________________
પ્રથમ પરિછેદ : પ્રત્યક્ષ
૨૦૯ અસાધારણય જ લક્ષિત છે' ઈત્યાદિ), પણ તે સ્વીકાર્ય ન ગણી શકાય. આને બદલે ‘સન્નિધાન ” એટલે ગ્ય ( = ઈન્દ્રિયગોચર) દેશમાં લેવું અને “અસન્નિધાન ” અયોગ્ય દેશમાં હોવું અથવા સર્વથા સર્વત્ર અસિત હોવું – એ વિનીતદેવને અર્થ સત્રાને વધુ સંગત બનાવતે લાગે છે. એ અથ લઈએ તે “જ્ઞાનપ્રતિભાસનો ભેદ” એટલે જ્ઞાનપ્રતિભાસની સત્તા કે અસત્તારૂ૫ ભેદ – એમ સમજીને સૂવાથી કરી શકાય. કચેરબાસ્કીએ પણ વિનીતદેવના અર્થઘટનને અહીં વધુ ૫ ગયું છે.
અહીં એક બીજો પ્રશ્ન પણ વિચારણીય છે: વિનીતદેવ ધર્મોત્તરની પૂવે થઈ ગયા. તેમની ટીકા ધર્મોત્તરે અનેક સ્થળે ધ્યાનમાં લીધી છે એ વાતનો તો દુકમિશ્ર પણ સાક્ષી છે. તે સૂત્રને ઘટાવતા વિનીતદેવના સાવ જુદા અર્થઘટન તરફ શું ધર્મોત્તરનું ધ્યાન નહિ ગયું હોય ? વિનીતદેવથી પિતાની મતભિન્નતા જ્યાં જ્યાં હોય ત્યાં નામ દીધા વગર ધર્મોત્તર બરાબર ચેટથી તેને ઉલેખીને પોતાના મતનો પુરસ્કાર કરે છે. અહીં તેમ કેમ કર્યું નહિ હેય? આ સ્થળે ઉક્ત મતભિન્નતા ઉપેક્ષણય તે નથી જ. જે કે દુમિ, ઘામાં નામ દીધા વગર સપષ્ટપણે આમ કહે છે તે નોંધપાત્ર છે : નિષાનાસન્નિવાનરાવી निकटदूरावस्थानाी व्याचक्षाणो यदन्यैराख्यात'--" असन्निधान योग्यदेशे सर्वथा वस्तुनोऽभाव" રુતિ તરાક્રતિ 1( અર્થ : સન્નિવાન અને અનિધન શબ્દના અર્થ અનુ. “ નિકટ હોવું' અને “દૂર હોવું ' એમ કરીને ટીકાકાર, અન્યએ મનિધાનને અર્થ “ઇન્દ્રિયગોચર પ્રદેશમાં વસ્તુને સદંતર અભાવ ” એવો જે કર્યો છે તેનું ખંડન કરે છે.) તાવ પણ આવી શાન્તભદ્રની વ્યાખ્યા નિર્દેશી, તેનું ખંડન અત્રે અભિપ્રેત માને છે. સૂત્ર ૧૮થી ૨૧ :
પ્રત્યક્ષ પરિચ્છેદનાં આ ચાર સૂત્રો સાથે મળીને પ્રત્યક્ષ અંગે એક મહત્ત્વનું પ્રતિપાદન કરે છે. આ સૂત્રોમાં સૂત્રકારે તે એકંદરે એક જ વાત ઉપસાવવા ધારી છે. પરંતુ તે બાબતના પાયામાં રહેલી એક બીજી બાબત પણ ધર્મોત્તર આ ચર્ચાના ઉત્તરાર્ધમાં સૂત્રકારની સમગ્ર વિચારદિક્ષાને ધ્યાનમાં રાખીને પલવિત કરી છે. એ બાબત પણ ઘણી મહત્ત્વની છે.
આ બે બાબતે નિરૂપતાં પહેલાં એ બંનેના પાયામાં રહેલા મુખ્ય બૌદ્ધ - યોગાચાર અને સૌત્રાન્તિક પરંપરાને અભિમત – સિદ્ધાંત ધ્યાનમાં લઈએઃ (૧) “કશુંક કશાકમાંથી ઉત્પન્ન થાય છે' એવી સમજણને નકારીને “કશુંક હોય છે, ને કશુંક થાય છે” એમ નિરૂપતે પ્રતીત્યસમુપાદવાદ ( = અન્ય પરંપરાઓને “કાર્યકારણભાવ”). આ એક પાયાના બૌદ્ધ સિદ્ધાંતનું મૂળ પણ બૌદ્ધ ક્ષણભંગવાદ છે. (૨) વિષયના જ્ઞાનની સાથે જ એ જ્ઞાનનું જ્ઞાન થાય છે એવું આ પ્રત્યક્ષપરિચ્છેદમાં જ પ્રતિપાદિત “સંવેદન'રૂપ પ્રત્યક્ષનું ક૯૫ન.
ઉક્ત સૂત્રોનું પ્રતિપાદ્ય વિષય છે પ્રત્યક્ષજ્ઞાનની પ્રક્રિયા. શું આ પ્રક્રિયામાં સાધનરૂપ અને ફળ ( = સાધ)રૂપ ભાગ અલગ અલગ છે ખરા ? પહેલાં તો એ નકકી કરવું જોઈએ ન્યા. બિ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org