________________
પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ
૧૧
નાથી રહિત એવું જે જ્ઞાન અબ્રાન્ત હોય તે પ્રત્યક્ષ' એમ કહ્યું છે. આમ ઉક્ત બંને લક્ષણે પરસ્પરના સહકારથી પ્રત્યક્ષને પિતાને વિષય બનાવે છે એમ બતાવ્યું છે.
2. तिमिरमणोविप्लवः । इन्द्रियगतमिदं विभ्रमकारणम् । आशुभ्रमणमलातादेः । मन्दं हि भ्राम्यमाणेऽलातादौ न चक्रभ्रान्तिरुत्पद्यते । तदर्थमाशुग्रहणेन विशेष्यते भ्रमणम् । एतच्च विषयगतं विभ्रमकारणम् । नावा गमनं नोयानम् । गच्छन्त्यां नावि स्थितस्य गच्छवृक्षादिभ्रातिरुत्पद्यत इति यानग्रहणम् । एतच्च बाह्याश्रयस्थितं विभ्रमकारणम् । संक्षोभी वातपित्तश्लष्मणाम् । वातादिषु हि क्षोभं गतेषु ज्वलितस्तम्भादिभ्रान्तिरुत्पद्यते । एतच्चाध्यात्मगतं विभ्रम#ારમ્
2. સૂત્રમાં “તિમિર' શબ્દથી આંખને એક રોગ ઉલેખ્યો છે. તે ઈન્દ્રિયમાં [સાક્ષાત રીતે] આશ્રય પામેલું ભ્રમનું કારણ છે. ‘ઝડપી ભ્રમણ' તે સળગતા અંગારા વગેરેનું ભ્રમણને અહીં “ઝડપી” એટલા માટે કહ્યું કે અંગારા વગેરેને ધીમેથી ભમાવવામાં આવે તો ચક્રની ભ્રાન્તિ થતી નથી. આ થયું વિષયમાં રહેલું ભ્રમનું કારણ. “નૌકાવિહાર' એટલે નૌકા દ્વારા વિહાર, નૌકા જ્યારે ચાલતી હોય ત્યારે ચાલતા વૃક્ષ વગેરેની બ્રાન્તિ થાય છે, એટલે “વિહાર” શબ્દ સૂત્રમાં વાપર્યો છે. આ જ્ઞાતાને બાહ્ય આશ્રય (=જ્ઞાતાના શરીરના આશ્રય)માં રહેલું વિભ્રમનું કારણ છે. “સંભ” તે વાત, પિત્ત ને કફને; (એટલે કે તેમનું સમદશામાંથી વિષમ દશામાં પરિણુત થવું.) વાત આદિ ક્ષોભ પામે છે ત્યારે સળગતા થાંભલા વગેરેને ભ્રમ થાય છે. હવે આ જ્ઞાતાના બ્રમનું ‘અધ્યાત્મગત (શરીર, મન આદિમાં રહેનારું - આંતરિક) કારણ છે.
3. सर्वैरेव च विभ्रमकारणैरिन्द्रियविषयबाह्याध्यात्मिकाश्रयगतैरिन्द्रियमेव विकर्तव्यम् । अविकृते इन्द्रिये इन्द्रियभ्रान्त्ययोगात् ।
3. [ઉપર ઉદાહરણથી બતાવેલાં ભ્રમનાં વિવિધ કારણે અંગે ઊંડાણથી વિચારીએ તો જણાશે કે] ઈન્દ્રિય, વિષય, જ્ઞાતાના બાહ્ય આશ્રય કે જ્ઞાતાના આધ્યાત્મિક આશ્રયમાં રહેલાં વિભ્રમકારણોથી છેવટે તો ઇન્દ્રિયમાં જ વિકાર પેદા થવાને; કારણ કે ઈન્દ્રિય વિકૃત ન થાય ત્યાં સુધી ઈન્દ્રિયથી થતી ભ્રાંતિ સંભવે નહિ.
4. एते संक्षोभपर्यन्ता आदयो येषां ते तथोक्ताः । आदिग्रहणेन काचकामलादय इन्द्रियस्था गृह्यन्ते । आशुनयनानयनादयो विषयस्थाः। आशुनयनानयने हि कार्यमाणेऽलातेऽग्निवर्णदण्डाभासा भ्रान्तिर्भवति । हस्तियानादयो बाह्याश्रयस्थाः, गाढमर्मप्रहारादय आध्यात्मिकाश्रयस्था विभ्रमहेतवो गृह्यन्ते ।
4. આ સંક્ષોભ સુધી ગણાવાયેલાં કારણે ઉપરાંત આદિ શબ્દના ઉપયોગથી અન્ય કારણેમાં કાચ” [નામને આંખને રોગ], કમળ વગેરે ઈન્દ્રિયગત કારણો સૂચવાય છે, પદાર્થને જલદીથી પાસે–દૂર લઈ જવા જેવાં વિષયગત કારણે સૂચવાય છે – અંગારાને જલદી પાસે–દૂર લઈ જઈએ ત્યારે અગ્નિ જેવા વર્ષના દંડના આભાસરૂપ બ્રાતિ પેદા થાય છે. હાથીની સવારી જેવાં બાહ્ય આશ્રય સંબંધી કારણે તથા મર્મ પર સખત પ્રહાર વગેરે આયાત્મિક આશ્રયને લગતાં ભ્રમકારણે પણ સૂચવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org