________________
તૃતીય પરિષદ : પરાર્થાનુમાન
૧૭૩ બ્રન્તિથી ” એટલે વિપરીત સમજણને લીધે. [ ભ્રાન્તિને ખાસ ઉલ્લેખ કરવાનું ] કારણુ એ કે પૂર્વગ્રહયુક્ત શાસ્ત્રકારે કઈ વસ્તુમાં હોય કે ન હે ય તેવા સ્વભાવને પણ આપતા હોય છે. (૧૧૫)
શાસ્ત્રકૃતોદવિ , -વેરિ પુછવુ જ માશ્વાસ -- न ह्यस्य संभवो यथावस्थितवस्तुस्थितिष्वात्मकार्यानुपलम्भेषु ॥ ११६ ।।
[ જિજ્ઞાસુને પ્રશ્ન : ] “જે શાસ્ત્રકારો પણ ભ્રાન્ત હોઈ શકે તે બીજા [ સામાન્ય ] પુરુષનો તે શો ભરોસો ? [ એટલે પ્રત્યક્ષ યોગ્ય વિષયોને લગતાં અનુમાનમાં પણ આ હેત્વાભાસ સંભવે ને તેથી તેના સંદર્ભમાં પણ તે કહેવો જોઈએ. ]” આનું સમાધાન કરતાં કહે છે :
યથાવસ્થિતવસ્તુસ્થિતિવાળા આત્મરૂપ, કાર્યરૂપ કે અનુપલધિરૂપ [ હેતુઓના પ્રયોગમાં આનો સંભવ નથી (૧૧૬).
1. न हीति । न हेतुषु कल्पनया हेतुत्वव्यवस्था अपि तु वस्तुस्थित्या । ततो यथावस्थित. वस्तुस्थितिष्वात्मकार्यानुपलम्भेष्वस्य संभो नास्ति ।
1. [ પ્રત્યક્ષોગ્ય વિષયોના ક્ષેત્રમાં ] માત્ર કલ્પનાથી કોઈ બાબત હેતુ તરીકે નિણત થતી નથી, પરંતુ [ સાક્ષાત અનુભવી શકાય તેવી ] વસ્તુસ્થિતિને આધારે નિર્ણત થાય છે. આને કારણે યથાવસ્થિત વસ્તુસ્થિતિ =વસ્તુ પ્રતિપાદન)વાળા આત( =સ્વભાવ)રૂપ, કાર્યરૂપ અને અનુપલબ્ધિરૂપ હેતુઓમાં આને ( =ભ્રમને) સંભવ નથી.
2. अवस्थित परमार्थसद्वस्तु, तदनतिक्रान्ता यथावस्थिता वस्तुस्थितिर्व्यवस्था येषां ते यथावस्थितवस्तुस्थितयः । ते हि यथा वस्तु स्थितं तथा स्थिताः, न कल्पनया । अतस्तेषु न भ्रान्तेरवकाशोऽस्ति येन विरुद्धाव्यभिचारिसंभवः स्यात् ।।
2. જે અવસ્થિત એટલે કે પરમાર્થ સત્ વસ્તુની મર્યાદા ન ઓળંગે તે “યથાવસ્થિત” કહેવાય. જેમાં યથાવસ્થિત એટલે કે સત્ વસ્તુને અનુસરનાર એવી વસ્તુસ્થિતિ અર્થાત [વસ્તુની ] વ્યવસ્થા [ કિંવા ઉક્તિ કે પ્રતિપત્તિ ] હોય છે તે હેતુઓને યથાવસ્થિત વસ્તુસ્થિતિવાળા કહેવામાં આવે છે; કારણ કે વસ્તુ ખરેખર જેવી હોય તેવા સ્વરૂપમાં તેઓ સ્થિર થયા હોય છે, માત્ર કલ્પના પર આધારિત હોતા નથી. આથી એવા હેતુઓના પ્રયોગમાં ભ્રાન્તિને અવકાશ નથી કે જેથી વિરુદ્ધાવ્યાભિચારી હેત્વાભાસ પણ સંભવે. (૧૧૬)
तत्र विरुद्धाव्याभिचारिणि उदाहरणम् --
तत्रोदाहरणं यत्सर्वदेशावस्थितैः स्वसंबन्धिभियुगपदभिसंबध्यते तत्सर्वगतम् । यथाऽऽकाशम् । अभिसंबध्यते च सर्वदेशावस्थितैः स्वसंबन्धिभियुगपत्सामान्य fમતિ ૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org