________________
પ્રથમ પરિછેદ : પ્રત્યક્ષ “સ્વલક્ષણ જ પરમાર્થ સત કેમ ?” એવા પ્રશ્નના ઉત્તરરૂપે કહે છે ?
કારણ કે વસ્તુ અર્થઝિયાસામર્થ્યલક્ષણ હોય છે. (૧૫)
1. अर्थ्यत इत्यर्थः । हेय उपादेयश्च । हेयो हि हातुमिष्यते, उपादेयश्चोपादातुम् । अर्थस्य प्रयोजनस्य क्रिया निष्पत्तिः । तस्यां सामर्थ्य शक्तिः । तदेव 'लक्षणं' रूपं यस्य वस्तुनः तदर्थक्रियासामर्थ्यलक्षणम् । तस्य भावः, तस्मात् । वस्तुशब्दः परमार्थपर्यायः ।
1. [અર્થ શબ્દ સંસ્કૃત મર્થ – ઈચ્છવું એ ધાતુમાંથી નિષ્પન્ન થયા છે; એટલે] જે ઈરછાય તે અર્થ'. એ હેય અને ઉપાદેય [એમ દ્વિવિધ હેાય છે; હેયને ત્યજવો એ ઈષ્ટ હોય છે તો ઉપાદેયને સ્વીકારો એ ઈષ્ટ. આમ એ બંને કંઈ ને કંઈ ઈછાના વિષય હાઈ “અથ' છે.] આમ [એકંદરે] “અર્થ' એટલે [હાન કે ઉપાદાનરૂપી “પ્રયોજન અને ક્રિયા' એટલે નિષ્પત્તિ (=પાર પાડવું તે). તેથી “અર્થઝિયા' એટલે પ્રયોજનની નિષ્પત્તિ. અને પ્રજનની નિષ્પત્તિનું સામર્થ્ય તે “અર્થ ક્રિયા સામર્થ્ય' કહેવાય. અર્થ કિયાસામર્થ એ જ જેનું લક્ષણ એટલે કે સ્વરૂપ હેય તે વસ્તુને “અર્થ ક્રિયા સામર્થ્ય લક્ષણ' કહેવાય, સૂત્રમાં “વસ્તુ' શબ્દ તે [આગલા સૂત્રમાં વાપરેલા “પરમાર્થ' શબ્દનો પર્યાય છે.
2. तदयमर्थः - यस्मादर्थक्रियासमर्थ परमार्थसदुच्यते, संनिधानासंनिधानाभ्यां च ज्ञानप्रतिभासस्य भेदकोऽर्थोऽर्थक्रियासमर्थः, तस्मात् स एव परमार्थसन् । तत एव हि प्रत्यक्षविषयादर्थक्रिया प्राप्यते, न विकल्पविषयात् ।
2. એટલે સૂત્રને એકંદર ભાવ આમ થયોઃ જે અર્થ ક્રિયાસમર્થ હોય તે “પરમાર્થસત' કહેવાય છે; ને [તે પરમાર્થ સત “સ્વલક્ષણરૂપ હોઈ અગાઉના તેરમા સૂત્ર મુજબ અર્થ ક્રિયાસમર્થ એટલે પિતાના સાનિધ્ય કે અસાનિધ્યથી જ્ઞાનાકારમાં ભિન્નતા લાવનાર વસ્તુ. તેથી તે જ પરમાર્થ સત્ સિદ્ધ થાય છે. આમ પ્રિત્યક્ષને વિષય સ્વલક્ષણ કિંવા પરમાર્થસત્ હોવાથી અને પરમાર્થ સત્ તે અર્થ ક્રિયાસમર્થ હોવાથી પ્રત્યક્ષના વિષયથી જ અર્થ ક્રિયા સધાય છે, અનુમાનરૂ૫] વિકલ્પજ્ઞાનના [સામાન્યલક્ષણ] વિષયથી નહિ.
3. अत एव यद्यपि विकल्पविषयो दृश्य इवावसीयते तथापि न स दृश्य एव, ततोऽर्थक्रियाया अभावात् दृश्याच्च भावात् । अतस्तदेव स्वलक्षणं, न विकल्पविषयः ।।
3. આથી જ અહીં એ વાત પણ ધ્યાનમાં લેવી યોગ્ય ગણાશે કે] ભલે [અનુમાનરૂપ વિકલ્પનો વિષય દશ્ય (=અનુભવવિષય) જે હોવાનું પ્રતીત થતું હોય પણ તે વસ્તુતઃ દશ્ય હેત નથી; કારણ કે તે [સામાન્યરૂપ વિષય] વડે પ્રજનસિદ્ધિ થતી નથી. તે સિદ્ધિ તે પ્રત્યક્ષગોચર વિષયથી જ થતી હોય છે. માટે દૃશ્ય [અને તેથી પરમાર્થ સત્ ] તે સ્વલક્ષણને જ કહેવાશે, [અનુમાનરૂપ વિકલ્પજ્ઞાનના વિષયને નહિ. (૧૫)
अन्यत् सामान्यलक्षणम् ॥१६॥
અન્ય [જ્ઞાનવિષય) તે સામાન્યલક્ષણ, (૧૬) ___ 1. अन्यदित्यादि । एतस्मात्स्वलक्षणाद्यद् 'अन्यत्', स्वलक्षण यो न भवति ज्ञानविषयः तत् सामान्यलक्षणम् । For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International