________________
પર
યાયાબિન્દુ
उदाहरणम् -
यथा वृक्षोऽयं शिशपात्वादिति ॥१६॥ ઉદાહરણું : જેમ કેઃ “આ વૃક્ષ છે; કારણ કે એમાં સીસમપણું છે. ” (૧૬) 1. યતિ | સતિ ધર્મી ! કૃ તિ સાધ્યા ઊિંડાપાવાહિત દેતુઃ |
1. ઉદાહરણમાંના “આ” એ શબ્દથી ધમી (=અનુમેય કે પક્ષ)ને ઉલ્લેખ થયો છે. વૃક્ષ” એ સાધ્ય છે. “સીસમપણું” તે હેતુ છે.
2. તામર્થઃ – વૃષ્યવહારોથs, શિષ્યવહારોથાવિતિ |
2. [ આ પ્રકારના અનુમાન પાછળ] ભાવ કંઈક આવો છે: [ અહીં વૃક્ષ અને સીસમ બંને તો પ્રત્યક્ષ હોઈ, અનુમાનથી પ્રતિપાદ્ય બાબત એ છે કે] આ વસ્તુ વૃક્ષ તરીકેના વ્યવહારને યોગ્ય છે; કારણ કે તે સીસમ તરીકેના વ્યવહારને યોગ્ય છે.
3. तत्र प्रचुरशिंशपे देशेऽविदितशिंशपाव्यवहारो जडो यदा केनचिदुच्चां शिंशपामुपादोच्यते 'अयं वृक्षः' इति तदासौ जाड्याच्छिशपाया उच्चत्वमपि वृक्षव्यवहारस्य निमित्तमवस्यति तदा यामेवानुद्यां पश्यति शिंशपां तामेवावृक्षमवस्यति । स मूढः शिंशपात्वमात्रनिमिचे वृक्षव्यवहारे प्रवर्त्यते । नोच्चत्वादि मिमित्तान्तरमिह वृक्षव्यवहारस्य, अपि तु शिंशपात्वमात्र નિમિત્ત – ક્ષિાપાતરાવારિસર્વ નિમિત્તનિયર્થઃ ||.
3. [ આવું અનુમાન કથારે કરવું પડે તે સમજીએઃ] સીસમનાં ઝાડ પુષ્કળ હોય એવું કઈક સ્થળ છે. ત્યાં સીસમનું ઝાડ નહિ ઓળખતો એવો કોઈ જડબુદ્ધિને માણસ આવ્યો છે. હવે કોઈક [ જાણકોર 3 વ્યક્તિ તેને સીસમનું એક ઊંચું ઝાડ બતાવીને કહે છે: “આ વૃક્ષ છે. ત્યારે બુદ્ધિની જડતાને કારણે તે જડ સીસમના ઊંચાપણુને પણ [તે વનસ્પતિને વૃક્ષ તરીકે ગણવાનું એક [આવશ્યક] નિમિત્ત માની બેસે છે. તેથી જે જે નીચાં સીસમ જુએ છે તે તે વૃક્ષ ન ગણાય એવું પણ એના મનમાં ભરાઈ ગયું છે. એ પ્રસંગે [ સૂત્રમાં આપેલા અનુમાનથી] તે મૂઢને સમજાવવામાં આવે છે કે જેમાં માત્ર સીસમપણું હોય તે દરેક વનસ્પતિ વૃક્ષ [– વર્ગની ] જ ગણુય; તેને વૃક્ષ ગણવા માટે ઊંચાપણું વગેરે અન્ય નિમિત્તો ગણતરીમાં ન લેવાય. એટલે કે તે વનસ્પતિમાંના સીસમપણને જ, અર્થાત તેમાં જે ડાળી વગેરે ધર્મો છે તેને જ [વક્ષવ્યવહારોગ્યત્વનું] નિમિત્ત ગણવું. (૧૬) कार्यमुदाहर्तुमाह -
कार्य यथा वह्निरत्र धूमादिति ॥१७॥ કાર્ય[–રૂપ હેતુ ]નું ઉદાહરણ આપતાં કહે છે?
કાયા –હેતુ ] આ પ્રકારને હાયઃ અહીં અગ્નિ છે; કારણ કે ઘુમાડો છે. (૧૭)
1. વરિત સામ્ અતિ ઘf I ધૂમતિ હેતુઃ |
1. અહીં “અગ્નિ” તે સાધ્ય છે. “અહીં ' એ શબ્દ દ્વારા ધમીને ઉલ્લેખ છે. ધુમાડા[નું અસ્તિત્વ એ હેતુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org