________________
ન્યાયબિન્દુ 3. कार्यानुपलब्धिश्च यत्र कारणमदृश्यं तत्र प्रयुज्यते । दृश्ये तु कारणे दृश्यानुपलब्धिरेव મિmi !
3. વળી જયાં કારણ પ્રત્યક્ષ ન થઈ શકતું હોય ત્યાં જ કાર્યાનુપલબ્ધિરૂપ હેતુને આશ્રય લેવાપણું હેય છે; જયાં કારણ પણ પ્રત્યક્ષ થઈ શકતું હોય ત્યાં તો દશ્યાનુપલબ્ધિ [એ પ્રથમ પ્રયોગ] જ સાધ્યસિદ્ધિ કરી આપે છે.
4. तत्र धवलगृहोपरिस्थितो गृहाङ्गणमपश्यन्नपि चतुर्ष पार्वेष्वङ्गणभित्तिपर्यन्त पश्यति । भित्तिपर्यन्तसम' चालाकस ज्ञकमाकाश देश धूमविविक्त पश्यति । तत्र धूमाभावनिश्चयात् । यद्देशस्थेन वह्निना जन्यमानो धूमस्तद्देशः स्यात् । तस्य च वढेरप्रतिबद्धसामर्थ्यस्याभावः प्रतिपत्तव्यः । तद्गृहाङ्गणदेशेन च वह्निना जन्यमानो धूमस्तद्देशः स्यात् तस्मात्तद्देशस्य वढेरभावः प्रतिपत्तव्यः ।
4. સૂત્રમાં આપેલા ઉદાહરણના પ્રયોગને વ્યાવહારિક સંદર્ભ તપાસીએ] એ પ્રયોગના પ્રસંગે કોઈ પુરુષ ધવલગ્રહને મથાળે ઊભો હોય છે; તે ઘરનું આંગણું જેતા નથી, પરંતુ આંગણાની ચારે દીવાલની ટોચન ભાગ જોઈ શકે છે. વળી તેને ચારે ભીંતની ટોચથી ઘેરાયેલું આકાશ – જેને “આલેક એવી સંજ્ઞાથી પણ સાત્રાતિ દ્વારા] ઓળખવામાં આવે છે તે – પણ ધુમાડા વગરનું દેખાય છે; કારણ કે ત્યાં [પ્રત્યક્ષજ્ઞાનથી] ધૂમાભાવને નિશ્ચય થઈ શકે છે. હવે જે પ્રદેશમાં અગ્નિ રહેલું હોય તે જ પ્રદેશમાં તે અગ્નિથી જન્મતો ધુમાડો હોઈ શકે. અને તેથી તે પ્રદેશના જ અપ્રતિબદ્ધ સામર્થ્યવાળા અગ્નિને અભાવ તે સાધ્ય હોઈ શકે. [તે રીતે ઉક્ત ઉવાહરણમાં] તે ઘરના આંગણામાંના અગ્નિથી જન્મનાર ધુમાડો પણ તે જ સ્થળે હોઈ શકે એટલા માટે તે સ્થળના [જ] અગ્નિનો અભાવ સાધ્ય છે.
5. तद्गृहागणदेशं भित्तिपरिक्षिप्त भित्तिपर्यन्तपरिक्षिप्तेन चालोकात्मना धूमविविक्तेनाकाशदेशेन सह धर्मिणं करोति ।
5. [આ પ્રયોગમાં ધમી કિંવા પક્ષ કોને ગણવો તેને અંગે થોડી સ્પષ્ટતા કરીએઃ ] અહીં ચાર દીવાલની ટોચથી ઘેરાયેલા આલોકાત્મક, ધૂમરહિત આકાશ સાથે [સંયુક્ત રીત] ચાર દીવાલથી ઘેરાયેલા આંગણાને ધમી માનેલ છે.
6. तस्माद् दृश्यमानादृश्यमानाकाशदेशावयवः प्रत्यक्षाप्रत्यक्षसमुदायो नयभावप्रतीतिसामर्थ्यायातो धर्मी, न दृश्यमान एव । इहेति तु प्रत्यक्षनिर्देशो दृश्यमानभागापेक्षः ।
6. [નહિ દેખાતા આંગણ વિષે અગ્નિના અભાવ [રૂપ સાધ્ય) ની પ્રતીતિ થતી હેવાથી તેના બળે, “સાધ્યવાળું હોય તે ધમી” એ ન્યાયે અદશ્યમાન આંગણું પણ ધમમાં અંતભૂત ગણવું ન્યાય હેવાથી] દશ્યમાન અને અદશ્યમાન એવા આકાશપ્રદેશે જેના અવયવરૂપ છે તે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ભાગનો સમુદાય એ ધમી છે, માત્ર દશ્યમાન પ્રદેશ જ નહિ. જો કે અનુમાનના પ્રયોગમાં જે “અહીં” એવો પ્રયોગ છે તે તે પ્રત્યક્ષ વસ્તુને સૂચવે છે; એટલે કે દશ્યમાન એવા આકાશને (= ધમીના એકદેશને) જ ઉદ્દેશીને પ્રયોજાય છે. પણ એ એકદેશને સમગ્ર ધમીના પ્રતિનિધિરૂપ સમજી શકાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org