________________
શ્રીભગવતીન્સાર
રત્નપ્રભા પૃથ્વીમાં નાનામાં નાનું શરીર આગળના અસંખ્યય ભાગ જેટલું છે; અને વધારેમાં વધારે સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળ છે. ત્યાંના નારાને ત્રણ શરીર કહ્યાં છે. વૈક્રિય, તેજસ અને કાર્મણ. તેઓનાં શરીર સંહનન–બાંધા વિનાનાં છે. તેમના શરીરમાં હાડકાં, શિરા અને સ્નાયુ નથી. તેમના શરીરનાં પુદ્ગલે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ વગેરે છે. તેમના શરીરે બે પ્રકારનાં છે. ભવધારણીય – જ્યાં સુધી જીવે ત્યાં સુધી રહેનારા; અને ઉત્તરક્રિય. તે બંને પ્રકારનાં શરીરે હુંડ સંસ્થાન (આકૃતિવાળાં છે.
તેમની લેસ્યા કાપત છે. તેઓ સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યમિથ્યાદૃષ્ટિ છે. તેમાં જેઓ જ્ઞાની છે, તેઓને ત્રણ જ્ઞાન નિયમપૂર્વક હોય છે, અને જેઓ અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. તેઓને મન-વાણી-કાયા ત્રણેના વ્યાપારે છે.
૧. સર્વ અંગોપાંગ કુલક્ષણ – હીનાધિક હોય તે ફંડ સંસ્થાન કહેવાય. જુઓ “અંતિમ ઉપદેશ” પા. ૧૩૦.
૨. જેઓ સમ્યકત્વ સહિત ઉત્પન્ન થાય છે, તેઓને જન્મકાળથી માંડીને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય.
૩. જેઓ સંજ્ઞીઓથી ઉત્પન્ન થયેલા હોય છે, તેઓને ભવપ્રત્યય વિભંગ હોવાથી તેઓ ત્રણ અજ્ઞાનવાળા હોય છે, અને જેઓ અસંજ્ઞીઓથી ઉત્પન્ન થયેલા હોય છે તેઓને જન્મ લીધા પછી પ્રથમ અંતમું હૂત વીત્યા બાદ વિર્ભાગજ્ઞાન ઊપજે છે; માટે તેઓને પહેલાં તો બે અજ્ઞાન હોય છે, અને પછી ત્રણ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org