________________
દ્વિતીય પરિષદ સ્વાર્થનુમાન તૃતીય રૂ૫ના હેત્વાભાસ :
4. અસપક્ષ( =જેમાં સાધ્યધર્મ ન હોય તેવા ધમી)નું લક્ષણ | આઠમા તથા નવમા સૂત્રમાં કહેવામાં આવશે. “ અપક્ષમાં નિશ્ચિત થયેલે અસ્તિત્વનો અભાવ જ’ – આ [લિંગનું ] તૃતીય લક્ષણ છે. હવે, તેમાં “અસ્તિત્વનો અભાવ એ શબ્દ વડે વિરુદ્ધ હેત્વાભાસનું નિવારણ થાય છે, કારણ કે વિરુદ્ધ હેતુ વિપક્ષ(=અપક્ષ)માં હેાય છે. “જ”કારથી વિપક્ષના એક ભાગમાં રહે તેવા સાધારણ [ અનાતિક] હેવાભાસનું નિવારણ થાય છે; ઉદાહરણાર્થ: શબ્દ પ્રયત્નસાધ્ય છે; કારણ કે તે અનિત્ય છે ” એવા અનુમાનમાં જેલ અનિત્યસ્વરૂપ હેતુ, [ જેમાં પ્રયત્નસાધ્યારૂપ સાધ્ય નથી તેવા,] વિપક્ષના એક પ્રદેશરૂપ વિદ્યુત આદિમાં અસ્તિત્વ ધરાવે છે અને અન્ય આકાશાદિ વિપક્ષમાં નથી; [ માટે તે સાધારણ અગ્નિકાન્તિક હેત્વાભાસરૂપ છે.] આમ | ‘જકારથી અપક્ષમાં હેતુના અસત્વને ] નિયમ (= અવસ્થંભાવ) [ સૂચવવા ] વડે આ હેત્વાભાસનું નિવારણ કરાય છે. હવે આ “જ'કાર જે | ‘અસપક્ષમાં જ અસ્તિત્વને અભાવ” એ રીતે ] પૂવે હેત તો આવો અર્થ ફલિત થાત -- માત્ર વિપક્ષમાં જ જે ને હાય, [એટલે કે બધા સપક્ષમાં તે અવશ્ય હાય જ] તે હેતુ ગણાય. [ પણ આ વાત બરોબર નથી.] ઉદાહરણાર્થ: [ શબ્દને અનિત્ય સિદ્ધ કરનારા સહેતુરૂપ ] પ્રયતન સાધ્યત્વ કંઈ સપક્ષના ય બધા દાખલામાં હેતું નથી, [ જેમ કે વિદ્યુતમાં.] ને તો પછી તે [ હેત્વાભાસરૂ૫ ઠરત; ] હેતુરૂપ નહિ. માટે “જ'કાર પૂવે ન મૂક્યો. “નિશ્ચિત થયેલું ' એ શબ્દ વડે સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિવાળા અને કાતિક હેત્વાભાસ નિવારાય છે.
5. ननु च सपक्षे एव सत्त्वमित्युक्ते विपक्षेऽसत्त्वमेवेति गम्यत एव । तत्किमर्थं पुनरुभयोसमादानं कृतम् ? उच्यते । अन्वयो व्यतिरेको वा नियमवानेव प्रयोक्तव्यो नान्यथेति दर्शयितुं द्वयोरप्युपादानं कृतम् । अनियते हि द्वयोरपि प्रयोगेऽयमर्थः स्यात् - सपक्षे योऽस्ति दिपक्षे च यो नास्ति स हेतुरिति । तथा च तत त श्यामः, तत्पुरत्वात्, दृश्यमानपुत्रवत्' इति तत्पुत्रत्वं હેતુ સ્થાન ! દ્વિતીય-તૃતીય રૂપની એકરૂપતા :
5. [ અહીં એક પ્રશ્ન થાય છે: ] “લિંગનું સપક્ષમાં જ હેવાપણું” એમ કહેવામાં જ તેનું વિપક્ષમાં ન હોવાપણું જ ” એવો અર્થ સમજાઈ જાય છે, તો પછી આ બને ય રૂ૫ [ ભિન્ન ] કેમ ગણાવ્યાં છે? આને ઉત્તર આવો છેઃ અન્વય કે વ્યતિરેક નિરપવાદરૂપને નક્કી થયે હોય તો જ તે રજૂ કરવો જોઈએ, જે એમાં કયાં ય અપવાદ સંભવે એમ હોય તે તેને પ્રયોગ ન કરવો – એમ બતાવવા માટે જ આ બંને રૂપને ઉલેખ્ય છે. જે બંનેના પ્રયોગોમાં અનિયતપણું (=અપવાદ) ચલાવી શકાતું હેત તો [ બંને રૂપનો ભેગ] અર્થ આમ ફલિત થાત ? જે સપક્ષમાં હોય અને વિપક્ષમાં ન હોય તે હેતુ. જે આવું લક્ષણ હોય તો :
તે [ જન્મનારે ] છોકરે શ્યામ રંગને હશે; કારણ કે તે તેણુને પુત્ર હશે, તેના નજરે ચઢતા હાલના પુત્રની જેમ. – એવા અનુમાનમાં “તેણીના પુત્ર તરીકે હોવાપણું” એ પણ સહેતુ ગણાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org