________________
૯૮
આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ આવ્યા. તે સમયે દ્રૌપદીએ એને આદરસત્કાર ન કર્યો. એથી વેર લેવા માટે તેઓ અવરકંકાના રાજા પવનાભ પાસે ગયા અને પ્રસંગ નીકળતાં દ્રૌપદીનાં ભારોભાર વખાણ કર્યા. એ ઉપરથી એ રાજાએ પિતાના પૂર્વના મિત્ર દેવ પાસે એનું હરણ કરાવ્યું. નારદ દ્વારા એના સમાચાર જાણું કૃષ્ણ “લવણ” સમુદ્રના અધિષ્ઠાતા સુસ્થિતને પિતાની પાસે બોલાવી “લવણ' સમુદ્રમાં થઈને છ રથ જાય તેટલે માર્ગ કરી આપવા કહ્યું. તેમ થતાં કૃષ્ણ અને પાંચ પાણ્ડવો અવરકંકામાં આવ્યા. સૌથી પ્રથમ પાણ્ડનું પદ્મનાભ સાથે યુદ્ધ થયું, પણ તેમાં તેઓ હાર્યા. પછી કૃષ્ણ પદ્મનાભની પીઠ પકડી અને નરસિંહરૂપ ધારણ કરી અવરકંકાને ભોંયભેગી કરી એટલે એ રાજા દ્રૌપદીને શરણે ગયે. દ્રૌપદીના કહેવા પ્રમાણે એ વત્યે એટલે કૃષ્ણ એને જતે કર્યો. દ્રૌપદીને લઈને છ યે જણ ભરતખચ્છમાં આવવા નીકળ્યા. ગંગા આવતાં નાવમાં બેસી પાડે એ નદી ઊતરી ગયા, અને કૃષ્ણ તે સુસ્થિત દેવને મળવા માટે રોકાયા. પાણવોએ નાવ પાછું ન કહ્યું ત્યારે એક હાથે ઘડા અને સારથિથી યુક્ત રથને ઊંચકી બીજે હાથે સાડીબાસઠ (રા) જન પહોળી ગંગા તરીને કૃષ્ણ સામે કાંઠે આવ્યા. પાણ્ડાએ તેમને આમ મુસીબતમાં મૂક્યા તેથી એમણે ચીડાઈને પાંચ પાંડવોને દેશનિકાલની આજ્ઞા કરી. એ ઉપરથી આખરે તેમને “પાડુમથુરા” વસાવી ત્યાં રહેવું પડ્યું. આગળ ઉપર ધમષ પાસે પાંચે પાણ્ડવોએ અને દ્રૌપદીએ દીક્ષા લીધી. પાડ મુક્તિને વર્યા અને દ્રૌપદી દેવ તરીકે ઉત્પન્ન થઈ. તપની પાછળ આસક્તિ (નિયાણું કરાયું) હોય તે તે ફળતું નથી એ વાત અહીં સમજાવાઈ છે.
આઇeણ (આજાનેય)–“આઈણ ને અર્થ ‘કુલીન” ઘોડે એમ થાય છે. અભયદેવસૂરિએ એને માટેના સંસ્કૃત શબ્દ તરીકે “આકીર્ણ ને ઉલ્લેખ કર્યો છે, પણ એના કરતાં “આજાને વધારે સંગત જણાય છે. આ અઝયણમાં કુલીન ધેડાઓની વાત આવતી
આ અર્થમાં “આજ...” અને “આજનિય” શબ્દ
૧. બદ્ધ સાહિત્યમાં વપરાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org