________________
પ્રથમ પરિછેદ પ્રત્યક્ષ
૨૭
7. તો આમ પ્રત્યક્ષ જ્ઞાન અધ્યવસાય ઉત્પન્ન કરનારું નીવડે ત્યારે જ પ્રમાણરૂપ બને છે. અધ્યવસાય ન થાય ત્યાં સુધી વિજ્ઞાન નીલબોધરૂપ હોવાનું નકકી થતું નથી. એ રીતે અર્થ પ્રતીતિરૂપ પ્રમાણફળ જ નીપજતું નથી. અને એ સ્થિતિમાં એ જ્ઞાન, [સાધતમ્ | ” – “સાધતમ તે કરણુ” – એ પ્રસિદ્ધ પાણિનીય વ્યાખ્યા મુજબ, અર્થ પ્રતીતિરૂપ કાર્યનું “સાધકતમ” (= અવશ્ય સિદ્ધિ કરનારું નિમિત્ત) ન હોવાને લીધે પ્રમાણે જ બની શકતું નથી.
8. जनितेन त्वध्यवसायेन सारूप्यवशान्नीलबोधरूपे ज्ञाने व्यवस्थाप्यमाने सारूप्यं व्यवस्थापनहेतुत्वात् प्रमाणं सिद्धं भवति ।
8. એથી ઊલટું, પ્રત્યક્ષ જ્ઞાન બાદ ઉત્પન્ન થયેલા અધ્યવસાય દ્વારા જ્ઞાન, પિતાના વિષય સાથેના] સારૂધ્યને કારણે, નીલવર્ણના બેધરૂપે નિશ્ચિત થાય તે સ્થિતિમાં સારૂપ્ય એ તે જ્ઞાનના આકારને નિશ્ચય કરનારું પરિબળ હાઈ (એટલે કે જ્ઞાનાકારનું વ્યવસ્થાપન કરવારૂપી કાર્યનું સાધતમ હાઈ), “પ્રમાણ હોવાનું સિદ્ધ થાય છે
9. यद्येवमध्यवसायसहितमेव प्रत्यक्ष प्रमाणं स्यान्न केवलमिति चेत् । नैतदेवम् । यस्मात् प्रत्यक्षबलोत्पन्नेनाध्यवसायेन दृश्यत्वेनार्थोऽवसीयते नोत्प्रेक्षितत्वेन । दर्शनञ्चार्थसाक्षात्करणाख्यं प्रत्यक्षव्यापारः । उत्प्रेक्षणं तु विकल्पव्यापारः । तथा हि, परोक्षमर्थ विकल्पयन्तः 'उत्प्रेक्षामहे न तु पश्यामः' इत्युत्प्रेक्षात्मकं विकल्पव्यापारमनुभवादध्यवस्यन्ति ।
9. [આની સામે કદાચ આવી રજૂઆત કઈ શંકાકાર કરે :] “જે આમ [પ્રત્યક્ષજ્ઞાનને વ્યવસ્થાપન માટે અધ્યવસાય આવશ્યક જ] હેાય તે પછી અધ્યવસાય સહિતનું પ્રત્યક્ષ જ પ્રમાણુ ઠરે, તેના વગરનું નહિ.” [આ અંગે અમારું કહેવાનું આમ છે. આ વાત બરોબર નથી એટલે કે અમારે મતે અધ્યવસાય વગરનું પ્રત્યક્ષ જ પ્રમાણ છે.] આમ કહેવાનું કારણ એ છે કે પ્રત્યક્ષના પ્રભાવથી ઉત્પન્ન થયેલું અધ્યવસાય “વિષય સાક્ષાત અનુભવ્યો” એ નિર્ણય કરે છે અને નહિ કે “વિષયનું ઉલ્ટેક્ષણ કર્યું' એવો નિર્ણય. હવે દર્શન એટલે કે વિષયસાક્ષાત્કાર તે પ્રત્યક્ષને વ્યાપાર છે, જ્યારે પ્રેક્ષણ (કલ્પના) તે વિકલ્પ(=અધ્યવસાય)ને વ્યાપાર છે. તેથી પ્રત્યક્ષજ્ઞાનને સામે પક્ષે વિકલ્પજ્ઞાનને વિચાર કરીએ તો જણાશે કે કેઈ પરોક્ષ અર્થ વિષે [અનુમાનરૂ૫] વિકલ્પ કરનાર વ્યક્તિ, અનુભવના આકાર)ને આધારે, “મેં વિષયની ઉપેક્ષા (=ક૯૫ના) કરી એવી તારવણી કરે છે અને નહિ કે મેં વિષયને અનુભવ્યો’ એવી તારવણી. [તેથી તે પ્રસંગે સાક્ષાત્કારરૂપ પ્રત્યક્ષ નહિ, પણ વિકલ્પરૂપ અનુમાન પ્રમાણુ બને છે.]
10. तस्मात् स्वव्यापार तिरस्कृत्य प्रत्यक्षव्यापारमादर्शयत यत्रार्थे प्रत्यक्षपूर्वकोऽध्यवसत्यस्तत्र प्रत्यक्षं केवलमेव प्रमाणमिति ॥
10. આમ કોઈ પદાર્થનું પ્રત્યક્ષ જ્ઞાન થયા બાદ ઉતપન્ન થતો અધ્યવસાય પિતાના [વિકલ્પરૂપ] વ્યાપારને ન ઉપસાવતાં તે પ્રત્યક્ષતાનમાં થતા (દર્શનરૂ૫) વ્યાપારને જ ઉપસાવે છે; તેથી તે પદાર્થ માટેનું પ્રમાણ તે કેવલ પ્રત્યક્ષ છે, [અધ્યવસાયહિતનું પ્રત્યક્ષ નહિ.] (૨૧)
આચાર્ય ધર્મોત્તરરચત ન્યાયબિટીકામાં
પ્રથમ પ્રત્યક્ષ-પરો સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org