________________
મિલોચના
२३
તેમનો સમય વિવિધ વિદ્વાનોના મતાને અધારે આઠમી સદીને પૂર્વાધ કે ઉત્તરાર્ધ લાવાનું ઠરે છે.
તેમના અન્ય ગ્રંથો : (૧) ધર્મકાતિના પ્રમાણુવિનિશ્ચય” પરની ટીકા, (૨) ' અહિનામપ્રકરણ” કે “અપહપ્રકરણ', (૩) “ક્ષણભંગસિદ્ધિ ', (૪) “પરલેકસિદ્ધિ', (૫) “ પ્રામાણ્ય/પ્રમાણ/લધુપ્રમાણુ-પરીક્ષા'.
ન્યાયબિંદુ : વિષયસમીક્ષા ભૂમિકા
મનુષ્યની ચિંતનશીલતા અને સ્પદનશીલતા સમગ્ર ભારતીય શાસ્ત્ર પરંપરા અને કાવ્યપરંપરામાં પૂરેપૂરી અભિવ્યક્ત થાય છે. વ્યક્તિગત અને સામુદાયિક જીવનનાં શોધન અને મંડન માટે આ સમગ્ર વાડૂમય-પુરુષાર્થ આકાર પામે છે. શાસ્ત્ર કે કાવ્યની દરેક પરંપરામાં ગ્રંથસર્જનની વિપુલતા પાછળનું રહસ્ય સમજવા જેવું છે. એ વિપુલતામાં એક બાજુ પરસ્પર પ્રભાવ અને સદશ્ય પણ ભરપૂર હોય છે, તે તેની સાથે જ વણાયેલું વૈવિધ્ય કે વિલક્ષણપણું પણ સંતર્પક હોય છે. એની પાછળ ભાગ ભજવે છે પરંપરા દ્વારા જે કાંઈ શ્રેષ્ઠ પ્રાપ્ત થયું છે તેના સ્વીકારની ગુણગ્રાહી વૃત્તિ અને પરંપરાના નવપલ્લવન દ્વારા. ઋણમુક્તિની તાલાવેલી. પરંપરામાંનું જે કાંઈ પૂર્ણપણે ગ્રાહ્ય છે, જે કાલબાધિત નથી તેને સ્વીકાર કરવામાં જ લાઘવ છે. તો બીજી બાજુ સમયાંતરે ઊઘડતા જતા જ્ઞાનનાં અને સૌદર્યબોધનાં નવાં ક્ષિતિજોને ન્યાય આપવા અપ્રસ્તુત કે કાલપ્રસ્ત અંશનું વિસર્જન પણ જીવનનાં શોધન–મંડનના કર્તવ્યની પ્રતિરૂપ બની રહે છે. આ ન્યાયે જોતાં એક જ વિષયને લક્ષતા અનેક શાસ્ત્ર-ગ્રંથમાં દેખીતી રીતે અનુકરણું પ્રાયઃ વિશેષ જોવા મળે છે. તેમ છતાં દરેક ગ્રંથમાં તેના ચયિતાની પ્રતિભા સૌમ્ય કે પ્રબળ રીતે કોઈક અંશમાં પ્રફુટિત થતી હોય છે. એને લીધે જ દરેક સમાન લાગતા ગ્રંથની પણ અપૂર્વતા અધિકારીઓ દ્વારા અનુભવાય છે. હેમચંદ્રાચાર્યે તેમના “ પ્રમાણુમીમાંસા ” ગ્રંથમાં પ્રત્યેક ગ્રંથની અપૂર્વતાની આ વાત સારી રીતે કહી છે. આ ન્યાય ‘ન્યાયબિંદુ”ને પણ લાગુ પડે છે. પરંપરાગત અનેક બાબતોના “અનુર્વાદ' સાથે કેટલાક મહત્ત્વના મુદ્દામાં લેખકનું મૌલિક પ્રદાન ઊપસી આવે છે. નવી વાત પણે કશા આવેશ કે ટાટોપ વગર રજૂ કરવાની તેમની તાસીર જણાય છે. પ્રમાણમાં પ્રમેયવિષયક સ્વમત બાબત અનારૈવીપણું એ પણ એમની વિશેષતા છે. આમ છતાં ઉદાહરણ દ્વારા પોતાનાં તત્વવિષયક, આચારવિષયક મંતવ્ય તરફ હળવાશથી ઈગિત કરી દે છે. પોતાના આદરણીય પૂર્વાચાર્યોના કેઈ મતો પ્રત્યે અસંમતિ હેય તે તે પણ સમુચિત રીતે હેતુપવ, પ્રસ્થાપે છે. સૂત્રશૈલીને શોભાવે તેવું યુકિતલાઘવ, કથનલાધવ જળવાયું છે. આમ છતાં વિષયનાં બધાં જ મહત્ત્વનાં અંગેની વ્યવસ્થિત રજૂઆત થઈ છે,
હવે પછી પ્રથમ, ગ્રંથને સ્થૂલ પરિચય આપી, ત્યારબાદ પસંદ કરેલાં મહત્ત્વનાં વિચારશિખરે ઉપસાવવાને ક્રમ રાખે છે. અંતે ધમકીતિ કઈ પ્રસિદ્ધ દાર્શનિક બૌદ્ધ શાખાને વરેલા છે તે બહુચર્ચિત વિચારણીય પ્રશ્નના સમાધાન માટે કોશિશ કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org