________________
તૃત્રીય પરિછેદ : સ્વાનુમાન
૨૨૯ સૂત્ર ૯થી ૧૧ :
સ્વભાવહેતુના સાધમ્યવાન પ્રયોગની ચર્ચામાં ગ્રંથકારે સ્વભાવહેતુને ત્રણ પ્રકારનું પ્રતિપાદન કરવાની તક ઝડપી છે. આ ત્રણ પ્રકારનું સ્વરૂપ કંઈક અસ્પષ્ટ લાગે છે. વળી એ પ્રકારનિરૂપણ પાછળનો આશય પણ વિચારવું પડે તેમ છે.
સંભવતઃ આ ત્રણ પ્રકારો આ રીતના અભિપ્રેત છે : (૧) જ્યારે કોઈ સ્વભાવનું નિવિશેષણરૂપે જ કથન કરીને તેમાંથી સાધ્યતિદ્ધિ કરાય ત્યારે તે શુદ્ધ સ્વભાવને પ્રાગ કહેવાય. આમાં હેતુભૂત સ્વભાવને વિશેષણરહિતરૂપે કહેવા પાછળ, શ્રોતા પ્રસિદ્ધ વ્યાપિને આધારે અનુમાન સાનમાં સમજી જશે એવી પ્રતિપાદકની શ્રદ્ધા કારણભૂત કહી શકાય. (૨) ખાસ કરીને જ્યારે વ્યાપ્તિ બે અપ્રસિદ્ધ ધર્મો વચ્ચે હોય ત્યારે એક સ્વભાવભૂત ધર્મ અન્ય સાધ્યભૂત ધર્મની સિદ્ધિ કેવી રીતે કરી આપે તે બાબત શંકાને અવકાશ હોઈ શકે. આવે વખતે ઉપાથરૂપે એ હેતુભૂત સ્વભાવથી અભિન્ન એ અન્ય એ પ્રકારને ધર્મ એ સ્વભાવિહેતુનાં વિશેષણરૂપે ઉલ્લેખાય છે કે જે, શ્રોતાના મનમાં હેતુમાંથી સાધ્યસિદ્ધિ સરળતાથી નિપજાવે છે. આમ હેતુનું વિશેષણ તે હેતુ અને સાધ્ય વચ્ચેની આવશ્યક કડી બની જાય છે. (૩) કેટલીક વાર રવભાવહેતુ સાથે અભિન્નપણે સંકળાયેલ છતાં તેના સ્વરૂપના આકલન પૂર અન્યાપક્ષ એવો ધમ વિશેષણરૂપે ઉલેખવાથી પશુ સાધ્યસિદ્ધિ સરળ રીતે થઈ શકે તેમ બને, એવા અન્યાપેક્ષ ધર્મ માટે અત્રે ઉપાધિ શબ્દ વાપર્યો છે.
ટૂંકમાં, જ્યાં શુદ્ધ સ્વભાવહેતુનું કથન સાધ્યસિદ્ધિ અંગે શ્રોતાના મનમાં શંકાને અવકાશ રહેવા દે ત્યાં સ્વભાવહેતુના સ્વકીય નિયત સહચારી ધમને અથવા તો આગંતુક ધમ કિંવા ઉપાધિને ઉલ્લેખ સ્વભાવહેતુના વિશેષણરૂપે કરાય છે. બીજી રીતે કહીએ તે સ્વભાવહેતુ કાં તે શુદ્ધ રીતે કહેવાય છે કાં તો સંકુલ રીતે ( = પિતામાં રહેલા સહજ છે કે આગંતુક ધર્મના પૃથક્કરણ દ્વારા) કહેવાય છે. સુત્ર ૧૦ :
૩ : “ તેa rઘત્તિઃ...માવલ્ય વસિરિતિ 1 – આ વાકને ભારે અસ્ફટ છે. સૂત્રમાંના ઉત્પત્તિમg' પદને સમજાવવા માટે આ ભૂમિકારૂપ વાક્ય છે. સાત્તિમા એ અધ્યાહાર્ય એવા આa (=વત્ત) પદનું વિશેષણ છે. મતુv-પ્રત્યય સાથે સંકળાયેલી બાબત સામાન્યત: મતપ-યુક્ત પદના વિશેષ્યથી અલગ હોવાનું સૂચવાય છે. એટલે માવથી જાણે રાત્તિ એ કોઈ ભિન્ન બાબત હોય તેમ તુન્ દ્વારા ૩પત્તિને માત્ર સાથે સંબંધમાત્ર કહેવાય છે; અભેદ નહિ. ૩ઘત્તિની ભાવથી કલ્પિત પૃથક્તા બતાવવા કયારેક વકી–વિભક્તિને ઉપયોગ પણ કરાય છે : “માવની ઉત્પત્તિ ” એ રૂપે.
ઉક્ત વાક્યમાં થાવૃત્તિ શબ્દને ભાવવાચક તરીકે નહિ પણ દ્રવ્યવાચક તરીકે – અર્થાત ભિન્નતા ' એવા અર્થમાં નહિ પણ ભિન્ન વર્ગ ' એવા અર્થમાં લેવો જોઈએ. તે મુજબ વ્યાઘ્રચત્તરને અર્થ પણ “અન્ય ભિન્ન વગ” લેવો પડશે. તે રીતે જ સમગ્ર સંદર્ભમાં બંધ બેસે તેવો આ વાક્યને અર્થ કરી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org