SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું 1 ઉવાસગદાસ ૧૦૭ જણાતો નથી કે જે આ આગમને મહાવીરસ્વામીના જીવન દરમ્યાન રચાયાની વિરુદ્ધ અનુમાન કરવા માટે આપણને પ્રેરે. આવૃત્તિ અને વૃત્તિ--આ સમિતિ તરફથી અભયદેવસૂરિકૃત વૃતિ સહિત આ અંગે ઇ. સ. ૧૯૨૦માં છપાયું અને સવૃત્તિક મૂળ જે. આ. સભા તરફથ વિ. સં. ૧૯૭૭ માં છપાયું તે પૂર્વ ઈ. સ. ૧૮૮૫-૧૮૮૮માં Bibliothera Indicaમાં કલકત્તાથી આ અંગ ઉપર્યુક્ત વૃત્તિ તેમજ ડે. હનંલકૃત અંગ્રેજી અનુવાદ સહિત છપાયું હતું. ડૉ. પી. એલ. વૈધે આ અંગે શબ્દસૂચી, વર્ણકાદિવિસ્તાર, ગોશાલકના મતને અંગે વિયાહ૦નું પન્દરમ્ સયગ, સૂયગડ(૨-૬)માંનાં ૨૫ પદ્યો, સામગ્નફલસુત્તને પ્રસ્તુત ભાગ અને અંગ્રેજી ટિપ્પણો એ સહિત સમ્પાદિત કરી ઇ. સ. ૧૯૩૦માં બહાર પાડયું છે. મૂળ એના તેમજ વૃત્તિનાં અનુવાદ અને ઉપઘાત સહિત ૫. ભગવાનદાસ હર્ષચંદ્ર વિ. સં. ૧૯૯૨માં છપાવેલ છે. અનુવાદક એઓ પોતે છે. ભાષાન્તર–અધ્યાપક બેચરદાસ દોશીએ “ભગવાન મહાવીરના દશ ઉપાસકે” એ નામથી આ આગમને અનુવાદ કર્યો છે અને એ શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા-૪” તરીકે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ તરફથી ઈ. સ. ૧૯૩૧માં પ્રસિદ્ધ થયેલ છે. પ્રારમ્ભમાં અનુવાદકનું નાનકડું નિવેદન છે. “સપુરુષધર્મ” એ નામે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરે લખેલી પ્રસ્તાવના તેમજ અનુવાદકે અન્તમાં આપેલાં ટિપણે એ બે આ પુસ્તકનાં મહત્ત્વનાં અંગો છે. આ અંગે અને એની અભયદેવસૂરિકૃત ટીકાનું ગુજરાતી તેમજ હિન્દી ભાષાન્તર મૂળ સહિત શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સંઘ (કરાંચી) તરફથી પ્રસિદ્ધ થયેલું છે. ડૉ. હર્નલનું અંગ્રેજી ભાષાન્તર છપાયેલું છે. એ આજે દુપ્રાય છે તે એને ઉદ્ધાર થે ઘટે. - લેખ–હલે Encyclopedia of Religions and Ethics ૧ આના અતમાંને ઉલેખ જોતાં જણાય છે કે નાયાની ટીકાની રચના પૂર્વે આની રચના થઈ છે. ૨ આમાં મૂળનો સવિતર પરિચય અપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy