________________
૨૨૬
ન્યાયબિન્દુ ટિપ્પણ
સૂત્ર ૪૭ :
વિવિષયા ની સમજૂતીમાં અગાઉ જેમ ધર્મોત્તર દેશથી, કાળથી અને સ્વભાવથી - એમ ત્રણ રીતના વિપ્રકર્ષ બતાવે છે. એમાં સ્વમાવિક જ તાત્ત્વિક લાગે છે. કોઈ ભાવને કા કે જાથી વિપ્રકલ એ જે તે સ્થળે તે તે ભાવની અસિદ્ધિ કરે જ છે, સંશય નહિ. અલબત્ત, દષ્ટિને અગોચર એવા દેશમાં પણ તેના સત્ત્વની વાત કરીએ તો જરૂર એની અનુપલબ્ધિ સંશય હેતુ બને છે.
વળી સ્વભાવવિપ્રકૃષ્ટતા પણ સામાન્ય મનુષ્ય માટે હોવા છતાં યોગી–આદિ માટે ન પણ હોઈ શકે. એટલે તે પણ સાપેક્ષ ધમ છે, નિરપેક્ષ નહિ. સૂત્ર ૪૮ :
આગલા સૂત્રની વાતને આ સૂત્રમાં વધુ સ્પષ્ટ કરી છે. અહીં તત્વજ્ઞાનના ક્ષેત્રની એક ઘણું મહત્તવની વાત કરી છે. આ બાબત ભારે વિવાદાસ્પદ પણ છે. પ્રમાણસત્તાથી પ્રમેયસત્તા સિદ્ધ થાય તે પ્રમાણભાવથી પ્રમેયાભાવ ૫ણ કેમ સિદ્ધ ન થાય ? – આ એક બહુ પૂછવા જેવો પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર અન્ય ગૂઢવાદી દર્શનેની જેમ આ ન્યાયગ્રંથમાં પણ ધમકીતિએ શ્રદ્ધાને અવલંબીને આપે છે. અલબત્ત, એમણે પિતાની વાતનું સમર્થન ન્યાયમાન્ય પદ્ધતિએ કરવાને દેખાવ કર્યો છે, પણ પ્રચ્છન્ન રીતે તેમાં અતાર્મિક્તા જણાય છે, અને તેમાં શ્રદ્ધાને જ આશ્રય લેવાય છે. પ્રમાણુ પ્રવર્તે નહિ છતાં પ્રમેય હોઈ શકે એવું તાર્કિક
વ્યક્તિ માની શકે? દા.ત. વાચસ્પતિમિશ્રનું વાયવર્તિતીરામાંનું પેલું પ્રમાણભકિત પરક વાકય જુએ : સંવિ હિ માવતર વલૂરામે ન: શરામ (અર્થ: કઈ પદાર્થનું ગ્રહણ કરવામાં ભગવતી સંવિદ્દ એટલે કે પ્રમાણે જ અમારુ શરણ છે.) (ચેરબાસ્કી નેધે છે, કે પ્રમાણુભાવે પ્રમેયાભાવની માન્યતા ભારતીય પરંપરાઓમાં નિયાચિકેન હતી, તેમ જ યુરોપીય વિજ્ઞાનમાં Sigwart સુધી હતી.) બીજી બાજુ અયવાદી અસહાય ભાવે, તે ગૂઢવાદી ભક્તિભાવે માનવપ્રમાણોની મર્યાદા સ્વીકારતા આવ્યા છે; દા.ત વેદાંતમાં બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ કલ્પીને, તેની પ્રમાણગ્રાહ્યતા જ પ્રાધી છે ( જ પ્રસિદ્ધ ઉપનિષદ-વાક્ય : થતો વા નિવતતે મrણ મન સદ). ધમકીર્તિ ન્યાયશાસ્ત્રનો ગ્રંથ લખે છે. પણ તેઓ નિષ્ઠાથી નૈયાયિક નથી – એમ આ સૂત્ર પરથી કહી શકાય. શું તેઓ પ્રમાણોનું વ્યવહારુ મહત્વ કબૂલીને પણ અંતતોગતા પ્રમાણસંન્યાસની આવશ્યકતા જ પ્રબોધવા ધારે છે ! પ્રત્યક્ષના પ્રકારમાં વિજ્ઞાનને સ્વીકાર ૫ણ આ જ દિશા ચીંધે છે. અલબત્ત, સૂક્ષ્મ રીતે જોતાં સામાન્ય મનુષ્ય માટે જે બાબતમાં પ્રમાણુભાવ હોય છે તે બાબતમાં યોગી પાસે તો પ્રમાણુ હેય જ છે એમ પણ કહી શકાય. એ રીતે તો “પ્રમાણુભાવથી પ્રમેયાભાવ સિદ્ધ ન થાય' એવું વિધાન મર્યાદિત અધિકારીને જ ઉદ્દેશીને સાચું ગણી શકાય, સાવત્રિક રીતે સાચું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org