________________
ન્યાયબિન્દુ જિજ્ઞાસુ પૂછે છેઃ ] “જે પરાધીન હોય તેને પ્રતિબંધ (=નિયત સંબંધ) જે પરાધીન ન હોય તે રી સાથે હેય. તો આપણે ચર્ચામાં સાધ્ય અને હેતુમાંથી કાણુ કેના પ્રત્યે પ્રતિબંધ ધરાવે છે ?” આના ઉત્તરરૂપે કહે છે:
અને તે પ્રતિબંધ સાધ્ય અથ વિષે લિંગને હોય છે. (૨૧)
1. स चेति । स च स्वभावप्रतिबन्धो लिङ्गस्य साध्येऽर्थे । लिङ्ग परायत्तत्वात्प्रतिबदम् । साभ्यस्त्वर्थे ऽपरायत्तत्वात् प्रतिबन्धविषयो न तु प्रतिबध्द इत्यर्थः ।
1. તે પ્રતિબંધ એટલે કે સ્વભાવ પ્રતિબંધ તે લિંગને સાધ્ય અર્થ પર હોય છે. લિંગ પરાધીન હોવાથી પ્રતિબદ્ધ હોય છે, જ્યારે સાધ્યભૂત પદાર્થ પરાધીન ન હોવાથી પ્રતિબંધને વિષય (=જેની સાથે અન્ય પદાર્થ નિયતરૂપે સંકળાયેલ હોય તેવો) હોય છે, પ્રતિબદ્ધ નહિ.
2. તત્રા કર્થ - તાવારપ્પાવડર તાતિવદ્ તત્ ! યત્ત પ્રતિષવિષયઃ तद् गम्यम् । यस्य च धर्मस्य यो नियतः स्वभावः स तत्प्रतिबद्धः, यथा प्रानानन्तरीयकत्वाख्योऽनित्यत्वे । यस्य तु स चान्यश्च स्वभावः स प्रतिबन्धविषयः, न तु प्रतिबद्धः । यथाऽनित्यत्वाख्यः प्रयत्नानन्तरीयकत्वाख्ये । निश्चयापेक्षो हि गम्यगमकभावः । प्रयत्नानन्तरीयकत्वमेव चानित्यस्वभावं निश्चितम् । अतस्तदेवानित्यत्वे प्रतिबद्धम् । तस्मान्नियतविषयः एव गम्यगमकभावो नान्यथेति ।।
2. [કાર્ય હેતુની બાબતમાં નહિ પણ સ્વભાવહેતુની બાબતમાં હેતુ અને સાધ્યનું તાદા મ્ય પરર૫ર હોવાથી તેમાંથી માત્ર એક જ પ્રતિબદ્ધ ગણી શકાય કે કેમ એ અંગે શંકા સેવનારને ધ્યાનમાં રાખી કહે છેઃ ] કહેવાને ભાવ આમ છેઃ [સ્વભા વહેતુ અને તેના સાધ્યનું પારસ્પરિક] તાદામ્ય સમાન હોવા છતાં તેમાંથી] જે પ્રતિબદ્ધ હશે તે ગમક ( હેતુ ગણાશે, જ્યારે જે પ્રતિબંધવિષય હશે તે ગમ્ય (=સાય) કરશે. જે ધર્મને જે નિયત સ્વભાવ હશે, તે ધર્મ તે [અન્ય ધર્મ] ની સાથે પ્રતિબદ્ધ ગણશે - જેમ કે પ્રયત્નસાયતા રૂપ ધર્મ અનિત્યત્વ સાથે પ્રતિબદ્ધ ઠરશે; કારણ કે પ્રયત્ન સાધ્યતારૂ૫ ધર્મને અનિત્યત્વ એ નિયત સ્વભાવ છે.] જ્યારે જે ધર્મને તે અથવા તેથી અન્ય સ્વભાવ પણ હોઈ શકે તે પ્રતિબંધને વિષય જ થશે, તે પ્રતિબદ્ધ તો નહિ જ ગણાય – જેમ કે અનિત્યસ્વરૂપ ધર્મ પ્રયત્નસાધ્યતાની અપેક્ષાએ પ્રિતિબંધવિષય છે, પણ પ્રતિબદ્ધ નથી; કારણ કે અનિત્ય વસ્તુ એ ઘટાદિની જેમ પ્રયત્નસાધ્ય પણ હોઈ શકે ને વિદ્યુત આદિની જેમ અપ્રયત્નસાધ્ય પણ હોઈ શકે.] આમ ગમ્યગમકભાવ એ [નિયત સંબંધના] નિશ્ચયને આધારે જ શક્ય બને છે; જેમ કે પ્રયત્યનસાધ્યતાને અનિત્યસ્વરૂપ સ્વભાવ નિશ્ચિત
છે તેથી તે જ અનિત્યત્વ સાથે પ્રતિબદ્ધ છે. આમ ગમ્યગમકભાવ નિયત સ્વરૂપને જ હોય છે, અનિયત સ્વરૂપને હેત નથી. (૨૧) कस्मात्पुनः स्वभावप्रतिबन्धो लिङ्गस्येत्याह
वस्तुतस्तादात्म्यात् तदुत्पत्तश्च ॥ २२ ॥ [શંકા : ] “લિંગને [સાધ્ય સાથે સ્વભાવ પ્રતિબંધ શા કારણે હેય છે ?” તે અને કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org