________________
૨૪
ન્યાયબિંદુ
શીર્ષક
સમગ્ર ભારતીય પ્રમાણુશાસ્ત્રમાં “ ન્યાય” શબ્દ બહુપ્રયુક્ત છે, મ મ શ્રી સતીશચંદ્ર વિદ્યાભૂષણના મત પ્રમાણશાસ્ત્ર પ્રથમ તબક્કામાં “ આન્વીક્ષિકી'- વિદ્યા તરીકે ઓળખાતુ હતું. જ્યારે બીજા તબકક માં ( ન્યાયશાસ્ત્ર' તરીકે ઓળખાવા લાગ્યું. એમને મને
ન્યાય’ શબ્દ મુખ્યત્વે પરાથનુમાન માટે વપરાય છે, ને લક્ષણથી પ્રમાણમાત્ર માટે ( જુઓ A History of Indian Logic, pp. 40–41 ) . ન્યાય'ને પર્યાય “ઉપાય” શબ્દને ગણી શકાય. બંનેમાં વ્યક્તિથી જન્મતે અથ પણ સમાન છે. નિ” એટલે નિશ્ચયપૂર્વક, “ આય” એટલે પહોંચાડનારું. અર્થાત્ કોઈ વિષયના સ્વરૂપને માડનારું (જ્ઞાનરૂપી) સાધન તે ન્યાય. સત્ય વિષેનું પરીક્ષ સાચા સત્યને પમાડે છે માટે “સત્યવિચાર” યા પુરાવાના તેલનને પશુ પ્રચલિત લેકવહેવારમાં “ ન્યાય' કહેવાય છે. લગભગ
ન્યાય” શબ્દના જ અર્થમાં મર્યાદિત અંશે “પરીક્ષાશબ્દ પણ વપરાય છે (દા. ત. પરીક્ષામુખસૂત્ર' એ ગ્રંથનામ). પરંતુ “ ન્યાયબિંદુ' શબ્દમાં “ ન્યાય’ને પ્રમાણુ' એ વ્યાપક અર્થ જ બંધ બેસે છે. “બિંદુ” શબ્દ ધણું શાસ્ત્રગ્રંથે ના નામના ઉત્તરપદ તરીકે જો મળે છે – દા. ત. “ હેતુબિંદુ'. તે અર્થમાં જ “લેશ ', “કણિકા' શબ્દ પણ વપરાયા છે. સંભવત: આ શબ્દો ગ્રંથકારની નમ્રતા સૂચવે છે. શાસ્ત્રના વિપુલ ગ્રંથરાશિમાં પોતાનો ગ્રંથ કે પ્રયત્ન બિંદુ-સમાન છે એવી નમ્ર અનુભૂતિ એમાંથી સૂચવાતી લાગે છે. અગાઉ કહ્યું તેમ શાસ્ત્રગ્રંથોના વિપુલ કલેવરમાં મૌલિક પ્રદનનાં બિંદુ તો મર્યાદિત જ (છમાં કિંમતી) હોય છે. અનેક ગ્રંથકારના ક્રમિક પ્રયત્ન રૂપી બિંદુએથી જ શાસ્ત્રરૂપી સિન્ધનું નિર્માણ થાય છે
ગ્રંથકલેવર
આ ગ્રંથ “પ્રત્યક્ષ', “સ્વાર્થનુમાન” અને “પરાથનુમાન” એમ ત્રણ પરિચ્છેદમાં વિભક્ત છે. તેમાં ધર્મોત્તરની ટીકા અનુસાર અનુક્રમે ૨૧, ૪૮ અને ૧૪૦ સૂવે છે.
પ્રત્યક્ષ-પરિચ્છેદ'ના પ્રથમ સૂત્રમાં પ્રસ્તુત ગ્રંથના વિષયનું તથા તે વિષયના પ્રજનનું કથન છે. ત્યાર બાદ સમ્યગ-જ્ઞાનના બે પ્રકારને નિર્દેશ , પ્રત્યક્ષનું લક્ષણ , પ્રત્યક્ષલક્ષણાટક બે પદોનું અથ કથન , પ્રત્યક્ષના ચાર પ્રકારનાં લક્ષણ, પ્રત્યક્ષના વિષયરૂપ સ્વલક્ષણુનું સ્વરૂપ અને પારમાર્થિક મહત્ત, અનુમાનના વિષયનું સ્વરૂપ, પ્રમાણ– ફલનું અભિપણું, સરૂનું પ્રમાણપણું – એટલા વિષયે પ્રથમ પરિચ્છેદમાં નિરૂપાયા છે.
સ્વાનુમાન પરિચ્છેદમાં અનુમાનના પ્રકારના કથનપૂર્વક તે પૈકીના સ્વાર્થનુમાનનું નિરૂપણ છે. સ્વાર્થનુમાનનું લક્ષણ, લિંગના વૈરૂનું સ્વરૂપ, અનુમય (પક્ષી)સપક્ષ-વિપક્ષનું સ્વરૂપ, ત્રણ પ્રકારનાં લિંગનું સે દાહરણ સ્વરૂપકથન, ત્રિવિધ લિંગના લિંગ ત્વના કારણરૂપે સ્વભાવ પ્રતિબંધ આવશ્યક્તા, અનુપલબ્ધિ-લિંગ વિષે વિશેષ વિચાર, અનુપલબ્ધિના અગિયાર પ્રકારનું સેદાહરણ વર્ણન, આ વિષે કેટલાંક સ્પષ્ટીકરણો, અદશ્યાનુપલબ્ધિની સંશયકારતા – આટલા વિષ નિરૂપાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org