________________
૭૮
ન્યાયબિન્દુ અટકાવવા સમર્થ એવા અગ્નિનું અનુમાન કરાવે તેવો ધુમાડો; કારણ કે ગમે તેવા ધુમાડાથી અગ્નિનું અનુમાન તો થાય, પણ તેવા અગ્નિથી તે પ્રદેશની ઠંડી દૂર ન પણ થાય, ને તેથી વિશિષ્ટ રોમહર્ષાદિના અભાવની પણ સિદ્ધિ ન થાય. એટલે સૂિત્રમાં ભલે ફેડ પાડીને ન કહ્યું હોય, પરંતુ] માત્ર ગમે તેવો ધુમાડે એ અહીં હેતુ નથી, [વિશિષ્ટ ધુમાડે જ હેતુરૂપ છે] તે ધ્યાનમાં લેવું. (૪૧) यद्येकः प्रतिषेधहेतुरुक्तः कथमेकादशाभावहेतव इत्याह
इमे सर्वे कार्यानुपलब्ध्यादयो दशानुपलब्धिप्रयोगाः
स्वभावानुपलब्धौ सङ्ग्रहमुपयान्ति ॥ ४२ ॥
“જે અગાઉ સૂત્ર ૨.૧૮માં પ્રતિષેધસાધક હેતુ એક છે એમ કહ્યું તે [ઉપર મુજબ] અગિયાર અભાવહેતુઓ કઈ રીતે ? એ અંગે કહે છે :
આ બધા કાર્યાનુપલબ્ધિ આદિ દશ અનુપલબ્ધિપ્રયોગો સ્વભાવાનુપલબ્ધિમાં સમાવેશ પામે છે. (૪૨)
____ 1. इमे सर्व इत्यादि । इमेऽनुपलब्धिप्रयोगाः । इदमाऽनन्तरप्रकान्ता निर्दिष्टाः । तत्र कियतामपि ग्रहणे प्रसक्त आह - कार्यानुपलब्ध्यादय इति । कार्यानुपलब्ध्यादीनामपि त्रयाणां चतुर्णा वा ग्रहणे प्रसक्त आह - दशेति । तत्र दशानामप्युदाहृतमात्राणां ग्रहणप्रसङ्गे सत्याहસર્વ કૃતિ |
1 “આ અનુપલબ્ધિપ્રયોગો’ એમાં ‘આ’ શબ્દથી હમણાં જ નિરૂપેલા પ્રયોગોનો નિર્દેશ છે. હવે તેમાંથી અમુક પ્રયોગો વિષે જ અહીં વાત કરી હશે એવું કંઈ ન સમજે માટે કાર્યાનુપલધિ આદિ' એમ કહ્યું. પણ તે યે કઈ કાર્યાનુપલબ્ધિ આદિ ત્રણ કે ચાર પ્રયોગોનું ગ્રહણ ન કરે તે માટે (ફોડ પાડીને] “દશ” [એમ નકકી સંખ્યા] કહી. તે યે કોઈ આ દશ પ્રાગનાં જે ઉદાહરણ આપ્યાં છે તેટલા પૂરતો સીમિત ઉલ્લેખ ન સમજે માટે બધા” એ વિશેષણ ઉમેર્યું.
2. एतदुक्तं भवति । अप्रयुक्ता अपि प्रयुक्तोदाहरणसदृशाश्च सर्व एवेति । दशग्रहणमन्तरेण सर्वग्रहणे क्रियमाणे प्रयुक्तोदाहरणकात्यं गम्येत । दशग्रहणात्तदाहरणकात्स्न्येऽघगते सर्वग्रहणमतिरिच्यमानमुदाहृतसदृशकात्या॑वगतये जायते ।
2. એટલે આમ સમજવું : અન્ય ન કહેલાં યે જે ઉદાહરણો ઉપર કહેલાં ઉદાહરણ જેવાં હોય તે બધાં વિષે અહીં વાત છે. હવે જે “દશ એ વિશેષણ ન વાપરીને માત્ર બધા એમ કહ્યું હોત તો માત્ર અગાઉ આપેલાં બધાં ઉદાહરણોના જ ઉલ્લેખ સમજાત; [તનાં જેવાં અન્ય ઉદાહરણ પણ ન સમજાત.] આમ [‘દશ” અને “બધા એ બંને વિશેષણ પૈકી] દશ ના ઉલ્લેખથી બધાં આપેલાં ઉદાહરણ સમજાય છે અને વધારામાં “સર્વ' એ વિશેષણથી આ ઉદાહરણ જેવાં બાકીનાં સંકળ ઉદાહરણ સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org