________________
રર૭
૨૨૭
તૃતીય પરિછેદ : પરાથનુમાન તૃતીય પરિચ્છેદ : પરાથનુમાન
સૂત્ર ૧:
પરાથનુમાન એ કોઈ વ્યક્તિએ પોતે સહજ અનુમાનનું અન્યમાં સંક્રમણું કરવાને ઉપાયમાત્ર હોઈ તે અન્ય વ્યક્તિમાં અનુમાન નીપજી રહે એટલી જોગવાઈ જ કરે છે – આ બાબતને ધ્યાનમાં લઈને આ સૂત્રનું કથન થયું છે. કોઈ બાબત પક્ષધરૂપ છે ને વળી અન્વય-વ્યતિરેકથી ફલિત થતી વ્યાપ્તિના બળે સંધ્યસાધક છે એટલું ચીંધવા માટે ત્રિરૂપ લિંગનું કથન કરવામાં આવે છે. હવે સામી વ્યકિત આવા વિધાનથી કોઈ ધર્મને ત્રિરૂપ લિંગ તરીકે જાણે, એટલે પછી આપોઆપ પિતાના ચિત્તતંત્રના નિયમોને વશ વતીને સાધ્યનિશ્ચય તો રવયં કરવાનું જ છે, માટે એ સાધ્યનિશ્ચયનું કથન પરાર્થનુ. માનમાં આવશ્યક નથી – આવું સૂચવવા પરાર્થનુમાનને કેવળ ત્રિરૂપલિંગાખ્યાનરૂપ જ કહ્યું છે.
ત્રિાઝિકાહવાન શબ્દ સમજાવતાં ધર્મોત્તરે માથાન શબ્દ બાબત માથા તે પ્રજા વતે અને એમ જે કહ્યું છે એની સાર્થકતા દુ' આમ બતાવે છે કે જે વડે ત્રિરૂપ સિંગ કહેવાય એટલે કે પ્રકાશિત થાય (અર્થાત્ સમજાય) તેવું વાક્ય તે પરાથનુમાન. આને અર્થ એ કે લિંગનાં ત્રણે રૂપે સાક્ષાત ન કહેતાં, બે રૂપિનું સાક્ષાત્ કથન પણ જો શ્રોતામાં ત્રીજા રૂપને બોધ આડકતરી રીતે કરાવી જાય છે તેવું બે રૂપનું સાક્ષાત કથન પણ ત્રિરૂપલિંગાખ્યાન કહેવાય. દુકની આ સ્પષ્ટતા આવકાર્ય છે; કારણ કે પરાર્થનુમાનમાં સામાન્યતઃ અન્વયવ્યતિરેકમાંથી અન્વયનું જ કથન અને ઉપરાંત પક્ષધર્મનું કથન એમ બે રૂપનું જ સાક્ષાત્ કથન થતું હોય છે, છતાં અન્વયકથનમાંથી વ્યતિરેકરૂપી ત્રીજા રૂપને અથ આક્ષિપ્ત થાય છે, તેથી તેને ત્રિરૂપલિંગાખ્યાન જ કહી શકાય. બૌદ્ધ પરાર્થનુમાન વાણીની કરકસરમાં રાચે છે.
અનમાતામાં અન્વય-વ્યતિરેકજનિત વ્યાપ્તિજ્ઞાન પ્રથમ થયેલું હોય છે. ત્યાર બાદ જ થયેલું પક્ષધમતાનું જ્ઞાન સાધ્યનિશ્ચય કરાવતું હોય છે. આ સ્વાર્થનુમાનના ક્રમે જ પરાથનુમાન પ્રયોજાય છે. અન્વય-વ્યતિરેકના કથન અને પક્ષધર્મતાના કથનના ક્રમે. આ બાબત તરફ પણ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું છે, જો કે કચેરબાટ્રસ્ટી સ્વાનુમાન અને પરાથનુમાનમાં ત્રણે રૂપની ઉપસ્થિતિને કમ એકબીજાથી ઊલટે છે એમ નેધી પરાથનુમાનની અશાસ્ત્રીયતાની ફરિયાદ કરે છે. આ ફરિયાદ મને વિજ્ઞાનની એરણ પર યચવા જેવી છે.
સૂત્ર ૨:
પરાથનુમાન એટલે કે અનુમાનના પ્રતિપાદક વચન વિષે પણ મતભેદને અવકાશ છે; કારણ કે તે પ્રતિપાદક વચનનાં કિંવા અનુમાનવાજ્યનાં અવયવોની સંખ્યા વધતી-ઓછી કપાઈ છે. આ કારણે પરાર્થાનુમાનની ચર્ચા પણ આવશ્યક છે. શ્રોતા પણ વક્તા જેવું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org