________________
પ્રથમ પાર છે : પ્રત્યક્ષ
૨૧૫
6 : અહો અન્ય વસ્તુના જ્ઞાન ઉપરાંત એ અન્ય વસ્તુને પણ અનુપલંભરૂપ કહેવામાં શી સાર્થકતા તે સ્પષ્ટ થતું નથી.
સૂત્ર ૧૩ :
સૂત્રમાંના વમવિરોષ એ પ્રયોગને ચેરબાસ્કી presence of an individual entity એ રૂપે અનૂદિત કરે છે તે વ્યાકરણદષ્ટિએ તેમ જ સૂત્રાર્થની દષ્ટિએ યોગ્ય ગણાય ? અહીં વિશેષને અથ “વિશિષ્ટ ” એવે છે. વળી presence માટે મૂળમાં કોઈ શબ્દ નથી કે તેને અધ્ય હાર પણ શક્ય નથી. એ જ વિદ્વાને ટિપણમાં “સ્વભાવવિશેષ ને અર્થ પાશ્ચાત્ય તત્ત્વવિચારક લેકની પરિભાષામાં ' આગવું અસ્તિત્વ ” ( existence individually distinct) એમ આપે છે. આ અન્ય અર્થ પણ એમના અનુવાદની જેમ જ સ્વીકાર્ય નથી. “આગવું અસ્તિત્વ' તો પિશાચાદિ અદશ્ય ભાવોને વિષે પણ કહી શકાય, તે શું તેને ય સ્વભાવવિશેષ ગણીને ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત ગણવું ? “સ્વભાવવિશેષ અને અર્થ છેવટે દૃશ્ય, શયદર્શન કે અવિપકૃષ્ટ એ સ્વભાવ કરવો જોઈએ એવું ખુદ ચેરબાસ્કીએ જ ટાંકેલું વિનીતદેવનું અર્થઘટન જ ન્યા લાગે છે. એ અર્થઘટન ઉપર્યુક્ત અનુવાદ વખતે કેમ ધ્યાનાહ નહિ ગણાયું હોય ?
આ અને પછીના સૂત્રમાં વપરાયેલા વાવ શબ્દ દ્વારા સૂત્રકારને “આગવી (૨ ) અવસ્થા (મra)” અભિપ્રેત જણાય છે. અલબત્ત, અહીં માત્ર ' આગવી અવસ્થા ” ઉલ્લેખીને એ અવસ્થા ધરાવનાર વરતુ” અર્થાત ધમને ઉલ્લેખ પણ – બૌદ્ધ ગુણગુણિના અભેદની દૃષ્ટિ મુજબ – કરાયેલે માની શકાય. સૂત્ર ૧૩ :
આ સૂત્રમાં ઉલ્લેખેલા સ્વમાવતિવમાંના સ્વભાવ શબ્દને અર્થ, “સ્વભાવહેતુ 'માંના “સ્વભાવ” શબ્દના અર્થથી જુદે સમજવાનું છે. દુક સૂચવે છે તેમ અને તેને અર્થ “સ્વરૂપ” એવો કરવાનો છે. જ્યારે “સ્વભાવહેતુ ”માં “સ્વભાવ ને અથ “કોઈ અન્ય ધર્મ સાથે અવિનાભૂત એવા ધમ' એવો છે. માત્ર સ્વભાવહેતુ જ નહિ, કાર્ય હેતુ પણ પિતાના સાંધ્ય પર “સ્વભાવપ્રતિબંધ” ધરાવે છે. ' સ્વભાવ પ્રતિબંધ’ શબ્દના ઉપગ વડે સૂત્રકાર એવું સૂચવતા જણાય છે કે એક દષ્ટિએ કાર્ય હેતુ એ પણ સ્વભાવહેતુ જ છે – કાર્ય એ કારણરૂપ સ્વભાવવાળું છે માટે કાર્ય પરથી કારણનુમાન થાય છે. અગાઉ
અનપલબ્ધિરૂપ હેતુના સંદર્ભમાં “સ્વભાવવિશેષ' શબ્દ વાપર્યો હતો તે પણ ઉપરના બે પ્રયોગો સાથે તુલનીય છે. તેમાંના “સ્વભાવ’ શબ્દને અર્થ શ્રી કચેરબાસ્કી સંભવતઃ entity એવો તેમ જ શ્રી મૃણાલકાન્તિ “object ” – એમ કરે છે તે ધમધમીના અભેદના બૌદ્ધ વલણને ધ્યાનમાં રાખીને – એમ સમજવું જોઈએ. પરંતુ ઉપર બે કિસ્સામાં નોંધેલા ધર્મપરક અર્થમાં જ શું સૂત્ર ૨.૨ ૩, ૪ ના ૩માવવિશેષ ' પ્રયોગમાં પણ માવ શબ્દ ન વાપર્યો હોઈ શકે ? ધર્મકીતિ સર્વત્ર ધમધમીના અભેદના સિદ્ધાંતને વળગી રહેલા જાણતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org