________________
૧૩૦
ન્યાયબિન્દુ
1. “વૃક્ષો ચેતનરૂપ છે ' એટલે કે વૃનું ચૈતન્ય અત્રે સાધ્ય છે. [ તેની સિદ્ધિ માટે ] “વૃક્ષોની બધી છાલ ઉતરડી નાખતાં થતું મરણ” દિગંબરે વડે [ હેતુ તરીકે ] રજૂ કરાયું છે; તે બૌદ્ધ પ્રતિવાદીની દષ્ટિએ અસિદ્ધ છે.
2. कस्मादसिद्धमित्याह -- विज्ञानं चेन्द्रियं चायुश्चेति द्वन्द्वः। तत्र विज्ञान चक्षुरादिजनितम् । रूपादिविज्ञानोत्पत्त्या यदनुमित कायान्तर्भूत चक्षुर्गोलकादिस्थित रूप तदिन्द्रियम् । आयुरिति लोके प्राणा उच्यन्ते । न चागमसिद्धमिह युज्यते वक्तुम् । अतः प्राणस्वभावमायुरिह । तेषां निरोधो निवृत्तिः । स लक्षण तत्त्वं यस्य तत्तथोक्तम् । तथाभूतस्य मरणस्यानेन बौद्धन प्रतिज्ञातत्वात् ।
2. “ કેમ અસિહ છે?” તેને ઉત્તર “વિજ્ઞાન..” ઇત્યાદિ શબ્દોથી આવે છે. તેમાં વિજ્ઞાન તે ચક્ષુ વગેરેથી જે જન્મે છે. જ્યારે ઇન્દ્રિય તે કાયાની અંદર આંખના ડોળા વગેરેમાં રહેલું રૂપસિધભૂતદ્રવ્ય છે; [ તે પ્રત્યક્ષ નથી, પણ ] તેનું અનુમાન રૂપાદિના વિજ્ઞાનની ઉત્પત્તિને આધારે થાય છે. આયુષ એટલે તેમાં જેને [ પાંચ ] પ્રાણું કહે છે તે . [ આયુષની બૌદ્ધ આગમમાં જુદી વ્યાખ્યા આપેલી છે, પણ વાદી–પ્રતિવાદી એ ઉભયને સિદ્ધ હકીકતોના જ આશ્રયવાળા વાદમાં ] આગમસિદ્ધ વ્યાખ્યા કહેવી યોગ્ય નથી. તેથી અહીં [વાદમાં ] આયુષને પ્રાણુસ્વરૂપ કહેલ છે. તે આ વિજ્ઞાન, ઇન્દ્રિય અને પ્રાણને નિરોધ એટલે કે તેમનું નિવવું એ જ મરણનું લક્ષણ એટલે કે તત્ત્વ છે એમ બૌદ્ધનું મંતવ્ય છે.
3. यदि नामैवं, तथापि कथमसिद्धमित्याह -- तस्य च विज्ञानादिनिरोधात्मकस्य तरुवसंभवात् । सत्तापूर्वको निरोधः । ततश्च यो विज्ञाननिरोध तरुविच्छेत् स कथं विज्ञान नेच्छेत् । तस्माद् विज्ञानानिष्टेनिरोधोऽपि नेष्टस्तरुषु ।
3. [દાચ કોઈ પૂછે: ] “પ્રતિવાદીને આ મત હોવાથી વાદીએ રજૂ કરેલે હેતુ અસિદ્ધ કઈ રીતે કરે ? ” આને ઉત્તર એ કે એવા વિજ્ઞાનાદિના નિરોધરૂપ મરણને વૃક્ષોમાં સંભવ નથી. [એમ કેમ તે સમજીએઃ ] કોઈ પણ વસ્તુને [ અમુક સ્થળે ] નિરોધ થવા માટે અગાઉ [તે સ્થળે તે વસ્તુનું ] અસ્તિત્વ હોવું ઘટે. એટલે જો [ પ્રતિવાદની મરણની વ્યાખ્યાને અનુસરીને) વાદી, વૃક્ષમાં વિજ્ઞાનને નિરોધ હોવાનું માનવા તૈયાર થાય તે પછી વૃક્ષમાં [ નાશ પૂર્વે ] વિજ્ઞાનના અસ્તિત્વને પણ વાદી કઈ રીતે નકારી શકે? [ પણ વૃક્ષોમાં વિજ્ઞાન વગેરેનું અસ્તિત્વ અનુભવગમ્ય ન હોઈ વાદી તે સ્વીકારી શકે તેમ નથી.] તે જો વિજ્ઞાનનું અસ્તિત્વ માનવાનું ઇષ્ટ ન ગણી શકાતું હોય તે પછી તેને વૃક્ષોમાં નિરોધ માનવાનું પણ ઈષ્ટ ન ગણાય, [ ને તેથી તે શાસ્ત્રીય સ્વરૂપનું ભરણ પણ વૃક્ષમાં સ્વીકારી ન શકાય.].
4. ननु च शोषोऽपि मरणमुच्यते । स च तरुषु सिद्धः । सत्यम् । केवलं विज्ञानसत्तया व्याप्त यन्मरण तदिह हेतुः । विज्ञाननिरोधश्च तत्सत्तया व्याप्तो, न शोषमात्रम् । ततो यन्मरण हेतुः तत्तरुध्वसिद्धम् । यत्तु सिद्ध शोषात्मक तदहेतुः ।
4. [વાદી આ દલીલ સામે બચાવ કરે છે: ] “શાષને પણ મરણ કહેવામાં આવે છે; ને તે તે વૃક્ષમાં સિદ્ધ જ છે [તો પછી મરણરૂપ હેતુ સિદ્ધ કઈ રીતે કહેવાય ? ] ” [ આને ઉત્તરઃ શેષ એ પણ બરણ કહેવાય છે એ ] સાચું, પણ અહીં તો હેતુ તરીકે તેનું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org