SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયબિન્દુ લક્ષાય છે (= શક્ય બને છે). “પ્રાપ્ત ” એટલે જનક [ સામગ્રી માંનું એક હોઈ જનક સામગ્રીમાં સમાવેશ પામેલું. આમ ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત એટલે [ ઉપલબ્ધિનાં કારણે માંનું એક : સહેલી ભાષામાં કહીએ તોઃ ] દૃશ્ય (= જોઈ યા અનુભવી શકાય તેવું). તેવા દશ્ય [ ઘટરૂપી ] પદાર્થની અનુપલબ્ધિ એ અહીં અનુમાનને હેતુ છે. 4. अथ यो यत्र नास्ति स कथं तत्र दृश्यः। दृश्यत्वसमारोपादसन्नपि दृश्य उच्यते । यश्चैवं संभाव्यते 'यद्यसावत्र भवेद् दृश्य एव भवेत्' इति । स तत्राविद्यमानोऽपि दृश्यः समारोप्यः । कञ्चैवं संभाव्यः। यस्य समग्राणि स्वालम्बनदर्शनकारणानि भवन्ति । 4. કોઈને પ્રશ્ન થાય ] “જેનું અમુક સ્થળે અસ્તિત્વ જ ન હોય તે પદાર્થ ત્યાં દશ્ય કઈ રીતે કહેવાય ?” [ અને ઉત્તર એ કેઃ ] દશ્યત્વ ધર્મને કલ્પનાથી આરોપ કર્યો હોવાથી [માત્ર શક્યતાની દષ્ટિએ જ] તે પદાર્થને “દશ્ય' કહેવામાં આવે છે. [ કદાચ શંકાકાર ફરી પૂછશેઃ “જે તે રીતે આરોપથી જ ત્યા ઘટ–પદાર્થને દૃશ્ય માનવામાં આવે તો પછી આરોપથી ચક્ષુ સિવાયની અન્ય ઈન્દ્રિયથી ગ્રાહ્ય એવા સ્વર, ગંધ આદિ. પદાર્થને પણ દશ્ય માની શકાય, ને તે રીતે અનિષ્ટ પ્રસંગ ઊભું થાય.” આના ઉત્તરરૂપે ઉમેરીએ કે ] તે [ ઘટાદિ] પદાર્થ અંગે આ પ્રમાણે [ શકયતાની મર્યાદાને અનુસરતી એવી ] સંભાવના કરાય છે -- જે તે અહીં હોય તે દૃશ્ય જ હોઈ શકે. [ આ સંભાવનાને આધારે જ] તે ત્યાં હાજર નથી, છતાં દશ્ય કલ્પાય છે. [જ્યારે સ્વર, ગંધ આદિ અન્દ્રિયગ્રાહ્ય પદાર્થો માટે એવી સંભાવના શક્ય ન હોઈ, એમનું દૃશ્યત્વ પણ ક૯પી ન શકાય. ] [ જો ઉપર કહ્યું તેમ શક્યતાની મર્યાદામાં જ કલ્પના કરવાની હોય તે આપણે નક્કી કરવું જોઈએ કે: ] આવી [દશ્યત્વની ] ક૯પના શેને માટે થઈ શકે ? [ આને જવાબ: ] જે વિષયને પિતાને આલંબન બનાવીને કરવાના દર્શન માટે [ એ વિષયની પિતાની હાજરી સિવાયનાં . બાકીનાં] બધા કારણે હાજર હેાય [તે વિષયને જ દશ્ય કપી શકાય]. 5. कदा च तानि समग्रागि गम्यन्ते । यदैकज्ञानसंसर्गिवस्त्वन्तरोपलम्भः । एकेन्द्रियज्ञानग्राह्य लोचनादिप्रणिधानाभिमुखं वस्तुयमन्योन्यापेक्षं एकज्ञानसंसर्गि कथ्यते । तयोहि सतोनै कनियता भवति प्रतिपत्तिः । योग्यताया दूयोरप्यविशिष्टत्वात् । तस्मा देकज्ञानसंसर्गिणि दृश्यमाने सत्येकस्मिन्नितरत् समग्रदर्शनसामग्रीकं यदि भवेद् दृश्यमेव भवेदिति संभावितं दृश्यत्वमारोप्यते ।. तस्यानुपलम्भो दृश्यानुपलम्भः । અનુપલબ્લિનિશ્ચય માટે એકજ્ઞાનસંસગી પદાર્થાતરના જ્ઞાનની આવ- - શ્યકતાઃ 5. [ હવે આગળ પ્રશ્ન થાયઃ ] “તે બાકીનાં ] બધાં જ કારણે હાજર છે એવું ક્યારે સમજાય ?” [ આને ઉત્તર ઃ ] જ્યારે, [ તે ઘટ ઉપરાંત સમીપના અન્ય ચક્ષગ્રંહ્ય વિષયો એ સર્વને સામુદાયિક રીતે ગ્રહણ કરી શકે તેવા ] એ જ્ઞાન સાથે સંસર્ગવાળા અન્ય પદાર્થનું જ્ઞાન થાય ત્યારે. [ અહીં એ સ્પષ્ટતા કરીએ કે ] જે બે પદાર્થો સમાન, ઈન્દ્રિયથી ગ્રાહ્ય હેય, વળી લેચન યા અન્ય ઈન્દ્રિયની [ એક સાથે સધાતી] એકાગ્રતા [ના વિષય થઈ શકે તેવી રીતે તે ઈન્દ્રિયની ] અભિમુખ હોય અને [ જ્ઞાન વિષય બનવામાં ] એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy