________________
નાયાધમકહા
સ્ત્રી પાત્રની કથા કાલીના જેવી છે. સાતમા વગ્નમાં સૂર્યની ચાર અમહિપીનાં સુરપ્રભા, આતપા, અમિલી અને પ્રભંકરા એ નામ અને આઠમામાં ચન્દ્રની ચાર અગ્રમહિષીનાં ચન્દ્રપ્રભા, રત્નાભા, અચિંíલી અને પ્રભંકરા એ નામ દર્શાવાયાં છે.
આવૃત્તિ ને વિકૃતિ–મૂળ આ સમિતિ તરફથી, જે. ધ પ્ર સભા તરફથી તેમજ ઈ. સ. ૧૯૪૦માં છે. એન. વી. વૈદ્ય તરફથી છપાયેલું છે. ઇ. સ. ૧૮૮૧માં સ્વાઈનથાલ (Steinthal) દ્વારા આ અંગને અમુક અંશ સમ્પાદિત કરાયા હતા. અભયદેવસૂરિએ નાયા ઉપર વિ. સં. ૧૧૨૦માં અણહિલપુરમાં સંસ્કૃતમાં વિકૃતિ રચી છે. પ્રારમ્ભમાં એમણે કહ્યું છે અન્ય પ્રસ્થમાં જોવાયેલે જ્ઞાતાધર્મકથાંગને અનુયોગ કહું છું. મૂળ સહિત આ વિકૃતિ આ૦ સમિતિ તરફથી પ્રસિદ્ધ થયેલી છે.
ભાષાન્તર–આ છઠ્ઠા અંગને કેવળ અનુવાદ “ભ મ પ.” એ નામથી ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) તરફથી “શ્રીપૂંજાભાઈ જૈન ગ્રંથમાલા-૩” તરીકે ઇ. સ. ૧૯૩૧માં પ્રસિદ્ધ થશે છે. એના અનુવાદક અધ્યાપક બેચરદાસ દોશી છે. એમણે શરૂઆતમાં ટૂંકું નિવેદન કર્યું છે, અને આ અનુવાદ ગાંધીજીને અર્પણ કર્યો છે. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર “દૃષ્ટિ અને બોધ” એવા શિર્ષકથી ૧૮ પૃષ્ઠ (પૃ. ૧૧.૨૮)ના પ્રસ્તાવના લખી છે. એ તેમજ અનુવાદકે એતિહાસિક, ભૌગોલિક અને જેન આચારવિષયક શબ્દો ઉપર બીજ સમ્પ્રદાયનાં શાસ્ત્રો સાથેની તુલનાવાળાં વિસ્તૃત “ટિપણે” આપ્યાં છે. એ ટિપણે આ પુરતકનું મહત્ત્વ વધારે છે. વિશેષમાં અનુવાદના પહેલા પૂરની સામે મેધકુમારના અતઃપુરનું વિવિધરંગી ચિત્ર પ્રાચીન હાથપોથી
૧. “અંગ” દેશ, “ચમ્પા” નગરી, રાજગૃહ, મગધ, ભાર પર્વત, વિપુલ પવર, વારાણસી, દ્વારિકા, રેવતક, મિથિલા, મધ્યદેશ, અહિચ્છત્રા, કાસ્પિક્ષ્ય ચાને કસ્પિલા, પાડુમથુરા, હથક૫, ઉજજયન્ત, હત્યિસીસ, જંબુદ્વીપ, નીલવન્ત પર્વત, પ્રાવસ્તી, અરબુરી, સામેવપુરી અને કૌશામ્બી સમ્બન્ધી ટિપ્પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org