________________
ન્યાયાબંદુ
અધ્યવસાયને પણ વિષય છે તેમ પણ ધર્મોત્તરે ટીકામાં પ્રગટ કર્યું છે. પ્રત્યક્ષજ્ઞાનની ઉત્તરક્ષણે ઉત્પન્ન થતા અવ્યવસાય તે સ્વરૂપમાં કિંવા પ્રતાતિના આકારમાં અનુમાનજન્ય પ્રતીતિને મળતો જ બની રહે. એ દૃષ્ટિએ પ્રત્યક્ષજન્ય અધ્યવસાયને અનુમાનકલ્પ ગણું એટલા પૂરતો પ્રત્યક્ષને બાઘાર્થઅનુમિતિ-રૂપ ગણતે વાદ પણ ચરિતાર્થ થાય છે. સામાન્ય એ અવસ્તુભૂત હોઈ અર્થ ક્રિયાકારી નથી. આમ છતાં, સામાન્ય એ સ્વલક્ષણને ચીંધનારું હોઈ તેટલા પૂરતું વ્યવહારમાં ઉપાદેય છે. પ્રમાણ અને ફળનો અભેદ (૧. ૨૮–) : બૌદ્ધ અનસૂવાદ, પ્રતીત્યસમુત્પાદવાદ અને સ્વસંવેદનનાદ સાથે સુસંગત બનતે પ્રમાણુ ફળ-અભેદ–વાદ અને ફુટ રીતે રજૂ કરાવે છે. ન્યૂ ય-દશનમાં પ્રમાણરૂપી કરણું અને અમારૂપ ફળમાં ભેદ અને ક્રમિકતા માન્યાં છે. નીલાદિના પરિચ્છેદને વ્યાપાર, કે જે પ્રમાણુ ( = પ્રભાકરણ) રૂપ છે તે પ્રથમ પ્રવર્તે છે અને નીલાદિપ્રતીતિરૂ૫ પ્રમા કે જે ફળ છે તે તત્પશ્ચાત સાકાર બને છે. આ રીતે વિષયપરિચ્છેદ અને પ્રતીતિ કિંવા પ્રકાશ –- એવાં જ્ઞાનનાં બે પાસા અંગે ક્રમભાવિત્વની કલ્પના છે. બૌદ્ધ દષ્ટિ આ બંને પાસાંને તે સ્વીકારે જ છે, પણ તે બંનેને એક સંકુલ જ્ઞાનક્ષણનાં બે અભિન્ન પાસાં જ ગણે છે. જ્ઞાનની ઘટનાનું પૃથક્કરણ કરતાં, એ જ્ઞાનમાં નિયત વિષયરા સારૂખની પ્રતીતિરૂપે તેને પરિચ્છેદ થતા અનુભવાય છે, તે વળી તેમાં આંતરિક રીતે નીલાદિત સભાનતા બોધપ્રકાશને અનુભવ પણ થાય છે. આ સારૂપ્ય અને પ્રકાશ એમ બંનેને અનુભવ એક જ ક્ષણે એક ખામટો અસ્તિત્વમાં આવે છે. અગાઉ સ્વસંવેદન-પ્રત્યક્ષની ચર્ચામાં પણ આ જ વાત સ્પષ્ટ કરાઈ છે. જ્ઞાનનાં આ બે પાસાં વચ્ચે જન્ય-ક-ભાવ નહિ, પણ વ્યવસ્થાપ્ય-વ્યવસ્થા–ભાવ માન્ય હોવાથી ભેદ અને કમભાવિત્વને બદલે અભેદ માને છે. “જ્ઞાન પ્રકાશરૂપ છે, કારણ કે તે વિષયસરૂપ છે' એવી વસ્તુસ્થિતિ હાઈ વ્યાવૃત્તિભેદે જ એક જ્ઞાનમાં બે બાબતે અનુભવાય છે, વસ્તુભેદે નહિ. આમ વિષયસારૂપ્ય તે વસ્થાપક ( = ખુલાસ) છે અને બેધરૂપતા તે વ્યવસ્થાપ્ય ( = ખુલાસે માગતી બાબત) છે. “ન્યાયબિંદુ' ના સ્વાર્થનુમાન-પરિચ્છેદમાં ઉલેખેલા વિવિધ હેતુ પૈકી આ વ્યવસ્થાપકને સ્વભાવ તુ કહી શકાય, કારણ કે વિષયસારૂમાત્ર સાથે પ્રકાશરૂપતાને અનુબંધ છે.
અહી ધર્મોત્તરે ૨.૨૨.5થી 10માં આ અભેદના સિદ્ધાંતને ઉપપન્ન બતાવવા પ્રત્યક્ષેત્તર અધ્યવસાય કિંવા વિકલ્પની આવશ્યકતા પણ નિઃશંકરૂપે ચીધી છે. પ્રત્યક્ષનાનમાં એક જ સાથે ઉપયુક્ત બંને પાસાં હોવાનું આશ્વન તે એ અધ્યવસાય વડે જ થાય છે. અધ્યવસાય એ જ્ઞાનમાં નીલ સાથેનું સાદગ્ય કે સારૂખ આકારે છે, માટે તે જ્ઞાન નીલગ્રાહી સિદ્ધ થાય છે. આમ નીલસારૂ એ પ્રમાણ એટલે કે એ જ્ઞાનની પ્રકાશરૂપતાનું બોધક કે વ્યવસ્થાપક છે. અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે મૂળ જ્ઞાનમાં જ નીલને પરિચ્છેદ તે થયેલ જ છે, પરંતુ એ ક્ષગુ વ્યવહ રનિરપેક્ષ હોઈ એ પરિચ્છેદ વિષેની વ્યવહારુ સભાનતા નથી, જે વ્યવહારાભિમુમતાવાળી, બહિર્મુખ વાળી પછીની અધ્યવસાયક્ષણે સિદ્ધ થાય છે. વધુ સ્પષ્ટ કરીએ તે, પ્રત્યક્ષ-ક્ષણે એ સિદ્ધ એવા સારૂબંધ તરફ પણ ઉદાસીનતા હોવાથી એ “ન હેવા બરાબર” ( મહુ-, નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org