________________
પ્રથમ પરિચ્છેદ: પ્રત્યક્ષ
તે પદાર્થ–નિરપેક્ષ જ કરે. અને એમ પદાર્થ અંગે નિરપેક્ષ હોવાથી તે પ્રતિભાસનું નિયમન કરનારા કારણમાંથી ઉત્પન્ન થતું ન ગણાય; એટલે અનિયત પ્રતિભાસવાળું હોય છે. અને તેવું જ્ઞાન અભિલાપ સાથે સંસર્ગ પામવાને યોગ્ય ગણાય.
6. इन्द्रियविज्ञानं तु संनिहितार्थमात्रग्राहित्वादर्थसापेक्षम् । अर्थस्य च प्रतिभासनियमहेतुत्वान्नियतप्रतिभासम् । ततो नाभिलापसंसर्गयोग्यम् ।
6. જ્યારે બીજી બાજુ ઈન્દ્રિયજન્ય જ્ઞાન માત્ર ઉપસ્થિત પદાર્થનું જ ગ્રહણ કરતું હાઈ પદાર્થ સાપેક્ષ હોય છે. અને એ પદાર્થ તે જ્ઞાનમાં થતા પ્રતિભાસના નિયમનને હેતુ હેવાથી તે જ્ઞાન નિયત પ્રતિભાસવાળું હોય છે. તેથી અભિલાપ સાથે સંસર્ગ પામવાની યોગ્યતાવાળું હોતું નથી.
7. अत एव स्वलक्षणस्यापि वाच्यवाचकभावमभ्युगम्यैतदविकल्पकत्वमुच्यते । यद्यपि हिं स्वलक्षणमेव वाच्यं वाचकं च भवेत् , तथाप्यभिलापसंसृष्टार्थ विज्ञानं सविकल्पकम् । न चेन्द्रियविज्ञानमर्थेन नियमितप्रतिभासत्वाद् अभिलापसंसर्गयोग्यप्रतिभासं भवतीति निर्विकल्पकम् । શ્રોત્રજ્ઞાનસમેત સર્વ ઈન્દ્રિયવિજ્ઞાન અને યાગિજ્ઞાન - એ પ્રત્યક્ષ પ્રકારની નિવિકલ્પકતા પણ શક્ય :
7. આથી જ, ભલે તે તે વ્યવહાર પ્રસંગે રૂપ, રસ, વનિલક્ષણ શબ્દ આદિરૂ૫] સ્વલક્ષણનું વાચ્યપણું અને [ભાષાના શબ્દો વગેરેરૂપ અન્ય સ્વલક્ષણનું વાચકપણું સ્વીકારી લઈએ, તો યે તેિમનું સ્વલક્ષણ તરીકે જ ગ્રહણ કરતા ઇન્દ્રિયજ્ઞાનનું તો આ અવિકલ્પકપણું (એટલે કે આ સૂત્રમાં કહેલ અભિલાપસંસર્ગ અશકય હોવાની દશા) જ કહેવાશે. અર્થાત ] સ્વલક્ષણ ભલે [વિશિષ્ટ સંદર્ભમાં વાચ્ય કે વાચકનો ભાગ ભજવે, છતાં પણ તિનું સ્વલક્ષણ તરીકે ગ્રહણ કરતું જ્ઞાન તો નિર્વિક૯પક જ રહેશે; કારણ કે] કઈ પણ જ્ઞાન અભિલાપને સંસર્ગ પામેલા [અથવા પામવા યોગ્ય] પદાર્થનું ગ્રહણ કરે ત્યારે જ સવિકટપક ઠરે છે, [અને જયારે તેવા સંસર્ગ કે તેની શક્યતા. વગરનું હેય ત્યારે તો નિર્વિકલ્પક જ ગણાય છે.] કિઈ પણ ઈન્દ્રિયવિજ્ઞાન પદાર્થથી નિયમન પામેલા. પ્રતિભાસવાળું હોઈ અભિલાપને સંસર્ગ પામી શકે તેવા પ્રતિભાસવાળું ન હોઈ શકે; તેથી તે નિર્વિકલ્પ જ હોય, [પછી ભલે અન્ય સંદર્ભમાં તે વાગ્યુ કે વાચકરૂપે ગ્રહણ પામે ને સવિક૯પ કહેવાય.]
8. श्रोत्रविज्ञान तर्हि शब्दस्वलक्षणग्राहि, शब्दस्वलक्षणं च किंचिद्वाच्यं किंचिद्वाचकमित्यभिलापसंसर्गयोग्यप्रतिभासं स्यात् । तथा च सविकल्पकं स्यात् ।
8. શ્રોત્રજ્ઞાનને સવિક૯૫ક જ સિદ્ધ કરવા કાઈ કહે છે: “શ્રોત્ર(=કન્દ્રિય)થી થતું જ્ઞાન તે શબ્દસ્વલક્ષણનું ગ્રહણ કરે છે. હવે વિનિ આદિરૂ૫] કાઈ સ્વલક્ષણ વાય, તો [ભાષાના “ઘટ” “પટ” આદિ શબ્દરૂપ અન્ય સ્વલક્ષણ વાચક હોય છે. આમ તે સ્વલક્ષણગ્રાહી શ્રોત્રજ્ઞાન [ વાગ્યવાચક ઉભયનું ગ્રહણ કરતું હાઈ] અભિલાપના સંસર્ગને યોગ્ય એવા પ્રતિભાસવાળું સિદ્ધ થશે; ને તેથી સવિકપ ગણાશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org