________________
પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ
૧
2. “પ્રત્યક્ષ શબ્દથી ઇન્દ્રિય પર આશ્રિત [જ્ઞાન]” એ જે અર્થ સૂચવાય છે તે તેની [ઉપર કહેલી] વ્યુત્પત્તિને લીધે જ; જયારે તેના વ્યવહારમાં થતા પ્રગમાં માત્ર આ જ અર્થ હોતો નથી. (એટલે કે વ્યવહારમાં માત્ર ઈન્દ્રિય પર આશ્રિત અર્થાત ઈન્દ્રિયજન્ય જ્ઞાનને જ “પ્રત્યક્ષ' કહેવામાં આવતું નથી.) “ઈન્દ્રિય પર આશ્રિત” એવા [વ્યુત્પત્તિસિદ્ધ મૂળ] અર્થ પરથી [કાળે કરીને,] ઇન્દ્રિયાશ્રિત જ્ઞાનમાં તેના અક્ષાશ્રિતત્વ સાથે રહેલ વસ્તુને સાક્ષાત્કાર કરાવવાનો ગુણધર્મ ધ્યાનમાં લઈને, “પદાર્થને સાક્ષાત અનુભવ કરાવનાર જ્ઞાન” એવો પ્રત્યક્ષ' શબ્દનો [વ્યાપક] અર્થ લક્ષિત થયે. ટૂંકમાં, “પ્રત્યક્ષ' શબ્દનો વ્યવહારમાં પ્રયોગ તેને (=અર્થ સાક્ષાત્કારિત્વને) ધ્યાનમાં લઈને જ થાય છે. તે આ રીતે પદાર્થને સાક્ષાત અનુભવ કરાવનાર જ્ઞાન તે પ્રત્યક્ષ” કહેવાય.
3. यदि त्वक्षाश्रितत्वमेव प्रवृत्तिनिमित्तं स्यादिन्द्रियविज्ञानमेव प्रत्यक्षमुच्येत, न मानसादि ।
3. તેને બદલે જો વ્યવહારમાં “પ્રત્યક્ષ' શબ્દનો પ્રયોગ માટે, [જે તે જ્ઞાનમાં ઈન્દ્રિયાશ્રિતપણું હોવાનું આવશ્યક મનાતું હેત તે ઇન્દ્રિયથી થતા જ્ઞાનને જ “પ્રત્યક્ષ કહેવામાં આવત; માનવિજ્ઞાન વગેરેને પણ “પ્રત્યક્ષ” કહેવામાં આવત નહિ. [પરંતુ ખરેખર તો તેને ય “પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એટલે “પ્રત્યક્ષ” શબ્દને વ્યાપક અર્થ જ અહીં કરવાનો છે.]
4. યથા છત ઃ ગત જનનક્રિયાચાં વ્યુત્પતિડવિ જોવા ગમનક્ષિાર્થसमवेतं गोत्वं प्रवृत्तिनिमित्तीकरोति । तथा च गच्छत्यगच्छति च गवि गोशब्दः सिद्धो भवति ।
4. [શબ્દની વ્યુત્પત્તિજનિત અર્થને વ્યવહારમાં ચુસ્તપણે વળગી રહેવામાં આવતું નથી તે સમજવા એક બીજું ઉદાહરણ જોઈએઃ ] જેમ કે જે શબ્દના અર્થમાં નિમ્ અર્થાત “જવું' એ ધાતુ પરથી] “જે ગમન ક્રિયા કરે તે છે” એવી વ્યુત્પત્તિને આધારે મૂળમાં તો જવાની ક્રિયા અંગભૂત ગણાઈ હશે. તેમ છતાં જો શબ્દને વ્યવહારમાં ઉપયોગ કરવા માટે ગમનક્રિયા જેમાં [ક્યારેક દેખાય છે તેવા [અમુક વિશિષ્ટ] પ્રાણીમાં જ સમત (8ઓતપ્રેત) થયેલું જોવે (પણું) જ નિયામક તત્વ બની રહે છે. (એટલે કે સ્ત્ર અનુભવાય ત્યાં જો શબ્દ વપરાય છે.) આ રીતે ગમન કરતાં કે ન કરતાં ગમે તેવાં ગાય કે બળદ માટે નો શબ્દનો ઉપયોગ સિદ્ધ થાય છે.
5. मीयतेऽनेनेति मानम् । करणसाधनेन मानशब्देन सारूप्यलक्षणं प्रमाणमभिधीयते । लिङ्गग्रहणसम्बन्धस्मरणस्य पश्चान्मानमनुमानम् । गृहीते पक्षधर्मे स्मृते च साध्यसाधनसम्बन्धेऽनुमानं प्रवर्तत इति पश्चात्कालभाव्युच्यते ।
5. [હવે અનુમાનનો અર્થ સમજીએ : તેમાં રહેલા માન શબ્દનો મા-માપવું એ ધાતુ પરથી અર્થ આમ થાય?] જેના વડે મપાય તે માન. કરણવાચક એવા માન શબ્દથી, અર્થસરૂપતા એ જેનું લક્ષણ છે તેવું પ્રમાણ ઉલલેખાય છે. [હવે મન સહિત મન શબ્દનો અર્થ કરીએ તો : ] લિંગગ્રહણ અને સંબંધસ્મરણની પછી (મન) સંભવતું માન તે અનુ-મીન, [લિંગભૂત પક્ષધર્મનું ગ્રહણ અને સાધ્યસાધનસંબંધનું સ્મરણ થયા પછી અનુમાન પ્રવર્તતું હોવાથી તે પાછળથી થતું જ્ઞાન કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org