________________
સમાચના
કલ્પનના આરોપણ વગરને મનાય છે. દરેક પ્રત્યક્ષાનુભવની પ્રથમ ક્ષણ આ કલ્પનમુક્ત , શબ્દસંવિદુ-મુક્ત ચિત્તરૂપ હોય છે. એ જ પ્રત્યક્ષ જ્ઞાન છે, ત્યાર પછી વિલક્ષણ પ્રતીત્યસમુત્પાદધારાને વશ વતી'ને અધ્યવસ.યાદિ ક્રમે ભલે કલ્પના, શબ્દ ઇત્યાદિને સંસર્ગ થત હોય, પરંતુ તેમાં વસ્તુગ્રહણ સાથે અવસ્તુગ્રહણનું વિલક્ષણ મિશ્રણ થઈ જાય છે. પ્રથમ કલ્પનાસ્વભા રહિત ચિત્તને જે વિષય છે તે માત્ર અનુભકગમ્ય છે, એને નામ કે વર્ણનથી અભિવ્યક્ત ન કરી શકાય. તેમ છતાં જ્યારે શાસ્ત્રકાર વાણુ દ્વારા આ સતની અનિર્વાશ્યતા કહેવા બેઠા છે ત્યારે એનું ઇંગિતમાત્ર કરતે “સ્વલક્ષણ' શબ્દ ઉપાદેય માન્યો છે. જે સ્વથી અર્થાત્ સ્વન ગ્રહણથી જ લક્ષાય, શબ્દથી નહિ, તે સ્વલક્ષણ. એનું લક્ષણ સર્વથી વ્યવૃત્ત, આગવું હોય છે. એ જ સતરૂપ વસ્તુ છે, જે પિ ના આગવા રવરૂ થી જ્ઞાતાની
અથંકિયા' (અથ કિંવા વિષયસંબંધી ક્રિયા અથશ તો અર્થ કિંવા પ્રજનને સાધતી કિયા ) સાધવા સમર્થ બને છે. બૌદ્ધ મતે ચિત્તનો અને અર્થન સ્વલક્ષણધારાઓ એ જ સત છે. આત્મા , સ્થાયી અર્થ, દેશકાલવ્યાપી અખંડ સામાન્ય એ કપનાના જ વિષય છે, અકિંચિકર છે. સ્વલક્ષણ એ કાર્યકારણ, વિરોધ, સદશ્ય ઇલાદિ સંબંધેથી પણ અનભિલાપ્ય છે. આ વાત ઉપસાવવા જ પ્રસ્તુત ગ્રંથકારે “સંબંધ પરીક્ષા ” ગ્રંથ પણ રચ્યો છે. સની વિલક્ષણતા, અપૂર્વતા જ એના અર્થ–ક્રિયા સામર્થ્યરૂપ અને ક્ષણિકત્વરૂપ પણ છે.
સ્વલક્ષણવાદ જ “સર્વાસ્તિવાદ” ને દઢ રીતે પ્રસ્થાપી આપે છે. સર્વ કપનાં આવરણે બાદ કર્યા પછી જેને “મિયા” એવા શબ્દથી અપક્ષાપ ન કરી શકાય એવું ચિત્તારૂપ કે અર્થરૂપ તતત્વ છે જ એ વાત સ્વલક્ષણવાદ નિશ્ચિત કરી આપે છે. શહ નિર્ભેળ પ્રતીતિમાં – યથાર્થ પ્રત્યક્ષમાં – પ્રતિભાસતા અર્થની સત્તા વિષે કેાઈ સંશયને અવકાશ ન હોઈ શકે. આ સ્વલક્ષણવાદને સવંદા અને સર્વાત્ર અંગીકારીએ તે શુભાશભાદિ ઠો. શાસ્ત્રાધિપત્ય, જાતિવાદ, ભાષાવાદ, વાણીમદ ઇત્યાદિ અનેક કપનાશ્રિત. અથ કિયાસામથ્થરહિત વ્યવહારનું નિરસન થાય. આધુનિક વિજ્ઞાનનાં સાપેક્ષવાદ જેવાં મંત પણ સ્વલક્ષણવાદી અભિગમથી જ વસ્તુના નિબ્રન્ત, કલ્પવરણરહિત સ્વરૂપનું પ્રતિપાદન કરતાં જણાય છે. કલ્પનાજાળના નિરસનપૂર્વકની વસ્તુલક્ષિતા જ સંશયમુક્ત તત્ત્વબોધનું એકમાત્ર સાધન છે.
ક૯૫નાશ્રિત સામાન્ય (૨. ૨૬, ૨૭) : “સામાન્ય' કિંવા “જાતિ' એ એક વાસ્તવિક પદાર્થ હોવાની વાત અનેક ભારતીય દર્શને અને અલંકાર, વ્યાકરણ આદિ શસ્ત્રોએ સ્વીકાસ્સી છે. પરંતુ પરીક્ષક બૌદ્ધ દૃષ્ટિ “સામાન્ય "ની પારમાર્થિક સત્તા સ્વીકારતી નથી. એની સાંસ્કૃતિક સત્તા, વ્યવહારની અપેક્ષાએ જરૂર સ્વીકારે છે. સામાન્યની પ્રસ્થાપના ભારતીય દર્શનમાં ભારે આયાસ સાથે કરનાર દર્શન તે વૈશેષિક દર્શન છે. એના આ પ્રવાસનું વિરતૃત ખંડન કરવાને બદલે અત્યંત લાઘવપૂર્વક “ન્યાયબિંદુ' રૂ.૨૧૭થી ૨૦ સૂત્રોમાં, ‘વિરુદ્ધાવ્યભિચારી” હેત્વાભાસના ઉદાહરણરૂપે, વૈશેષિકેનાં બે જૂથોના પરસ્પરવિરુદ્ધ મતે પ્રદર્શિત કરીને સામાન્ય ’વાદની સ્વતવિરોધિતા કુશળ રીતે દર્શાવી દીધી છે. આ સામાન્ય તે અનુમાનને ગ્રાહ્ય વિષય હોવા ઉપરાંત પ્રત્યક્ષ જ્ઞાન પછી પ્રવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org