________________
વિમાનિકે
૭૨૩ તેમને આહાર બે પ્રકાર છે: આભેગનિર્વર્તિત એટલે કે જ્ઞાનપૂર્વક કરેલો, અને અનાગનિર્વર્તિત એટલે અજ્ઞાનપૂર્વક કરેલો. જે આભોગનિર્વર્તિત આહાર છે તેનો અભિલાષ તેઓને ઓછામાં ઓછી ચાર ટંક-એક દિવસ પછી – અને વધારેમાં વધારે હજાર વર્ષ કરતાં વધારે કાળ ગયા પછી થાય છે. અનાગનિર્વર્તિતને અભિલાષ તો નિરંતર થયા કરે છે.
નાગકુમારની ઓછામાં ઓછી સ્થિતિ દશ હજાર વર્ષની, અને વધારેમાં વધારે કાંઈક ઊણાં બે પલ્યોપમની છે. તેઓ ઓછામાં ઓછા સાત સ્તોકે અને વધારેમાં વધારે બે થી નવ મુહૂર્તની અંદર શ્વાસ લે અને મૂકે. તેઓને આગળ આહારને અભિલાષ ઓછામાં ઓછો એક દિવસ પછી અને વધારેમાં વધારે બે થી નવ દિવસની અંદર થાય છે. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. - નરયિકોની સ્થિતિ એછામાં ઓછી દશ હજાર વર્ષની અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમની છે. તેઓ અત્યંત દુ:ખી હોવાથી સતત શ્વાસ મૂકે છે અને તે છે; તેઓને આભોગનિર્વર્તિત આહારને અભિલાષ અંતર્મુહૂર્ત આદ થયા કરે છે.
૧. વર્ષાકાળમાં મૂત્ર વગેરે વધારે થાય છે, તેથી એમ જણાય છે કે શરીરમાં શીત પુદ્ગલો અધિક ગયાં હોવાં જોઈએ. જેમ તે શીત યુગલોને આહાર અભિપ્રાય વિના – અનાગનિવર્તિત છે – તેમ જ અસુરકુમારોને પણ અનાગનિર્વલિત આહાર હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org