________________
સમાચના
બુદ્ધનાં પોતાનાં ઉપદેશવચને “સુત્તપિટકમાં પડેલાં છે. તેમાંની એમની વાદપદ્ધતિ અને દૃષ્ટાંતપ્રધાન પ્રતિપાદન પદ્ધતિ તેમની પ્રમાણુવિચારણને સ્કુટ કરે છે. આ
સુત્તપિટને પ્રમાણભૂત ગણનારી બૌદ્ધ શાખા “સૌત્રાન્તિક” કહેવાઈ તે શાખા વાદમાં દષ્ટાંતને પ્રાધાન્ય આપતી હોવાથી " દાષ્ટ્રતિક” પણ કહેવાતી. તેથી ઊલટું, સૂત્ર પરની “વિભાષા '( વ્યાખ્યા)ને પ્રાધાન્ય આપી તેને આધારે પ્રમાણદિ વિચાર કરનારી બૌદ શાખા “માષિક” કહેવાઈ. આ બે શાખાઓ પ્રમાણ-પ્રમેય-ભેદ સ્વીકારે છે અને “સર્વાસ્તિવાદી ' તેમ જ “હીયાની' તરીકે ઓળખાય છે. તેથી ઊલટું, મહાયાના તર્ગત શાખાઓ તે “ વિજ્ઞાનવાદી” (કિવા “યોગાચાર” મત ) અને શૂન્યવાદી. તે પૈકી વિજ્ઞાનવાદી વિજ્ઞાનને વિષયરહિત માને છે – વિજ્ઞાનની જ સત્તા છે અને વિજ્ઞાન પોતે જ ભ્રાંતિથી વિષયકારે અનુભવાય છે. તેને પ્રમાણ-પ્રમેયભેદ માત્ર સાંસ્કૃતિક સત્ય તરીકે જ સવીકાર્ય છે. જ્યારે શૂન્યવાદી પ્રમાણપ્રમેય ઉભયને અસત માને છે.
બૌદ્ધ પ્રમાણનિરૂપણમાં સૌથી મહત્ત્વનું પ્રદાન કરનાર તે વસુબંધુ ( દ્વિતીય), દિનાગ અને ધર્મકતિ તેમ જ તેમના વિવરણુકાની પરંપરા છે. ઉક્ત ત્રણે વિચારકમાં ઉત્તરોત્તર તેજસ્વિતાની માત્રા વધતી જ ચાલી. દિનાગ દ્વારા ચક્કસ ઘાટ પામેલી પરંપરા ધમકાતિ દ્વારા એક સ્થાયી નિર્ણાયક ઘાટ પામી, જેથી પાછળથી ધમકીર્તિના ગ્રંથનાં અધ્યયન-વિવરણ-પલ્લવનની જ પરંપરા અનેક બૌદ્ધ લેખકોમાં ચાલી. વળી બૌદ્ધ ન્યાય ઉપરાંત ભારતીય ન્યાયપરંપરાના વિકાસમાં પણ દિડૂનાગનું મહત્ત્વનું પ્રદાન ગણી શકાય. તેમના તથા ધર્મકીર્તિ–આદિના વિશિષ્ટ પ્રમાણુવિચારથી ન્યાય–વશેષિક, મીમાંસક, વેદાંત વગેરે વૈદિક ઉપરાંત જે પ્રમાણુવિચારક્કામાં પણ તીવ્ર ઊહાપોહ જમે, પરસ્પરના ખંડનમંડનની લાંબી મધ્યકાલીન પરંપરા ચાલી, જેમાં સરવાળે આખી ભારતીય પ્રમાણવિદ્યા અસાધારણ તેજસ્વિતા પામી. એટલું જ નહિ, સમગ્ર તત્ત્વવિદ્યાને એક નવું એજન્મ મળ્યું.
અહીં નોંધવું જોઈએ કે બૌદ્ધ પ્રમાણુવિચાર પર કેટલાંક મૌલિક બૌદ્ધ મંતવ્ય – જેવાં કે અનાત્મવાદ, ક્ષણભંગવદ, અપોહવાદ, અવયવિઅસત્તાવાદ, પ્રતીત્યસમુત્પાદવાદ ઇત્યાદિ- નો પ્રબળ પ્રભાવ પડ્યો છે. એને જ કારણે તેથી ભિન્ન મ ત ો ધરાવનારાં બૌહેતર વાદીઓમાં તીવ્ર પ્રતિક્રિયા જન્મી અને લાંબી વાદ-પ્રતિવાદની પ્રક્રિયા કેટલીક સદીઓ સુધી ચાલી. બૌદ્ધોના આ તેજસ્વી ઉપક્રમે આધુનિક અનેક તત્ત્વચિંતકોનું ધ્યાન આકળ્યું છે. બૌદ્ધિક, વસ્તુલક્ષી, સંપ્રદાયમુક્ત ચિંતનને અનુકૂળ એવા આધુનિક જગતમાં આ મધ્યકાલીન બૌદ્ધોએ ઉપસ્થિત કરેલા પરિપ્રશ્નો માનવજ્ઞાનના સીમાડા વિસ્તારવામાં ઘણું ઉપયોગી અને પ્રસ્તુત છે. આ પરંપરામાં જ ઊભે છે પ્રસ્તુત ગ્રંથ
ન્યાયબિંદ'. અત્રે ન્યાયબિંદુના કર્તાનાં જીવન, કાળ, ગ્રંથરચના વિષેની તેમ જ આ ગ્રંથમાં છાપેલી ન્યાયબિંદુ–ટીકા”ના કર્તા ધર્મોત્તર વિષેની ધ્યાનપાત્ર વિગતો સારવીને રજૂ કરી છે. ત્યાર બાદ પ્રસ્તુત ગ્રંથના અધ્યયન માટે યોગ્ય દષ્ટિકોણ પૂરે પાડવાની કોશિશ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org