________________
પ્રથમ પરિચ્છેદ: પ્રત્યક્ષ
૧૭
[પ્રત્યક્ષજ્ઞાનને “કલ્પનારહિત” કહ્યું તો] તેમાં “કપના'નું સ્વરૂપ શું સમજવાનું છે? – આ પ્રશ્નના ઉત્તરરૂપે કહે છે :
અભિલાપસંગને યોગ્ય પ્રતિભાસવાળી પ્રતીતિ તે કલ્પના. (૫)
1. આમિરાપેટા મમિતેડનેનેતિ “મિરા” વાવવા. રઃ | સમાપન સંસદ अभिलापसंसर्गः । एकस्मिज्ञानेऽभिधेयाकारस्याभिधानाकारेण सह ग्राह्याकारतया मीलनम् । ततो यदैकस्मिज्ञानेऽभिधेयाभिधानयोराकारौ संनिविष्टौ भवतस्तदा संसृष्टेऽभिधानाभिधेये भवतः । अभिलापसंसर्गाय योग्योऽभिधेयाकाराभासो यस्यां प्रतीतौ सा तथोक्ता ।
1. સૂત્રમાંના “અભિલાપ” શબ્દની વ્યુત્પત્તિ [મિસ્ત્રમ્ ધાતુ પરથી] “જેનાથી પદાર્થ અભિલપાય (અર્થાત ઉલેખાય) તે” એવી હેઈ તેને અર્થ “વાચક શબ્દ” એવો થાય. (બીજા શબ્દોમાં : “અભિલાપ” એટલે કોઈ પણ પદાર્થને ઉલ્લેખવા કે ઓળખવા વ્યવહારમાં વપરાતો શબ્દ.) અને “અભિલાપસંસર્ગ” એટલે વાચક શબ્દ સાથે સંસર્ગ. [અહીં મિત્રાને સંસર્ગ તેના વાચ્ય એવા વિષય સાથે સમજવાનું છે. એટલે] જ્યારે કોઈ જ્ઞાનમાં અભિધેય (=વાય)ના આકાર સાથે અભિધાન (=અભિલાપ)ને આકાર પણ ગ્રાહ્ય (વિષય) રૂપે અનુભવાય ત્યારે “અભિલાપસંસર્ગ' થયો કહેવાય. આમ જ્યારે એક જ્ઞાનમાં અભિધેય અને અભિધાનના આકારે સાથે પ્રવેશ્યા હોય ત્યારે તેમાં અભિયાન અને અભિધેયને “સંસર્ગ થયો કહેવાય. અને જે પ્રતીતિમાં અભિધેયના આકારને પ્રતિભાસ અભિલાપ(=અભિધાન)ની સાથે સંસર્ગ પામવાની યોગ્યતા (શક્યતા) વાળા હોય તે “અભિલાપસંસર્ગને ગ્ય પ્રતિભાસવાળી પ્રતીતિ’ કહેવાય.
2. तत्र काचित्प्रतीतिरभिलापेन संसृष्टाभासा भवति, यथा व्युत्पन्नसंकेतस्य घटार्थकल्पना घटशब्दसंसृष्टार्थावभासा भवति । काचित्त्वभिलापेनासंसृष्टाऽप्यभिलापसंसर्गयोग्याभासा भवति । यथा बालकस्याव्युत्पन्नसंकेतस्य कल्पना ।
2. હવે, કોઈક પ્રતીતિમાં અભિલાપના સંસર્ગને પામેલ પ્રતિભાસ (=જ્ઞાનાકાર) હોય છે; જેમ કે [યથાયોગ્ય શબ્દસંકેતથી પરિચિત વ્યક્તિની ઘટપદાર્થ સંબંધી કલ્પના ‘ઘટ' એ શબ્દ સાથે સંસર્ગને પામેલા પ્રતિભાસવાળી હોય છે; જ્યારે કોઈક પ્રતીતિમાને પ્રતિભાસ તે અભિલાપના સંસર્ગને પામેલ ન હોવા છતાં તેવા સંસર્ગની શક્યતાવાળા હોય છે; જે ! કે શબ્દસંકેતથી અપરિચિત એવા બાળકની કલ્પના.
3. तत्र 'अभिलापसंसृष्टाभासा कल्पना' इत्युक्तावव्युत्पन्नसंकेतस्य न संगृह्येत । योग्यग्रहणे तु सापि संगृह्यते । यद्यप्यभिलापसंसृष्टाभासा न भवति तदहर्जातस्य बालकस्य कल्पना, अभिलापसंसर्गयोग्यप्रतिभासा तु भवत्येव । या चाभिलापसंसृष्टा सापि योग्या । तत उभयोरपि योग्यग्रहणेन संग्रहः ।
3. તે હવે જે સૂત્રમાં કલ્પનાને “અભિલાપ સાથે સંસર્ગને પામેલા આભાસવાળી” કહી હોત તો, જેને સંતની ખબર નથી તેવી વ્યક્તિની ક૯૫નાને વ્યાખ્યામાં સમાવેશ ન થાત. પરંતુ “સંસર્ગને યોગ્ય એ પ્રયોગ કરવાથી તેને પણ સમાવેશ થઈ જાય
ન્યા, ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org