SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિર છે : સ્વાર્થનુમાન ૨૫ સ્વાર્થનુમાન અને પરાથનુમાનને ભેદ સ્પષ્ટરૂપે કહીએ તો આવો છે? સ્વાર્થનુમાન એ અનુમાન પાછળની ચિત્તપ્રક્રિયાની મીમાંસા છે, તો પરાર્થનુમાન એ અનુમાતાએ પોતે કરેલું અનુમાન અન્ય જિજ્ઞાસુમાં સંક્રાંત કરવા માટેની યોગ્ય કથનરીતિની મીમાંસા છે. અત્રે, સ્વાર્થીનમાન અને પરાર્થોનમાનનાં ક્ષેત્રોની ભિન્નતાની તીવ્ર સભાનતા ગ્રંથકાર અનુભવે છે, તેથી જ એકની બાબત બીજામાં પ્રતિપાદિત ન થઈ જાય તે અંગેની તેમની ચીવટ જણાય છે. સુત્ર ૫ ઃ 1 : “ફિટેવમાવઃ' એ શબ્દ પર ઘ ઘ૦ જુએ: શિરે રિાિટે માત્ર પ્રશ્નમrsીતિ દ્રષ્ટકમ્ | ન સ્વભાવ વ, વારા િવનાન્ (અથ: “બાકીનામાં અભાવ' એને અN “અભાવ પણ’ એમ સમજ; ‘માત્ર અભાવ જ' એમ નહિ; કારણ કે તેમાં અભાવવ્યવહારની પર્ણ સિદ્ધિ થતી હોય છે.) આ સૂત્રમાંના ત્રણ રકારને ધર્મોત્તર બિનજરૂરી રીતે હેત્વર્થ" લે છે. “ ત્રણેની સમુચ્ચયાર્થતા તે તેમને અભિપ્રેત છે જ’ એવી દુકની સ્પષ્ટતા જરૂર મરીએ. પણ તે ઉપરાંત તેમાં હેવતા માનવાનું કોઈ વાજબી કારણ જણાતું નથી. આગલા સૂત્ર કરતાં આ સૂત્રનો વિષય જ જુદે હોઈ પ્રથમ કારની હેત્વર્થતા માનવાની લાલચ પણ રોકવા જેવી છે. કચેરબાસ્કી પણ આવી યોગ્ય રીતે જ ટીકા કરે છે. સૂત્ર ૬ : આ સૂત્રને પિાળમારામાવાસિ એ સમાસ ગૂંચવે તે છે. તેનું સહજ અટલ વિનીતદેવના સૂત્રાર્થમાં આપેલું જણાય છે. “(અન્યભાવ સંબંધી) વિધિ અને કાજણભાવ કે તે બંનેના અભાવની સિદ્ધિ (= નિશ્ચય) થઈ શકતી નથી. આ અથધનમાં બે બાબતો વચ્ચેના એ જ સંબંધ - વિરોધ અને કાર્યકારણભાવ – ઉલેખાયા છે. જ્યારે અગિયાર અનુપલબ્ધિ પગોમાં આ એ ઉપરાંતને વ્યાખ્યાપકભાવરૂપ ત્રીજો સંબંધ પણ ઉપયોગમાં લેવાય છે. એટલે એને સમાવેશ પણ આ સત્રમાં થાય તે અષ્ટ ગણાય. પરંતુ વિનીતદેવના ઉપર્યુક્ત અર્થઘટનમાં એને સમાવેશ દેખીતી રીતે નથી. આથી ધર્મોત્તરે ઉક્ત સમાસના અભાવ એ શબ્દ સાથે વ્યાવસ્થ અમારે થાવ એ શબ્દો અધ્યાહાય ગણ્યા છે પણ વાક્યપ્રયોગની સહજતાની દષ્ટિએ આ શબ્દને અધ્યાહાર અસ્વાભાવિક લાગે છે. તેથી વિનીતદેવનું અર્થઘટન સ્વીકારીને એનું સમર્થન એમ કહીને કરી શકાય કે સૂત્રકાર અને વ્યાપ્યવ્યાપકભાવને કાર્યકારણભાવમાં સમાવિષ્ટ માનતા હોવાને સંભવ છે. સૂત્રકારના આવા ભગત ભાવનો પુરાવો આગળ આવનાર સૂ૦ ૨.૮ની ધર્મોત્તરની ટીકામાં આપેલા દેતુના અવતરણમાં મળે છે. ચેરબાસ્કી પણ વિનીતદેવના અર્થધટનને ટેકો આપે છે. પણ તેઓ સરતચૂકથી જ વિરોધમાં વ્યાપ્યવ્યાપભાવને સમાવેશ કરવાનું સૂચવે છે. ઉપર કહ્યું તેમ કાય કારણભાવમાં જ તેને સમાવેશ કરવાનું શકય છે. ન્યા. બિ. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy