________________
બીજું ]
સુવેગડ અદ્દઈજ (આદ્રકીય) –'આકકુમારને ગે શાલક, બૌદ્ધ, વેદવાદી દિજ, વેદાન્તી અને હરતીતાપસ સાથે વાદવિવાદ-શાસ્ત્રાર્થ અહીં અપાયે છે. આમ આ અઝયણ “સંવાદ” સાહિત્યનો નમૂનો પૂરો પાડે છે.
નાલંદઈજ (નાલન્દીય)–ઇન્દ્રભૂતિ ગાતમસ્વામી અને પાર્ષનાથના અપત્ય (સત્તાનીય) નિર્વાન્ય ઉદક પઢાલપુત્ર વચ્ચેની ચર્ચા આ અઝયણમાં વર્ણવાઈ છે. પ્રતિજ્ઞા ક્યારે ન પળાઈ ગણાય એ બાબત અહીં વિચારાઈ છે. અન્તમાં ચાતુર્યામરૂપ ધર્મને બદલે પાંચ મહાવ્રતવાળો અને પ્રતિક્રમણ ધમ ઉદક અંગીકાર કરે છે એ વાત છે. આજે રાજગિરને નામે ઓળખાતા “રાજગૃહ' નગરની બહાર ઈશાન ખૂણામાં “ નાલન્દા ' નામને વાસ (બાહિરિકા) હતો. એમાં સેંકડે ભવને હતાં. આ નાલન્દા'વાસમાં ઉપયુક્ત પ્રસંગ બનવાથી આ અજઝયણનું નામ “નાલંદજજ ” રખાયું છે.
દ્રવ્યાનુયોગ–કોની એટલે કે તેની વિચારણું તે “દવ્યાનુગ”. આ અર્થમાં વૈદિક ગ્રંથોમાં “તત્વજ્ઞાન” ને બૌદ્ધ ગ્રંથમાં “અભિધમ્મ શબ્દ વપરાયા છે. સૂયગડમાં દ્રવ્યાનુયેગનું પ્રાધાન્ય છે. ઠાણ(સુ. કર૭)માં દવ્યાનુગ( ૫. વિયાણઓગ)ના દસ પ્રકાર દર્શાવાયા છે.
* આવૃત્તિ–આ સમિતિ તરફથી મૂળ નિજજુત્તિ અને એ બને ઉપરની શીલાંકરિકૃત ટીકા સહિત ઈ. સ. ૧૯૧૭માં છપાયું છે. વિશેષમાં 3. પી. એલ વૈદ્ય દ્વારા સસ્પાદિત અને આëતમતપ્રભાકરના પાંચમાં મયૂખ તરીકે નિર્દેશાયેલી મૂળ તેમજ નિજજુત્તિ સહિતની આવૃત્તિ
૧ એમનું વિસ્તૃત જીવનચરિત્ર સૂયગડયુણિ (પત્ર ૪૧૪–૫)માં અને શીલકસૂરિકૃત ટીકા (પત્ર ૩૮૭–૩૯૯)માં ને સાક્ષેપમાં સૂયગડનિતુત્તિ (ગા. ૧૯૧–૯)માં છે. ૨ આ સાહિત્યની રૂપરેખા મેં “સંવાદનું સંકલન ” એ નામના મારા લેખમાં આલેખી છે. એ અહીંના “પ્રભાકર (દાંડીઓ)”ના તા. ૧૩-૩-૪ના અંકમાં છપાયેલ છે. વિશેષમાં આ લેખ “સંવાદ સંબંધી જૈન સાહિત્ય” એ નામથી બે કટકે “જૈન”ના તા. ૨૩-૩-૪૭ અને તા. ૩૦-૩-૪૭ ના અંકમાં પણ પ્રસિદ્ધ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org