________________
સમાલોચના
અને જે તે સાધ્ય-સ.ધન-ધર્મો વચ્ચે એ સંબંધ છે જ એમ સિદ્ધ થયેલું હોવું જોઈએ. આવું ત્યારે જ બને, જયારે હેતુભૂત ધર્મના અસિતત્વમાં જ સાધ્યભૂત ધમનું અસ્તિત્વ વણાયેલું હોય. આવી અનિવાર્ય પ્રતિબદ્ધતા ખરેખર તે તાદામ્યસબંધે જોડાયેલા ભાવ વચ્ચે જ સંભવે. આવું તાદા બે મહાભાવી ભાવો ઉપરાંત કાર્યકારણસંબંધે જોડાયેલા ક્રમભાવી ભાવ વચ્ચે પણ સંભવે. આ તાદામ્ય હેતુનું સાધ્ય સાથે હેવું જોઈએ. વળી તાદાભ્ય તે પારમાર્થિક રીતે જ હોય, પરંતુ વ્યાવહારિક રીતે તે બે ભાવ ભિન્ન પ્રતીત થતા હેાય ત્યારે જ હેતુ પરથી સાધ્ય સિદ્ધ કરતાં અનધિગત અર્થનું જ્ઞાન થયાનું અનુભવી શકાય. વળી મુખ્ય અર્થમાં તાદામ્ય બે સહભાવી ધર્મો વચ્ચે જ સંભવે અને કમભાવી અર્થો વચ્ચે ' તાદામ્ય ” ઔપચારિક રીતે જ કહી શકાય. તે દષ્ટિએ જોતાં ક્રમભાવી ધર્મો વચ્ચેના સંબંધને કાર્યકારણુભાવ” જ કહેવાનું યોગ્ય કહેવાય. આ રીતે હેતુ-સાધ્ય વચ્ચે તાદામ્ય અને કાર્યકારણુભાવ એ બે સંબંધ જ સ્વીકાર્ય મનાયા. વળી જ્યારે અભાવવ્યવહારોગ્યતારૂપ સાધ્ય હોય ત્યારે તેના “દશ્યાનુપલબ્ધિ રૂ૫ હેતુ સાથે પણ તે સાધ્યનું તાદામ્ય જ માની શકાય. અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે કઈ સ્વભાવનું તે સ્વભાવથી યુક્ત અન્ય ભાવ સાથે તેમ જ કાર્યનું કારણ સાથે તાદાઓ હોવાથી અનુક્રમે સ્વભાવ કે કાય તે હેતુ બને છે. તે રીતે દૃશ્યાનુપલબ્ધિ એ અમાવવ્યવહારોગ્યતાનો સ્વભાવહેતુ બને છે. આમ લિંગ સ્વભાવરૂપ, કાયરૂપ અને દશ્યાનુપલબ્ધિરૂપ – એમ ત્રિવિધ જ માન્ય ગણ્યાં છે અને એમની વચ્ચે સંબંધ તે ઉપર બતાવ્યું તેમ તાદામ્ય કે કાર્યકારણુભાવ એમ બે જ માનવા પર્યાપ્ત છે (જુએ સૂત્ર ૨.૨૨,૨૩ અને રૂ.૨૨). આ સિવાયના અન્ય સંબંધોમાં “સ્વભાવપ્રતિબંધ’ સિદ્ધ થતો ન હોવાથી તે પર આધારિત અન્ય હેતુઓ સાધ્યસાધક બનતા નથી.
અહીં એક વાત નોંધવી જોઈએ કે “ ન્યાયબિંદુ”ની ટીકા( રૂ. ૮. 2 )માં ધર્મોત્તરે દષ્ટાંતને “બાપ્તિસાધક પ્રમાણને વિષય ' કહ્યો છે. એ વ્યાપ્તિસાધક પ્રમાણે તે દષ્ટાન્તને આધારે વ્યાપ્તિ સાધતે અનુમાન વ્યાપાર – એમ એક ઉપટીકાકાર સમજાવે છે. વળી એ અનુમાન વ્યાપાર પણ સામાન્ય પ્રકારને નહિ, પણ આપ્તપુરુષોના અનાસવજ્ઞાન દ્વારા સધાતે માન્ય છે. આ બતાવે છે કે દષ્ટાંતોનું અંતર્ગત પૃથકકરણ એ વ્યાપ્તિસિદ્ધિ માટે વધારે મહત્ત્વનું ગણાયું છે. અલબત્ત, તે તે શાસ્ત્રના ક્ષેત્રની વ્યાપ્તિ માટે તે તે શાસ્ત્રકારે પિતે સંકુલ બુદ્ધિ વ્યાપાર કરવાને હેઈ તેવા વ્યાપ્તિસાધક બુદ્ધિ વ્યાપારના સ્વરૂપની વિગત ટીકામાં જોવા મળતી નથી. અલબત્ત, સૂત્ર રૂ. ૨થી ૨રૂમાં સ્વભાવહેતના પણ ત્રણ પેટા ભેદ બતાવવા રૂપે ગ્રંથકારે વ્યાપ્તિઘડતરની પ્રક્રિયા વિષે થોડું વધારે ચિંતન રજૂ કર્યું છે. પ્રાચીન ભારતીય પ્રમાણુશાસ્ત્રમાં આવી વૈજ્ઞાનિક વ્યાપ્તિસંબંધી વિચારણા આ બૌદ્ધ પરંપરામાં જ સવિશેષ જણાય છે. આજના વૈજ્ઞાનિક અભિગમના યુગમાં આ વલણ ઘણું આવકાય લાગે છે. અભાવવ્યવહારોગ્યતાની અનુમેયતા : અનુપલબ્ધિ-હેતુના સ્વીકાર પાછળનું મુખ્ય કારણ ૨.૪૮ માં કહ્યા મુજબની એ માન્યતામાં છે કે પ્રમાણુ નિવડે તેટલા-માત્રથી અભાવનિશ્ચય થતું નથી. આ માન્યતાના પાયામાં છે અદશ્ય ભાવાની શક્યતાને સ્વીકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org