुभयानुगतरूपमिति । 79 ઉપરાંત, પહેલાં જેણે શાબલેય ગોવ્યક્તિ દેખી છે તે પછી અન્ય વખતે બાહુલેય ગોવ્યક્તિને દેખતાં જ પૂર્વદષ્ટ શાબલેય ગોવ્યક્તિનું સ્મરણ ઉત્પન્ન થતું અનુભવે છે. આ કારણે સામાન્યના જ્ઞાનનો અભાવ [દશનકળે ઘટતો નથી. જ્યારે બીજા અસાધારણ સ્વલક્ષણને દેખીએ છીએ ત્યારે અન્ય સ્વલક્ષણનું સ્મરણ કરાવનાર શું હોય છે ? તે અનુગત રૂ૫ અર્થાત સામાન્ય હોય છે. તેથી, અમે માનીએ છીએ કે ઉભયાનુગત રૂપ અર્થાત સામાન્ય દર્શનને વિષય છે. 80. किञ्च व्यक्त्यन्तरदर्शनेऽपि ‘स एवायं गौः' इति प्रत्यभिज्ञायते । तस्याश्च प्रामाण्यं दर्शितं दर्शयिष्यते च विस्तरतः क्षणभङ्गभङ्गे । तस्मादनुगतरूपविषयैव सा प्रत्यभिज्ञा, व्यक्तिभेदस्य विस्पष्टसिद्धत्वात् । 80. ઉપરાંત, [એક સંતતિગત] બીજી ગોવ્યક્તિનું દર્શન થતાં પણ “આ તે જ ગાય છે' એવું પ્રત્યભિજ્ઞાન થાય છે. પ્રત્યભિજ્ઞાનું પ્રામાણ્ય અમે દર્શાવ્યું છે, વળી ક્ષણભંગવાદના ખંડનમાં તે વિસ્તારથી દર્શાવીશું. નિષ્કર્ષ એ કે તે પ્રત્યભિજ્ઞાને વિષય અનુગત રૂપ જ છે, કારણ કે વ્યક્તિભેદ અર્થાત વ્યક્તિવિશેષ તો વિશદ નિર્વિકલ્પ ] પ્રત્યક્ષથી સિદ્ધ છે. 81. यत्र च लघुतरपरिमाणतिलमुद्गादिप्रचयसन्निधाने विच्छिन्नसिक्थस्वलक्षणग्रहणं नास्ति, तत्रानुवृत्तमेव रूपमिन्द्रियेण गृह्यते । अतः निर्विकल्पकवेलायामेव व्यावृत्तवदनुगतरूपावभासान्न सामान्यापह्नवो युक्तः । प्रथमाक्षसन्निपातेऽपि तुल्यत्वमवगम्यते नानात्वं चेति सामान्यभेदी द्वावपि वास्तवौ । 81. વળી, જ્યાં અતિ નાના પરિમાણવાળા તલ કે મગના ઢગલાઓ ઇન્દ્રિયસનિકૃષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy