________________
પ્રથમ પરિચ્છેદ: પ્રત્યક્ષ
तदशादर्थप्रतीतिसिद्धेरिति ॥२१॥
શિકાકાર પૂછે છે : “આ તમે કહેલું] સાદસ્ય તે જ્ઞાનપી વેગળું હોતું નથી; [અને વળી અર્થપ્રતીતિરૂપત્વ એ પ્રમાણુફળ પણ જ્ઞાનથી વેગળું નથી રહેતું.] આ રીતે તો એક જ જ્ઞાન પ્રમાણ પણ કહેવાશે તે પ્રમાણફળ પણ કહેવાશે. [હવે, ખરેખર તો પ્રમાણ એ સાધન છે અને પ્રમાણુફળ તે સાધ્ય છે; અને એક જ વસ્તુ સાધ્ય પણ હોય ને સાધન પણ હોય તે કંઈ બંધ બેસે એવી વાત નથી. તો પછી ઉપર કહ્યું તે જ્ઞાનમાં રહેલું પદાર્થ સાથેનું સારૂપ્ય તે પ્રમાણ કઈ રીતે કહી શકાય ? [પ્રમાણ તો જ્ઞાનથી જુદું જ હોવું ઘટે.]” આના અનુસંધાનમાં કહે છે : કારણ કે તેને વશ થઈને અર્થની પ્રતીતિની સિદ્ધિ થતી હોય છે. (૨૧)
(પ્રત્યક્ષપરિચ્છેદનાં સૂત્રો સમાપ્ત) 1. તત્રતા તિિત સાધ્યમ, તસ્ય વરાત સાક્યામતા અર્થચ પ્રતીતિરવેશ: તસ્થા: સિદ્ધિઃ | તતિલઃ wrIT |
1. તેને વશ થઈને એટલે તે સારૂણ્યના સામર્થ્યને કારણે અર્થની પ્રતીતિ એટલે પદાર્થનું આકલન. તે પ્રતીતિની સિદ્ધિરૂપી કારણથી [સારૂપ્યને પ્રમાણુ કહી શકાય].
2. अर्थस्य प्रतीतिरूपं प्रत्यक्षं विज्ञानं सारूप्यवशासिद्ध्यति प्रतीतं भवतीत्यर्थः । नीलनिर्भासं हि विज्ञानं यतः, तस्मान्नीलस्य प्रतीतिरवतीयते । येभ्यो हि चक्षुरादिभ्यो विज्ञानमुत्पद्यते न तद्वशात् तज्ज्ञानं नीलस्य संवेदनं शक्यतेऽवस्थापयितुम् । नीलसदृशं त्वनुभूयमानं नीलस्य संवे. दनमवस्थाप्यते ।
2. અર્થની પ્રતીતિરૂપ પ્રત્યક્ષ વિજ્ઞાન તેના અર્થ સાથેના સારૂપ્યને કારણે જ સિદ્ધ થાય છે, એટલે કે પ્રિતીતિરૂપે સિદ્ધ થાય છે કિંવા] પ્રતીત થાય છે; જેમ કે અમુક જ્ઞાન નીલવણના આકારવાળું હોય છે તેથી જ એ નીલવર્ણની પ્રતીતિરૂપ છે એમ નક્કી થાય છે; જે ચક્ષુ વગેરે [અન્ય કારણ]થી વિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને અનુસરીને કંઈ “તે નીલવર્ણનું જ્ઞાન છે' એમ નક્કી કરી શકાતું નથી. પણ તે “નીલવર્ણના જેવું છે' એમ અનુભવાય છે તેથી તે નીલવર્ણનું જ્ઞાન છે એમ નક્કી થઈ શકે છે.
3. न चात्र जन्यजनकभावनिबन्धनः साध्यसाधनभावः, येनैकस्मिन्वस्तुनि विरोधः स्यात। अपि तु ब्यवस्थाप्यव्यवस्थापनभावेन । तत एकस्य वस्तुनः किञ्चिद्रूपं प्रमाण किंचित्प्रमाणफले न विरुध्यते । व्यवस्थापनहेतुर्हि सारूप्यं तस्य ज्ञानस्य । व्यवस्थाप्यं च नीलसंवेदनरूपम् । પ્રમાણ અને પ્રમિતિ વચ્ચેના સંબંધનું સાચું સ્વરૂપ :
3. હવે અહીં [ પ્રમાણ અને પ્રમાણફળ વચ્ચે] જે સાધ્ય સાધનભાવ માને છે તેના મૂળમાં એ બે વચ્ચે જન્મ-જનકભાવ છે એમ સમજવાનું નથી એમ હોત તો, અલબત્ત, એક જ પદાર્થને સાધ્ય અને સાધન બંને માનવામાં વિરોધ ઊભો થાત; પણ એમ નથી. અહીં તો બંને વચ્ચે વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપન(=વ્યવસ્થાપક)ભાવને આધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org