________________
ન્યાયબિન્દુ
8. [ હજી યે કાઈ પૂછે ] “જો એ મિથ્યાજ્ઞાન હાય તા તેને લીધે વૃક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ?' [આના ઉત્તર છે: ] એ જ્ઞાનને લીધે વૃક્ષપ્રાપ્તિ થતી નથી; કારણ કે એ જ્ઞાનથી તેા વિવિધ પ્રદેશમાં વિચરતા વૃક્ષનું આકલન થયેલુ'; જ્યારે જે વૃક્ષની પ્રાપ્તિ થાય છે તે તેા એક સ્થળે સ્થિર એવું વૃક્ષ છે. આમ ગતિમાન વૃક્ષને જે [વિવિધ] પ્રદેશના સંપ માં જોયેલું તે [ વિવિધ ] પ્રદેશના સંપર્કવાળું વૃક્ષ પ્રાપ્ત થતું નથી, અને જે [એક નિશ્ચિત] પ્રદેશ સાથે સકળાયેલુ વ્રુક્ષ પ્રાપ્ત થાય છે તે [પે] તે જોયું નહેતું. એટલે પેલા જ્ઞાનથી કેાઈ પટ્ટા પ્રાપ્ત થતા જ નથી. [સ્થિર] વૃક્ષાદિની જે પ્રાપ્તિ થાય છે તે તે। અન્ય જ્ઞાનને જ આભારી છે. આમ અભ્રાન્ત' એ વિશેષણ [પ્રત્યક્ષના સ્વરૂપ અંગૅના અન્ય] અયેાગ્ય મતનું નિરસન કરવા માટે મૂકવામાં આવ્યું છે, 9. तथा अभ्रान्तग्रहणेनाप्यनुमाने निवर्तिते कल्पनापोढग्रहणं विप्रतिपत्तिनिराकरणार्थम् । भ्रान्तं ह्यनुमानम्, स्वप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायेन प्रवृत्तत्वात् । प्रत्यक्षं तु ग्राह्ये रूपे न विपर्यस्तम् ।
૧૬
9. [વળી ખીજી બાજુથી એમ પણ કહી શકાય કે જેમ એકલુ કલ્પનારહિત’વિશેષ્ણુ,] તેમ એકલું ‘અભ્રાન્ત’ વિશેષણ પણ પ્રત્યક્ષથી અનુમાનને જુદું પાડી આપે છે. તેમ છતાં ‘કલ્પનારહિત' એ વિશેષણ [સવિકલ્પક પ્રત્યક્ષ સ્વીકારનારા] પરમતનું નિરસન ઢરવા પ્રયેાજાયું છે. [‘અભ્રાન્ત’ એ વિશેષણ પ્રત્યક્ષને અનુમાનથી જુદું પાડી આપે છે એમ કહેવાનું] કારણુ એ કે અનુમાન તા ભ્રાન્ત જ્ઞાન છે- તે જ્ઞાન પેાતાનામાં જેને પ્રતિભાસ છે તે [તિરૂપ] અવસ્તુ વિષે, તે વસ્તુ છે એવે। નિશ્ચય કરીને પ્રવર્તે છે. જ્યારે પ્રત્યક્ષ તા પેાતાના ગ્રાહ્ય વિષય વિષે વિપરીત હેતુ નથી.
10. न त्वविसंवादकमभ्रान्तमिह ग्रहीतव्यम् । यतः सम्यग्ज्ञानमेव પ્રત્યમ્, નાત્ | तत्र सम्यग्ज्ञानत्वादेवाविसंवादकत्वे लब्धे पुनरविसंवादकग्रहणं निष्प्रयोजनमेव । एवं हि वाक्यार्थः स्यात् - प्रत्यक्षाख्यं यदविसंवादकं ज्ञानं तत् कल्पनाऽपोढमविसंवादकं चेति । न चानेन द्विरदिसंवादकग्रहणेन किञ्चित् । तस्माद् ग्राह्येऽर्थक्रियाक्षमे वस्तुरूपे यविपर्यस्तं तदभ्रान्तमिह વેતિજ્યમ્ ।।
10, સૂત્રમાંના અભ્રાન્ત’ એ વિશેષણને અર્થ અવિસંવાદ' એવેશ ન કરવેશ; કારણ કે પ્રત્યક્ષ પણ સમ્યગ્દાન જ છે, અસમ્યગ્દાન નહિ. અને તેમ હેાવાથી જ તેનુ અવિસંવાદકપણું સિદ્ધ થઈ જાય છે, તેથી ફરી [અભ્રાન્ત' પદ દ્વારા] તેને અવિસંવાદક કહેવાનું શું પ્રયેાજન રહેતુ નથી. [જો અભ્રાન્ત'નેા અર્થ પણ અવિસંવાદક લઈએ તા] વાકથાર્થ આવે! થાય : ‘પ્રત્યક્ષ નામનું જે અવિસંવાદ જ્ઞાન છે તે કલ્પનાહિત અને અવિસંવાદક હાય છે.' આ રીતે એ વાર ‘વિસંવાદક’ કહેવાથી કશે। [વિશેષ] હેતુ સરતા નથી. તેથી અભ્રાન્ત’ એ વિશેષણને અર્થ અહીં ‘અર્થક્રિયા માટે સમર્થ એવા ગ્રાહ્ય વસ્તુરૂપ પરત્વે અવિપરીત' એવે જ કરવેા ઘટે. (૪)
कीदृशी पुनः कल्पनेह गृह्यत इत्याह
Jain Education International
-
अभिला संसर्ग योग्यप्रतिभासा प्रतीतिः कल्पना ॥ ५ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org