________________
ન્યાયબિંદુ
ઉલ્લેખ પણ સંભવતઃ પી મત તરીકે જ સમજવો જોઈએ. નહિ તે “ગિનાન'ની ચર્ચામાં બુદ્ધના અસાધારણ પ્રામાણ્યની વાત લાવ્યા વગર રહેતા નહિ.
આમ છતાં, અહી એટલુ ઉમેરવું જોઈએ કે ધર્મકાતિએ પ્રમાણચર્ચા અધ્યાત્મ નિષ્ઠ બૌદ્ધિક તરીકે અંગીકારી જણાય છે. એટલે વિજ્ઞાનવાદ કે શૂન્યવાદ તરફ પણ કોઈક રૂપે એમના મનમાં આકર્ષણ જરૂર હોઈ શકે; અને એ એમના ગ્રંથોમાં ક્યાંક વ્યક્ત પણ થયું હોય. તેઓ સ્થિતિચુસ્ત, સંપ્રદાયજડ આયાય નથી જ તે તો તેમના ગ્રંથમાં સારી પેઠે સ્પષ્ટ થાય છે. પ્રત્યક્ષને નિવિકલપક માનવામાં, સ્વલક્ષણને જ પરમાર્થ સત ગણવામાં,
ગિઝા નો સ્વીકાર કરવામાં, અનુમાનને મર્યાદિત અસત-ગાહી પ્રમાણે માનવામાં તેમની અધ્યાત્મરુચિ જણાય છે. “પ્રમાણુનિવૃત્તિથી અર્થભાવન નિશ્ચય નથી થતું ” એમ માનવામાં તેમનો ગૂઢ સત્ય તરફને આદર સ્પષ્ટ થાય છે. આમ તેઓ પ્રમાણુપ્રવૃત્તિ ની મર્યાદાને જરૂર સ્વીકારે છે. આમ છતાં કે જીવનના વ્યાવહારિક ક્ષેત્રમાં પ્રમાણ નિષ્ઠાની પુષ્કળ જરૂર છે' તેવું પણ તેમનું દઢ મંતવ્ય છે. આમ તેઓ “ સાવધ અદશવાદ' ને અંગીકારતા જણાય છે. ધર્મોત્તરની ટીકાની લાક્ષણિકતાઓ
અગાઉ કહ્યા પ્રમાણે આને “ન્યાયબિંદુ’ની એક ઉત્તમ ટીકા ગણવામાં આવે છે. સુત્રપદોના અર્થ બાબતની અને સમગ્ર સૂત્રાર્થ બાબતની તેમની ઊંડી કાળજી અને પારગામિતા પ્રશસ્ય છે. તેઓ પૂર્વાચાર્યોનાં ભ્રાંત અર્થધટનની અનેક વાર કુશળ મીમાંસા કરતા જોવા મળે છે. શિક્ષકની ઢબે અઘરાં સૂત્રોના અર્થધટન બાબત સાર્થક પુનરાવર્તન કરવાની ટેવ છે; ક્યારેક એનો અતિરેક ખૂચે પણ છે. અનેક સૂત્રોમાં વિષયની મૌલિક સવિસ્તર મીમાંસા તેમનું શાકૌશલ સવિશેષ પ્રગટ કરે છે (દા. ત. સૂત્ર ૧.૨ ની મીમાંસા). આમ છતાં છૂટાં–છવાયાં સૂત્રોમાં તેઓ સૂત્રને સાચે અથ ચૂકી ગયા જણાય છે. ક્યારેક વિનોદેવ જેવા તેમના પૂર્વાચાર્યો લાવવથી સાચો અર્થ આપવામાં સફળ નીવડ્યા જણ્ય છે. ક્યાંક શબ્દોની ધર્મોત્તરે આપેલી વ્યુત્પત્તિઓ નભી શકે તેમ થી ( દા. ત. 'માશ્રય” ની ). આ બધાં અંગે ટિપણમાં વિચારણું કરી જ છે. છતાં એકંદરે આ મૌલિક વ્યાખ્યાકારનો સાથ આપણને ખૂબ ગમે છે. ઉપસંહાર
ભારતીય પ્રમાણુવિદ્યાનો તેજસ્વિતા વધારવામાં શ્રેષ્ઠ ચાલના પૂરી પાડનારી, દિનાગથી આરંભાયેલી તેજસ્વી બોદ્ધ પ્રમાણુ પરીક્ષાની ધારામાંના જ એક અત્યંત આદર પામેલા ગ્રંથ તરીકે “ ન્યાયબિંદુ’નું અનન્ય મહત્ત્વ છે. એનું ખંડન કરવા પ્રવૃત્ત પ્રાચીન આચાર્યોએ પણ આડકતરી રીતે તેની મહત્તા પ્રમાણ છે. એના પરંપરાગત ટીકાકારે દ્વારા પણ પ્રમાણચર્ચા વિશેષ વિશદ, સમર્થિત થઈ છે. સાંપ્રદાયિક સકતાના હૃાસના આધુનિક યુગમાં, ભારતમાં પણ બૌદ્ધ પરંપરાનું પૂર્વગ્રહમુક્ત અધ્યયન થવાનો સુભગ ચોગ સધાઈ ચૂક્યો છે. પશ્ચિમમાં તો ભારતની વિદિક, જૈન, બૌદ્ધ ત્રણે ય ધારાઓનું શુદ્ધ જિજ્ઞાસુ અભિગમથી તલસ્પર્શી અધ્યાપન આરંભાયાની એક પછી બીજી એમ સદીઓ પૂરી થવા લાગી છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org