________________
સમાલોચના
२५
ત્રીજ “પરાથનુમાન-પરિચ્છેદ 'માં પરાથનુમાનનું લક્ષણ, તેના સાધમ્યવાળા પ્રયોગભેદોનું લિંગપ્રકારભેદે સદાહરણું કથન, સ્વભાવહેતુના ત્રણ પ્રભેદની પ્રાસંગિક ચર્ચા, વૈવર્મપ્રયોગોનું સેદાહરણ કથન, અન્વય-વ્યતિરેકની તાત્ત્વિક એકરૂપતા, પરાથનુમાનમાં પક્ષનિર્દેશ (= નિગમનવાક્યરૂપે સાધ્યનિર્દેશ)ની અનાવશ્યકતા, પક્ષ (= પ્રતિના વાક્ય) નું લક્ષણ અને લક્ષણુઘટકોનું સેદાહરણ સ્પષ્ટીકરણ, પ્રસંગોપાત્ત ચાર પ્રકારનાં નિરાકૃત પક્ષનાં ઉદાહરણ, હેવાભાસના પ્રકારનું સાદાહરણું વર્ણન, વતૃત્વ-સર્વજ્ઞત્વના વિરોધના પરીક્ષણના અન્વયે વિરોધના બે પ્રકારની પ્રાસંગિક ચર્ચા, વિરુદ્ધ હેત્વાભાસના
ઈષ્ટવિઘાતકૃત ' પ્રકારના અનુલેખ અંગે સ્પષ્ટીકરણ, અસાધારણ અનૈકાન્તિક હત્યા ભાસની સંશયકારક્તા, વિરુદ્ધાવ્યભિચારી હેવાભાસને અનુલ્લેખ અંગેની પ્રાસંગિક સ્પષ્ટતા , દૃષ્ટાન્તને પૃથ સાધનાવયવ તરીકે અસ્વીકાર , દૃષ્ટાંતોષના પ્રકારનાં ઉદાહરણે , દૂષણનું લક્ષણ, જાતિનું લક્ષણ – આટલા વિષય છે. મનનીય બિંદુઓ ( ટિપ્પણમાં નહિ સ્પર્શયેલાં ) સમ્યગ જ્ઞાનની પુરુષાર્થ સિદ્ધિ માટે અનિવાર્યતા (સૂ) ૬.૨ ): મિયાણાનથી પ્રતિભાસ પામતે વિષય અપેક્ષિત અયક્રિયા કરનારે નથી હોતું તેથી તે પુરુષાર્થની સિદ્ધિ તે નથી જ કરતો. પરંતુ “તે અન્ય અથક્રિયા સાધનાર તો બની શકે. તો પછી અન્ય પુરુષાર્થની સિદ્ધિ કરનારો તે ગણુય જ ” – તે વધે ન લઈ શકાય ? ટીકાકાર સમજાવે છે કે જે ક્ષણે અન્ય પુરુષાર્થની સિદ્ધિ પુરુષ અનુભવે છે તે ક્ષણની તરત પૂર્વે તે પદાર્થનું મિથ્યાજ્ઞાન ટાળે તેવું સમ્યગૂજ્ઞાન થાય તે થકી જ પોતે નિશ્ચિત અક્રિયાની તૃપ્તિ અનભવી શકે. છિપલીને રજતઅદ્ધિથી લેવા ગયેલે મનુ છે જયારે છિપલી મેળવે છે. ત્યારે એનું છિપલીપણું જાણે તો જ “છિલી મેળવી ” તે આકારે પુરુષાર્થસિદ્ધિ અનુભવી શકે છે. કોઈ પણ પુરુષાર્થસિદ્ધિ એના સમગ્ર અકારના સભ્યપૂસાન થકી જ સંપન્ન થાય છે. રસપાનના અનુભવની ક્ષણે રસને કટુરસ' તરીકે જાણનાર મનુષ્ય પોતે “હુ મધર સ માણું છું' એવી અનુભૂતિ કઈ રીતે કરી શકે? અજ્ઞાત સુખ એ સુખ કહેવાય? પ્રત્યક્ષની નિવિકલ્પકતા (રુ. ૪) : ઉપનિષના ચો વાર નિવારે... એ અભિપ્રાય સાથે તુલનીય આ અભિપ્રાય છે. સત્યને કશા આરે પણ વગરને અનુભવ એટલો સઘન હોય છે કે ત્યાં શબ્દને અવકાશ જ નથી. જ્ઞાતા, સેવ અને જ્ઞાનને અભેદ એ જ ખરો સાક્ષાત્કાર છે – આવી ગૂઠ બાબત આ નિવિકલ્પક-પ્રત્યક્ષવાદ સૂચવી જાય છે. આપણે વ્યવહાર સવિકલ્પક પ્રત્યક્ષથી ચાલે છે, એટલે તે દષ્ટિએ પ્રત્યક્ષ સવિકટપક જ હોય એમ જ વિચારવાને આપણે ટેવાયેલા છીએ . પરંતુ બૌદ્ધો પ્રત્યક્ષને વિષય સ્વલક્ષણ. એટલે કે સામાન્યરહિત માને છે; ને સામાન્યની પ્રતીતિ વગર શબ્દની ઉપસ્થિતિ સંભવે નહિ. પ્રત્યક્ષ વિષેને આ પારમાર્થિક અભિપ્રાય પ્રાજ્ઞ પુરુષના યથાર્થ દર્શનને આભારી જ ગણાય. આ લક્ષણ દ્વારા “વ્યવહારપરાયણ સંસારીઓ પ્રત્યક્ષાભાસને જ પ્રત્યક્ષ ગણે છે” એવું ગૂઢ મંતવ્ય ફલિત કરી શકાય. આમાંથી જ્ઞાતા અને વિષયના અતનું અંગિત વાચી શકાય, બૌદ્ધ અપવાદ પણ “શબ્દ વસ્તુના સ્વરૂપના પરિચાયક નથી” એ વાત જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org