SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ મગ (માર્ગ )–અહીં મેક્ષને માર્ગ શો છે તે બતાવાયું છે અને એમાં અહિંસા ઉપર ભાર મૂકાય છે. કઈ જાતની ભિક્ષા સ્વીકારવી એ પણ અહીં સમજાવાયું છે. અહિંસા જ સંપૂર્ણ ધર્મ છે એક જ ધર્મ છે–એ જ એક વ્રત છે એ જેન મન્તવ્યને અનુસરતું કથન આની પહેલાંનાં બે અજઝયણમાં પણ જોવાય છે. સમોસરણ (સમવસરણુ)–ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એમ વાદના ચાર વિભાગ છે. આ વાદને માનનારા વાદીઓનાં મન્તો અહીં રજૂ કરાયાં છે. ઉપર્યુક્ત વાદોનાં નામપૂર્વક ૧૮૦, ૮૪, ૩૫ અને ૬૭ વાદોને એટલે કે ૩૬૩ મતને નિર્દેશ આની નિજજુત્તિ(ગા. ૧૧૯)માં છે. આ બધાનો ઓછાવત્ત પરિચય એની ચુણિશીલાંકસૂરિકૃત ટીકા, તત્વાર્થાધિ (અ. ૮, સ. ૧)ની સિદ્ધસેનગણિએ રચેલી ટીકા(પૃ. ૧૨૩) ઇત્યાદિમાં મળે છે. આયાર, વિયાહ૦ અને નંદી પણ કેટલાક અજેનવાદનું સ્વરૂપ પૂરું પાડે છે. બૌદ્ધોના દીધનિકાયનું બ્રહ્મજાલસુર મહર્ષિ બુદ્ધના સમયમાંના બાસઠ અબૌદ્ધ વાદો નોંધે છે. વેતાશ્વતર ઉપનિષદ્ (1. ૨. ૬. ૧), મૈત્રાયણી ઉપનિષદ્ (૬, ૧૪; ૬. ૨૦; ૭. ૮), માડૂક્યકારિકા (૧. ૭. ૯; ૨. ૨૦. ૮) ઇત્યાદિ બ્રાહ્મણ ગ્રન્થ ઉપયુક્ત જૈન અને બૌદ્ધ ગણનાને સમર્થિત કરે છે. આ બ્રાહ્મણ ગ્રંથમાં કાલ, સ્વભાવ, નિયતિ, યદચ્છા, સહીવાય એટલે હે સખા! એમ કહેવું છે. આ સમ્બન્ધમાં ગોપાલદાસ પટેલ પુ. ૧૨૫માં નીચે મુજબ અર્થ કરે છે – તેણે કોઈને “હોલ્યા ”—એલ્યા” કહીને ન બોલાવ, કે “યાર ” “દસ્ત કહીને કે ગોત્રનું નામ દઈને ન બોલાવ. તું-તાં કરવું એ શિષ્ટ નથી, માટે તેમ તે કદી જ ન કરવું.” - ૧ કાલવાદ અથર્વવેદ (૧૯, ૫૩, ૪) જેટલું પ્રાચીન છે. એનું વિસ્તૃત વર્ણન મહાભારત( શાન્તિપર્વ ૨૨૩–૨૨૫)માં મળે છે. વેતાશ્વતર ઉપનિષદ્દ (૧, ૨, ૪, ૬. ૧૪. ૧૬), જાતક ગ્રન્થો( ક્રમાંક ૨૪૫), અશ્વાષકૃત સૌન્દરાનન્દકાવ્ય (૧૬, ૧૭) અને સાંગસૂત્ર (૧–૧૨)માં એનું ખંડન છે. જુઓ મહાવીરસ્વામીને સંયમધર્મ અને ઉપાદ્યાત (પૃ. ૨૪-૨૫). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy