________________
૨૩૦
ન્યાયબિંદુ ટપ્પણ આના આગલા વાથે સાથે આ વાક્યને લેતાં સમગ્ર તાત્પર્ય એ જણાય છે કે કેટલાક સ્વભાવહેતુઓ નિવિશેષણ સ્વરૂપે ન પ્રસ્તુત કરાતાં સાધ્યસિદ્ધિ માટે તે હેતુના સ્વભાવભૂત અન્ય ધર્મને, તે અલગ કે આગંતુક હોય તેમ ધડીક ક૯૫નાથી અલગ તારવીને રજૂ કરવામાં આવે છે. હવે, તે મૂળ સ્વભાવહેતુરૂપ ભાવથી વાસ્તવમાં ભિન્ન નહિ એવા ધર્મનું આવું પૃથક્કરણ બે રીતે થઈ શકે તે આ બે વાકયમાં બતાવ્યું છે : (૧) તે ધર્મને, સ્વભાવહેતુના વિશેષણ રૂપે, એ સ્વભાવહેતુના વાચક પદની પૂર્વે મૂકવામાં આવે છે; દા.ત. • ઉત્પત્તિમાન્ એવો ભાવ ' એ પ્રયોગમાં ભાવ કે સત્ નું ક્ષકત્વ સિદ્ધ કરવા ઉત્પત્તિમત્ત, કે જે બૌદ્ધ દૃષ્ટિએ “સત્ ' કે “ભાવ–માત્રથી અભિન છે, તેને વિશેષણરૂપે કહેલ છે. આમાં “ઉત્પત્તિમાન ' એ પદથી “અનુત્પત્તિમાન ' ભાવથી જુદા વર્ગને નિર્દેશ થાય છે. એટલે એમાં આડકતરી રીતે ઉત્પત્તિમસ્વરૂપ ધર્મ એ જાણે કે “ભાવ થી ભિન્ન કે આગંતુક હોય તેવું સૂચવાય છે. (૨) જો સ્વભાવહેતુના જે તે અભિન્ન ધર્મને અન્ય વ્યાવૃત્ત વર્ગથી નિરપેક્ષરૂપે નિર્દેશો હોય, તો તે સ્વભાવહેતુના વાચક પળે પછીમાં નિર્દેશીને તેના વિશેષણને તે પદ પછી ભાવવાચક નામ દ્વારા નિર્દેશાવામાં આવે છે - દા.ત. “ ભાવની ઉત્પત્તિ છે. આ બંને પ્રયોગોમાં ધમ તે જાણે કે સ્વભાવહેતુથી ભિન્ન હોય તે રીતે નિર્દેશો છે.
ઉદાહરણમાં, રત્ત એ માવ( કે સન્ત )થી અભિન્ન હોવા છતાં સ્વનાથી ભિન્ન મનાથ છે, ત્યારે જેમ મનુv ( =મત ) પ્રત્યયવાળા વિશેષણના પ્રયોગમાં તેમ ‘ભાવની ઉત્પત્તિ ' એવા ષષ્ઠીપ્રયોગમાં પણ ૩ત્તિરૂપ ધર્મની ભાવ થી ભિન્નતા સ્પષ્ટ ઉપસી આવે છે.
અહીં ચેરબાસ્કીના મતે એ બૌદ્ધદકિટ તરફ ગ્રંથકાર ખાસ ધ્યાન દેરવા માગે છે કે ૩ત્ત એ પરમાર્થતઃ ભાવમાત્રથી અભિન્ન છે. તેથી સરવત્તિમર પદથી કરાતી ભાવની વ્યાવૃત્તિ કલ્પિત છે, કારણ કે અનુપન્ન એવો કોઈ માવ વસ્તુતઃ નથી. સત્રમાં વાપરેલા સ્વભાવમત પદમાંથી આ અર્થ જ ફલિત કરવો પડે.
કચેરબાટ્રસ્ટનું સમગ્ર સૂત્રાર્થને લગતું ઉપલું મંતવ્ય તે સ્વીકાર્ય જણાય છે, પરંતુ ઉપર્યુક્ત વાકયનું એમનું ભાષાંતર સ્વીકાર્ય જણાતું નથી; કારણ કે તેમાં વ્યાઘ્રચત્તર પદનું અર્થઘટન કૃત્રિમ જણાય છે જુઓ તેમનું ભાષાંતર : when we wish to give expression to a contrast independent from any other (real) contrast, ( a contrast limted to expression ), it is called apparent contrast, as e.g. “the beginning of existence ..” આમાં કૌંસમાં મૂકેલા શબ્દો અર્થઘટનની કત્રિમતા સૂચવે છે. વળી ગતિળિી ઇવનું “apparent contrast” એવું અર્થઘટન પણ યોગ્ય કહી શકાય નહિ.
દુકમિશ્ર થાવૃયત્તર પ્રગને મટ્ટાઢિ પદથી સમજાવે છે તે પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ ઉપર્યુક્ત વાક્યને અર્થે જુદે સમજે છે; તે આવો : “ભાવ” રૂપ વિશેષ્યની ઉત્પત્તિમસ્વરૂપ ધમથી એક વાર વ્યાવૃત્તિ કર્યા બાદ જ્યારે “ ઉત્પત્તિમાન ભાવ” એ પ્રયોગથી સૂચવાતા સમગ્ર વર્ગના એકદેશને પુનઃ પરિચ્છેદ “મહત્ત્વ' ઇત્યાદિ ધર્મોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org