SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે એ કુમારિલમતનું બદ્ધ ખંડન विचित्रविकल्पप्रबन्धविप्रलब्धबुद्धयः खल्वेवं मन्यन्ते । भवन्तु ते, न स्वेकं वस्तु बहुरूपं भवितुमर्हति । एकं हि वस्तुनो रूपमितरत् कल्पनामयम् । नानुवृत्तविकल्पेषु विस्रम्भ उचितः सताम् ॥ प्रागितो ह्यन्यसंस्पर्शनैरपेक्ष्येण दृश्यते । :: स्वलक्षणमतो भेदस्तात्त्विकोऽनुगमो मृषा । दृढादृढत्वमक्षुण्णमपरीक्ष्यैव संविदाम् । द्वयप्रतीतिमात्रेण द्वयाभ्युपगमो भ्रमः ॥ न नेति प्रत्ययादेव मिथ्यात्वं केवलं धियाम् । किन्तु युक्तिपरीक्षाऽपि कर्तव्या सूक्ष्मदर्शिभिः ॥ 25. બૌધ ભાટ મીમાંસકો આ જે કહે છે તે બુદ્િધને રુચે એવું નથી. એક વસ્તુનાં અનેક વિરુદ્ધ સ્વરૂપોની વાત કરતા મીમાંસકે પતે દેવા જણાવવાની અમારી મુખરતા ઢાંકી દીધી છે (અર્થાત દે એટલા સ્પષ્ટ છે કે દેષ દર્શાવવાની અમારી મુખરતાને કોઈ અવકાશ જ રહેતા નથી.) તે જ સામાન્ય છે અને તે જ વિશેષ છે. તે જ એક છે એને તે જ અનેક છે, તે જ નિત્ય છે અને તે જ અનિત્ય છે, તે જ સત છે અને તે જ અસત છે એમ મીમાંસકે જેનેનું બોલેલું બોલે છે. તેઓ બોલે છે પણ તે તેમને શોભતું નથી. જે તમે મીમાંસકો કહેતા છે કે એક વસ્તુનાં બે સ્વરૂપો] દેખાય છે એટલે તે બે રૂપમાંd વિરોધ નથી તે અમે કહીએ છીએ કે તેમ નથી કારણ કે એક વસ્તુનાં બે સ્વરૂપને અનુભવ આપણને નથી. અનેકમાં એક અનુસ્મૃત અને (=સામાન્યને ગ્રહણ કરનાર નિવિકલ્પક ચાક્ષુષ પ્રત્યક્ષ નથી એમ કહ્યું છે. નિર્વિકલ્પક ચાક્ષુષ પ્રત્યક્ષ પછી તરત જ ઉત્પન્ન થનાર “ગાય” “ગાય” “એવા એકાકાર]વિવિધ સવિકલ્પક પ્રત્યક્ષથી છેતરાયેલી બુદ્િધવાળાઓ ખરેખર આમ માને છે (અર્થાત્ અનેકમાં અનુસ્મૃત એક સામાન્યને નિર્વિકલ્પક ચાક્ષુષ પ્રત્યક્ષ ગ્રહણ કરે છે એમ માને છે.) ભલે સામાન્ય અને વિશેષ બે હો; પરંતુ એક વસ્તુ અનેક સ્વભાવવાળી હોઈ શકે નહિ, કારણ કે વસ્તુને એક સ્વરૂપ (=વિશેષ હોય છે, બીજું સ્વરૂપ (= સામાન્ય) તો કલ્પનામય છે. એકાકાર સવિકલ્પક પ્રત્યક્ષેમાં ડાહ્યા માણસોએ વિશ્વાસ રાખવો ઉચિત નથી. આની (= સવિકલ્પક પ્રત્યક્ષની) અનન્તર પૂર્વે અન્યસંસ્પર્શનિરપેક્ષપણે સ્વલક્ષણ(વિશેષ)નું પ્રત્યક્ષ થાય છે. તેથી વિશેષ તાવિક છે, સત છે જ્યારે સામાન્ય મૃષા છે, મિથ્યા છે. જ્ઞાનેના દહત્વ અદઢત્વની પરીક્ષા કર્યા વિના જ, કેવળ એની પ્રતીતિને લીધે જ. બેને સ્વીકાર કરો એ શ્રમ છે “સ નથી' એવી પ્રતીતિને અધારે જ વિષયક બુદ્ધિ બ્રાન્ત છે એમ ન કહેવાય પરંતુ તે બુદ્ધિના ભ્રાન્તાબ્રાન્તવને નિર્ણય માટે સૂમદશીઓએ તર્કથી પરીક્ષા કરવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy