SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ રખાય છે. એ મેટ થતાં કૃષ્ણ એને માટે એક કન્યાને પસન્દ કરી તેને કન્યાના અન્તઃપુરમાં રખાવે છે. પણ ગજસુકુમાલ દીક્ષા લે છે અને એ જ દિવસે સ્મશાનમાં મહાપ્રતિમા અંગીકાર કરે છે. એવામાં પેલી કન્યાનો પિતા સોમિલ એને જોઈ ગુસ્સે થઈ એના માથા પર માટીની પાળ બાંધી, ચિતામાંથી અંગારા લઇ, માથા પર મૂકી, નાશી જાય છે. આ મરણાન્ત કષ્ટ ગજસુકુમાલ સમતાથી સહન કરે છે. આ તરફ કૃષ્ણ નૈમિનાથને વજન કરવા જાય છે. એ માર્ગમાં ઈટ ગ્રહણ કરવામાં એક વૃદ્ધને મદદ કરે છે. નેમિનાથ પાસેથી ગજ સુકમાલને વૃત્તાન્ત જાણી કૃષ્ણ પાછા ફરે છે ત્યારે સેમિલ એને જોઈને ભયભીત બની મરી જાય છે. નવમાથી અગિયારમા અઝયણમાં ઠારવતીના બળદેવ રાજાની ધારિણી ચણીના ત્રણ પુત્રો પૈકી એકેકનો સંક્ષેપમાં અધિકાર છે. બારમા અને તેરમા અજઝયણમાં એવી રીતે વસુદેવની પત્ની ધારિણીના બે પુત્રનો અધિકાર છે. આ પાંચે “શત્રુંજય ઉપર સિદ્ધ થયા છે. ચોથા વચ્ચમાં દસ યાદવકુમારોને અધિકાર છે. એ દસે નેમિનાથ પાસે દીક્ષા લઇ, અન્નકૃત કેવલી થઈ, “શત્રુંજય ઉપર અનશન કરી મેક્ષે ગયા છે. પાંચમા વચ્ચમાં કૃષ્ણની આઠ રાણું અને એના પુત્ર શામ્બની બે પત્ની દીક્ષા લઈ મોક્ષે જાય છે એ અધિકાર છે. પહેલા અઝયણમાં ઠારવતીને નાશ મદિરા, અગ્નિ અને દીપાયથી થશે એમ નેમિનાથ કૃષ્ણના પ્રશ્નને ઉત્તર આપે છે. ૧. આનાં નામ અનુક્રમે જલિ, માલિ, ઉવચાલિ, પુરિસરણ (પુરુષસેન), વારિસણ (વારિણ), પજજુન્ન (પ્રદ્યુમ્ન), સંબ (શાખ), અનિરુદ્ધ (અનિરુદ્ધ), સચ્ચનેમિ (સત્યનેમિ) અને દઢનેમિ (દઢનેમિ) છે. પહેલા યાદવકુમાર વસુદેવ અને ધારિણીના પુત્ર છે. એ પછીના પાંચ કૃષ્ણ અને રુકિમણુના પુત્ર છે. સાતમાના પિતા કૃષ્ણ છે અને માતા જામ્બુવતી છે. આઠમાના પિતા પ્રદ્યુમ્ન અને માતા વેદભી છે. નવમા અને દસમા ચાદવકુમાર સમુદ્રવિજય અને શિવાદેવીના પુત્રે છે અને એ રીતે એઓ નેમિનાથના ભાઈ થાય છે. ૨. ૫૩માવતી (પદ્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy