SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ લૌકિક વિધિવાનું કાર્ય પરત્વ અસંભવ हन्त हतमनुमानं, तस्योत्पत्तौ प्रत्यक्षादिसापेक्षत्वात् । वर्णितं च 'तत्पूर्वकं त्रिविधमनुमानम्' इति न्या०सू० १.१.५] । तद्विषयस्य प्रमाणान्तरग्रहणयोग्यतायां तु तदप्रामाण्ये प्रत्यक्षादीनां सर्वेषामप्रामाण्यं प्राप्नोति, प्रमाणसंप्लवस्य प्राक् प्रतिपादितत्वात् । 260. વળી, આ સાપેક્ષના એ શું છે એ તમારે જણાવવું જોઈએ શું સિદ્ધ અથનું અભિધાન કરતા શબ્દને પોતાની ઉપત્તિમાં પ્રમાણુન્તરની અપેક્ષા એ પ્રમાણુત્તર સાપેક્ષતા છે કે તે શબ્દના વિષયની પ્રમાણુન્તર વડે જ્ઞાત થવાની યોગ્યતા એ પ્રમાણાન્તરસાપેક્ષતા છે ? બેય રીતે અતિપ્રસંગમાં આવે છેઉત્પત્તિમાં પ્રમાણાન્તરની અપેક્ષાને જે અપ્રામાણ્ય તરીકે તમે વર્ણવતા હો તો અરે ! અનુમાનને ઉચ્છેદ થઈ જાય કારણ કે અનુમાન પોતાની ઉ૫ત્તિ માટે પ્રત્યક્ષ વગેરેની અપેક્ષા રાખે છે, અને ‘ત્રિવિધ અનુમાન પ્રત્યક્ષપૂર્વક છે' એમ ન્યાયસૂત્રમાં વર્ણવવામાં આવ્યું છે. શબ્દના વિષયની બીજા પ્રમાણે વડે જ્ઞાત થવાની યોગ્યતા એ તેની અપ્રમાણતા હોય તે પ્રત્યક્ષ વગેરે બધાં અપ્રમાણ બની જાય; વળી, એકની એક વસ્તુ અનેક પ્રમાણેને વિષય બની શકે છે (=પ્રમાણુવિ ) એનું પ્રતિપાદન અમે અગાઉ કહ્યું છે. 260. મ િવ ૬ વાગ્યેષુ “ધી“જા વધાન “પ્રા છ યેવમઢિष्वन्वयव्यतिरेकाभ्यां हिताहितप्राप्तिपरिहारसाधनसामर्थ्यावगमेन प्रवृत्तिसिद्धेः विनियोगमात्रनिष्ठ एव विधिर्भवति । अप्रवृत्तप्रवर्तनात्मकनिरपेक्षनिजव्यापारवैधुर्यात् कार्यपरत्वानुपपत्तेः अनुवादमात्रं विधिवचनमिति कार्यार्थप्रामाण्यवादिनां सर्वमेव लौकिक वाक्यमप्रमाणं स्यात् । 261. ઉપરાંત, ‘અધ્યયન કર” “ગાયને બાંધ’ ‘ગામ જા' આદિ લૌકિક વાક્યોની બાબતમાં અન્વય-વ્યતિરેક દ્વારા હિતપ્રાપ્તિ અને અહિત પરિહાર સાધી આપવામાં તેમનું (અર્થાત અધ્યયનકરણ, ગોબંધન વગેરેનું) સામર્થ્ય છે એવા જ્ઞાનથી પ્રવૃત્તિ સિદ્ધ થાય છે, એટલે વિધિ વિનિયોગમાત્ર નિષ્ઠ છે. [હિતપ્રાપ્તિ કે અહિ પરિહાર એ સાધ્ય છે અને સામગમન આદિ ક્રિયાઓ એ તેનું સાધન છે એ પ્રકારના સાધ્યસાધનસંબંધરૂપ લક્ષણવાળા વિનિયોગ છે.] પ્રવૃત્તિ ન કરનારને પ્રવૃત્તિ કરવા પ્રેરવારૂપ સાક્ષાત વ્યાપાર વિધિમાં ન હોવાથી વિધિનું કાર્યોપદેશકત્વ ઘટતું ન હોઈ વિધિવાકય કેવળ અનુવાદ છે પરિણામે કાર્યાર્થમાં જ શબ્દનું પ્રામાણ્ય માનનારાના પક્ષમાં બધાં જ લૌકિક વાક્યો અપ્રમાણ બની જશે. [પ્રવર્તાનાભિધાન દ્વારા લિડૂ આહ્નિ ( વિધિનું તાત્પર્ય પ્રવૃત્તિમાં છે; પરંતુ તે પ્રવૃત્તિ તે બીજાથી અર્થાત્ સુખસાધન તાજ્ઞાનથી પહેલેથી પ્રાપ્ત થયેલી છે, એટલે લિ. આદિ વિધિ તેને અનુવાદ કરે છે. અપૂર્વ પ્રવૃત્તિનું વિધાન કરતી નથી. હજાર વાર ભલેને પુરુષ વિધિનું શ્રવણ કરે પરંતુ જો તેને અષ્ટસાધનતા અને અનિષ્ટનિવારકતાનું જ્ઞાન ન હોય તો તે પ્રવૃત્તિ ન કરે. તેથી વિધિ સાક્ષાત પ્રવર્તક નથી, પરંતુ પેલા જ્ઞાન દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy