________________
તૃતીય પરિછેદ : પરાર્થનુમાન
૧૮૭
8. “જ્યાં કૃતકત્વ ત્યાં અનિત્યત્વ” એમાં સ્વભાવ-હેતુની [ અન્વય– વ્યાપ્તિ બતાવાઈ છે. “અનિત્યત્વને અભાવ હોય તે કૃતકત્વ ન જ હોય એમાં વ્યતિરેક [ –વ્યાપ્તિ] બતાવી છે. વળી [ અન્વય-વ્યાપ્તિનું સાધક પ્રમાણુ સાધમ્મદષ્ટાન્તરૂપે બતાવવું જોઈએ; અને જેની [ સાધ્ય સાથે 3 વ્યાપ્તિ પ્રસિદ્ધ છે તેવા હેતુને સાધ્યાભાવ સાથે નિયત એ અભાવ પણ [ વૈધમ્યદૃષ્ટાન્તથી] બતાવવો જોઈએ. એટલે [ અવયવ્યાપ્તિ અને વ્યતિરેકથ્થાપ્તિ માટે અનુક્રમે ] ઘડો અને આકાશ એ દૃષ્ટાંત પણ આપવાં જ પડે.
9. कस्मादेवमित्याह - न हीति । यस्मादन्यथा सामान्यलक्षणरूपे सपक्षविपक्षयोः सदसत्त्वे यथोक्तप्रकारे इति नियते - सपक्ष एव सत्त्वं विपक्षेऽसत्त्वमेवेति नियमो यथोक्तप्रकार : - ते न शक्ये दर्शयितुम् । विशेषलक्षणे हि दर्शिते यथोक्तप्रकारे सदसत्त्वे दर्शिते भवतः । न च विशेषलक्षणमन्यथा शक्यं दशयितुम् ।
9. આનું કારણ [ સૂત્રમાં ] આગળ સ્પષ્ટ કરે છે. એ સિવાય ( = દષ્ટાંત આપ્યા સિવાય) હેતુનું સપક્ષમાં [ જ] સત્વ અને [સવ ] વિપક્ષમાંથી વ્યાવૃત્તિ, એવાં જે લક્ષણ સામાન્ય રૂપે કહ્યાં છે તે બંને યક્ત પ્રકારે એટલે કે નિયત રૂપનાં - સપક્ષમાં જ સત્ત્વ વિપક્ષમાં અસત્વ જ એવા નિયમવાળાં – બતાવવાં શક્ય નથી. કારણ કે વિશેષ પ્રકારનાં ચીંધવાથી જ ઉપર કહ્યાં તેવાં [ નિયમબદ્ધ ] સત્ત્વ અને અસત્ત્વની પ્રતીતિ શકાય. [ જે આટલું સ્પષ્ટ થયું હોય તે સાથે સાથે એ પણ ઉમેરવું જોઈએ કે : 1 એ વિશેષ પ્રકારનું લક્ષણ પણ પાછું અન્ય રીતે ( =દષ્ટાન્ત સિવાય) પ્રતીતિકારક ન બનાવી શકાય. [ આમ હેતુના સ્વરૂપની યથાર્થ સમજણના અંગરૂપે જ દૃષ્ટાંતને સ્વરૂપબોધ થઈ જાય છે. ]
10. तस्य साध्यस्य कार्य तत्कार्यं धूमः । तस्य भावस्तकार्यता । सैव नियमो, यतः तत्कार्यतया धूमो दहने नियतः । सोऽयं तत्कार्यतानियमो विशेषलक्षणरूपोऽन्यथा दर्शयितुमशक्यः । स्वभावलिङ्गस्य च स्वभावेन साध्येन व्याप्तिर्विशेषलक्षणरूपा न शक्या दर्शयितुम् । यस्मात् कार्यकारणभावस्तादात्म्यं च महानसे घटे च ज्ञातव्यं , तस्माद् व्याप्तिसाधनं प्रमाणं दर्शयता साधर्म्यदृष्टान्तो दर्शनीयः ।।
10. [ કાર્યરૂપ લિંગનો, તેના જ એટલે કે [કારણરૂપ ] સાધ્યના જ કાર્ય હોવાનો નિયમ હોય છે; કારણ કે [ લિંગભૂત ] ધુમાડે અગ્નિનું [ જ ] કાય હોવાથી અગ્નિ સાથે નિયત સંબંધવાળો છે. હવે આ “તેના જ કાર્ય હવાનો નિયમ” કે જે હેતુના એક વિશેષ પ્રકારરૂપ છે, તે અન્ય રીતે ( = દૃષ્ટાન્ત સિવાય) સમજાવી શકાતો નથી. તે જ રીતે સ્વભાવહેતુની સ્વભાવરૂપ સાધ્ય સાથેની વિશિષ્ટ વ્યાપ્તિ પણ [ દષ્ટાન્ત સિવાય ] બીજા કઈ ઉપાયે નિરૂપી શકાતી નથી. [એટલે એકંદરે જોઈએ તે ] કાર્યકારણુભાવ અને તાદાત્મસંબંધ રડા અને ઘટ [જેવાં] દૃષ્ટાંત વડે જ પ્રતીત થઈ શકતો હોવાથી કોઈ પણ [ અન્વય–] વ્યાપ્તિના સાધનરૂપ પ્રમાણ તરીકે સાધમ્મ દૃષ્ટાંત બતાવવું જ પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org