SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠ 3 નાયાધમકહા હોવાથી એનું આ નામ રખાયું છે. કેટલાક વહાણવટી વણિકે દેશાતરમાં ગયા ત્યારે તેમનાં વહાણ – ૮ તૂટું થતાં તેઓ “કાલિક” દીપમાં ઊતર્યા. ત્યાંના ઘોડાએ એમને જોઈને ભાગી ગયા. વણિક સેનું વગેરે લઈ સ્વદેશ પાછા ફર્યા. રાજાને ઘેડાઓની વાત કહી ત્યારે તેણે એ લઈ આવવા માટે કહ્યું. ઘોડાઓને લલચાવવા જાતજાતની વીણું તેમજ બીજાં વાદ્યો, લાકડાની રંગબેરંગી મનમોહક બનાવટે, વિવિધ પ્રકારના સુગન્ધી પદાર્થો, અનેક સ્વાદિષ્ટ વસ્તુઓ, અનેક જાતનાં સુવાળાં વસ્ત્રો અને પત્થર વગેરે પદાર્થો રાજાએ આપ્યાં. એ વહાણમાં ચડાવી વણિક ઘેડા લેવા " કાલિક” દીપમાં ગયા અને એ ઘેડાઓને વાઘાદિના મધુર શબ્દાદિ દ્વારા લલચાવી પકડ્યા અને વહાણમાં ચડાવી સ્વદેશ લાવ્યા. તેમને કેળવીને પછી એ રાજાને સયા, આને ઉપનય અન્તમાં અપાય છે. - સુસુમા (સંસમા–ધન્ય શેઠની સુંસુમા નામની કન્યાની આમાં વાત આપી આહારનું પ્રયોજન સમજાવાયું છે. એ ઉપરથી આ નામ જાયું છે. ચિલાત નામનો દાસપુત્ર એ છોકરીને રમાડતો અને એની સાથે રમવા આવનારને પજવતો. એથી એના શેઠે એને કાઢી મૂક્યો. તેમ થતાં એ તદન વઠી ગયે અને વખત જતાં ચેરેને ઉપરી બન્યા. એક દહાડે ચિલાત પાંચસે ચેરેને લઈને ધન્યનું ઘર લૂંટવા ગયે. માલમિલકતની સાથે સાથે એ સુસુમાને ઉપાડી ચાલતે થયે. એના પિતા અને પાંચે ભાઈએ એની પાછળ પડ્યા. પકડાઈ જવાને વારે આવતાં ચિલાતે સુસુમાનું મસ્તક તરવાર વડે ધડથી જુદું કર્યું અને એ જ લઈને એ ઘેર જંગલમાં નાઠે અને તરસને માર્યો મરી ગયે. આ તરફ પેલા છ જણ ચિલાતને પકડી શક્યા નહિ, પણ તેમને સંસમાનું શબ મળ્યું. આ બધા એટલા બધા ભૂખ્યાતરસ્યા થયા હતા કે એક બીજાઓને પિતાનું માંસ ખાવા ને લેાહી પીવા કહ્યું, પરન્તુ અન્ત તેમ ન કરતાં હું માનું જ માંસ ખાઈ ને લેહી પી તેઓ રાજગૃહમાં આવ્યા, કેમકે એ સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. સુસુમાના પિતાએ મહાવીરસ્વામીની પાસે દીક્ષા લીધી અને કાળ કરી એઓ સ્વર્ગે સંચર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy