________________
આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ (૬) ધર્મદુકામ (ધર્માર્થકામ)–આનું બીજું નામ “મહાયારકા” છે. આમાં પાંચ મહાવ્રતો કેવી રીતે પાળવાં તે બતાવાયું છે. (૭) વકસુદ્ધિ (વાક્યશુદ્ધિ)–સાધુની ભાષા કેવી હેવી જોઈએ એ અહીં વિસ્તારથી દર્શાવાયું છે. (૮) આયારસ્પણિહિ (આચારપ્રણિધિ)–ઉત્તમ આચારને ભષ્કાર મેળવવા શ્રમણે શું કરવું જોઈએ એ પહેલા પદ્યમાં દર્શાવાયું છે. ચેથા અને દ્ધા અઝયણનું સ્મરણ કરાવનાર છ છવનિકાયને લગતે વિષય આના પછીના ૧૭ પદ્યોમાં આલેખાયો છે. ભિક્ષાચર્યાના નિયમો અને શ્રમણના આદર્શ ભૂત ગુણોનું નિરૂપણ બાકીનાં પઘોમાં છે. ૫૧મા પદ્યમાં નક્ષત્ર, સ્વપ્ન, યોગ, નિમિત્ત, અન્ન અને ભેષજ વિષે ગૃહસ્થ સાથે વાત કરવાનો સાધુને નિષેધ કરાવે છે. (૯) વિણય માહિ (વિનયસમાધિ)–ગુરુ પ્રત્યે વિનય અને એમની સાથેનું વતન, પરીષહેનું સહન, વાણુ પર સંયમ તેમજ વિનય-સમાધિ, મૃત– સમાધિ, તપ -સમાધિ અને આચાર-સમાધિના ચાર ચાર પ્રકારનું સ્વરૂપ એમ વિવિધ વિષયે આલેખાયા છે. (૧૦) સભિખુ (સભિક્ષ)આદર્શ શ્રમનું સંક્ષિપ્ત પણ સચોટ નિરૂપણ છે. - બે ચલા–રઇવક્કા (રતિવાક્યા) અને વિવિાચરિયા (વિવિક્તચર્યા) એ નામની આ બે ચૂલા ઉપર ભદ્રબાહુવામીની નિજજુતિ છે એટલે એ એટલી તે પ્રાચીન છે જ. સંયમમાં સાધુ સ્થિર રહે અને ફરીથી ગૃહસ્થાશ્રમમાં જવા તૈયાર ન થાય એ જાતની સમજણ પહેલી ચૂલામાં અપાઈ છે. બીજી ચૂલામાં સંસાર-પ્રવાહથી વિપરીત ચાલવાનો ઉપદેશ અપાય છે. આમ ચાલનાર શ્રમણની ચર્ચા વિષે વિચાર કરાય છે.
૧ આની પહેલી ગાથામાં આ ચૂલાને “કેવલીએ કહેલી” એમ કહ્યું છે. નિજુત્તિ અને યુણિમાં આની ઉત્પત્તિ વિષે કોઈ કથા નથી. હરિભદ્રસૂરિની ટીકા (પત્ર ૨૭૮)માં કેઈ આ સીમધરસ્વામી પાસેથી એ લાવ્યાની વાત છે, જ્યારે પરિશિષ્ટ પર્વ (સ. ૯, લે. ૯–૮)માં તે આ બને ચૂલા તેમજ ભાવણ અને વિમુનિ એ ચાર સ્થૂલભદ્રની બેન સાધ્વી જણા સીન્ધરસ્વામી પાસેથી શીખી લાવ્યાની વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org